SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ બ્રિટિશ કાલ કરવામાં આવેલી શ્રી પાલરાસની હસ્તપ્રત અમદાવાદમાં શેઠ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે, જેના પ્રથમ પત્રમાં ચિત્રો છે. તે અમદાવાદના દેવશાના પાડા ભંડારમાં શ્રીપાલરાસની ચિત્રિત હસ્તપ્રત છે, જેનાં ચિત્ર સુરતમાં વિ. સં. ૧૮૮૬(ઈ. સ. ૧૮૨૯) માં દેરવામાં આવ્યાં હતાં, આ પથીમાં કેટલાંક વહાણનાં આલેખન છે. એ સમયે સુરત પશ્ચિમ ભારતનું ધતું બંદર હતું. ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીએ પોતાની કોઠી સ્થાપી હતી. વેપાર માટે જે જહાજ સુરત આવતાં હતાં તેનું આલેખન અહીં કરવામાં આવ્યું છે. આ હસ્તપ્રતના કેટલાંક ચિત્ર પાનને સંપૂર્ણ કદનાં છે, આકૃતિઓના અલેખનમાં મુઘલ અસર સ્પષ્ટ દેખાય છે. વૃક્ષો વનરાજિ અને વનનું આલેખન ચિત્રકારને પ્રકૃતિપ્રેમ દર્શાવે છે. કેટલાંક ચિત્રમાં ગીત-સંગીત-નૃત્યનું આલેખન કરવામાં આવ્યું છે. પુરુષોના હાથમાં વીણાનું આલેખન ધપાત્ર છે. પુરુષો જામે છેતી અને પાઘડી ધારણ કરતા અલેખાયા છે અને સ્ત્રીઓ ચોળી ચણિ અને ઓઢણી ધારણ કરતી આલેખાયેલી છે. સ્ત્રીઓના નાકમાં નથણી નેધપાત્ર છે. ડે. મોતીચંદ્ર અને ડા. ઉમાકાંત શાહના મંતવ્ય પ્રમાણે આ ચિત્ર શિરોહી–શૈલીનાં છે.* વિ. સં. ૧૮૮૯(ઈ.સ. ૧૮૩ર-૩૩)માં સુરતમાં ચિત્રિત કરવામાં આવેલી શ્રીપાલરાસની હસ્તપ્રત અમદાવાદમાં લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. આ હસ્તપ્રતમાં રાસના કથાપ્રસંગ આલેખતાં સુંદર ચિત્ર છે. આ ચિત્રો પૈકીનું એક ચિત્ર ધવલશેઠની કથાને લગતું છે. ધવલશેઠ શ્રીપાલને વહાણમાંથી બહાર ફેકે છે. વહાણનાં આ ચિત્રોમાં બ્રિટિશરોને યુનિયન જેક સ્પષ્ટ દેખાય છે (આ, ૫૪), અમદાવાદમાં વિ.સં. ૧૮૯૫(ઈ.સ. ૧૮૩૮-૩૯)માં ચિત્રિત કરેલી શ્રીપાલરાસની હસ્તપ્રત શ્રી સારાભાઈ નવાબના અંગત સંગ્રહમાં છે. આ હસ્તપ્રતમાંનાં ચિત્રો પૈકીનાં વહાણનાં ચિત્ર એ સમયના ગુજરાતના વહાણવટાની માહિતી પૂરી પાડે છે. ગુજરાતનાં બંદરે ઉપર એ સમયે કેવાં વહાણ લાંગરતાં હશે એને ખ્યાલ આ ચિત્રો પરથી આવે છે, શ્રીપાલરાજાની કથાની જેમ જૈનમાં ચંદરાજાની કથા પણ ઘણી લે કપ્રિય બની હતી, ચંદરાજાના રાસની કેટલીક હસ્તપ્રતોમાં ચિત્ર જોવા મળે છે. વિ.સં. ૧૮૬૯(ઈ.સ૧૮૧૨–૧૩)માં પુણેમાં ચિત્રિત કરવામાં આવેલી આ રાસની હસ્તપ્રત અમદાવાદના લાદ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. આ પિથીમાં રાસની કથાનુસાર ચિત્ર આલેખવામાં આવ્યાં છે. આ ચિત્રોમાં પાત્રોની વેશભૂષામાં દક્ષિણ અને ગુજરાતીનું મિશ્રણ સ્પષ્ટ જોવા મળે છે. આ કથાની
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy