SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૮ ચિત્ર નૃત્ય નાટય અને સંગીત ૧. ચિત્રકલા કલા અને સંસ્કૃતિના વિકાસ માટે રાજકીય શાંતિ અને સલામતી એ એક આવશ્યક પરિબળ ગણાય છે. આ સમયગાળામાં ગુજરાતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના થતાં પ્રજાએ શાંતિ અને સલામતીને દમ લૂંટયો. ત્રીજી જૂન, ૧૮૧૮ ના રેજ પેશવાઈનું પતન થયું અને ગુજરાતમાં મરાઠી સતાનાં અજવાળાં અસ્ત થયાં, ગુજરાતમાં કમ્પની સરકારની સત્તા દઢ બની. અંગ્રેજી સત્તાના પરિણામે શિક્ષણ વાહનવ્યવહાર તાર-ટપાલ વગેરે ક્ષેત્રોમાં નેધપાત્ર પરિવર્તન આવ્યું. દેશના જુદા જુદા પ્રતિની પ્રજાઓ વચ્ચેનું અંતર ઘટયું, જેની અસર કલાનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં સ્પષ્ટ દેખાય છે. વિજ્ઞાનની અવનવી શોધને કારણે લેકમાં જિજ્ઞાસાવૃત્તિ જગી, વહેમ અંધશ્રદ્ધા રૂઢિઓ જંતરમંતર ઈત્યાદિનું બળ ઘટયું. પશ્ચિમનાં સાહિત્ય વિજ્ઞાન અને સભ્યતાની અસર નીચે લેકમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે નવજાગૃતિ આવી. નવજાગૃતિની અસર કલાનાં ક્ષેત્રમાં પણ દેખાય છે. આજ દિન સુધી જે કલા ધર્માભિમુખ હતી તે હવે સમાજાભિમુખ બને છે. શિક્ષણને પ્રસાર થતાં લેકેમાં કલા પ્રત્યે નો અભિગમ કેળવાય છે.. ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે દેશી રાજ્ય હતાં તેઓમાં દેશના અને વિદેશના કલાકારોને રાજ્યાશ્રય આપવામાં આવતો હતો. સંગીતકારો વાઘકારે નટ–નત અને ચિત્રકારે રાજવીઓના એકબીજાના દરબારમાં જતાઆવતા અને પિતાની કલાનું નિદર્શન કરાવતા હતા. એક મહારાષ્ટ્રી આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ કેશવરાવની ભલામણથી શ્યામરાવ નામના મહારાષ્ટ્રી ચિત્રકારે રાજકોટના કેટલાક અગ્રણી નાગરિકની તસવીરો ચીતરી આપી હતી. આ માટે એને ચિત્રદીઠ રૂ. ૭૫ ચૂકવવામાં આવ્યા હતા. રાજકોટના જ્યુબિલી બાગના સંગ્રહાલય માટે સાતમા એડવર્ડના રાજ્યારોહણના પોઝૂિંટ માટે ઇંગ્લેન્ડના ખ્યાતનામ કલાકાર સર લૂક ફીઝને ભાવનગર રાજ્ય એક હજાર પાઉન્ડ ચૂકવેલા રાજકોટમાં ઈ. સ. ૧૮૯ર માં કર્નલ એલિફન્ટે રાણી વિકટેરિયાના જ્યુબિલી પ્રસંગને સ્મરણાંકિત કરવા જ્યુબિલી મકાન અને કેનેટ હોલની યોજના કરેલી, એ હોલ માટે એ વખતના કાઠિયાવાડના રાજાઓની તસવીર ચીતરવા ઇંગ્લેન્ડથી ફાંક ૩૪
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy