________________
૫૫.
શિલ્પકૃતિઓ
વગેરે નોંધપાત્ર છે, સ્ત ંભની શિરાવતી, એની ફાલનાએ, ઉપરની છત વગેરે પશુ નાની-મોટી આકૃતિ અને ભૌમિતિક ભાતેથી સાભિત દેખાય છે (આ. ૪૮),
આ સમયનાં મકાનેાનાં પ્રવેશદ્રાર પણ વિદેશી અર્ધશિલ્પકૃતિ અને વિદેશી ફૂલ-વેલની ભાતાથી સુશાભિત કરવામાં આવતાં. અહીં અમદાવાદની ઢાળની પાળના એક મકાનનું આવું કલાત્મક કાષ્ઠકાતરીથી યુક્ત એ બારણાંવાળું પ્રવેશદ્વાર તથા ધનાસુથારની પાળના એક મકાનના પ્રવેશદ્વારના આત્તરંગને ઊતરણીવાળા ભાગ ચિત્રા દ્વારા પ્રસ્તુત કર્યો છે. વિકટારિયન શૈલીની સ્ત્રીઆકૃતિનાં શિલ્પા અને અશિા તથા વિલાયતી ફૂલ-વેલની ભાતાથી આ પ્રવેશદ્વારા અને એની દ્વારશાખ શૅાભિત છે, આવાં કલાત્મક પ્રવેશદ્રારાથી યુક્ત મકાન ગુજરાતનાં ગામેા અને નગરામાં ઠેર ઠેર આવેલાં છે. ઘરનાં કબાટ ટેબલ ખુરશી વગેરે રાચરચીલાં પણ આવી વિદેશી ભાતા અને સંરચનાઓથી સુશાભિત કરવામાં આવતાં.
ઘરમાં ઉપયેગમાં લેવાતાં લાકડાંનાં અન્ય રાચરચીલાં-પટારા, મજબૂત મંજૂષા–(પેટી), પાણિયારાં, ઘંટીનાં થાળાં, ડામચિયા પ્લગ કબાટ વગેરે પણ વિદેશી ભાતાવાળી અને ગુજરાતનો પરંપરાગત ભાતાવાળી કાતરણીથી સુશાભિત કરવામાં આવતાં. અહીં જુદા જુદા ચેારસમાં વિવિધ ભૌમિતિક અને ફૂલપત્તીની ભાતાની કલાત્મક કે।તરણીવાળા મજૂસનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે તેની નાની પદલીઓ અને રાડલીએ તથા પાયા પણ સુંદર રીતે કાતરેલાં છે. મજૂસને! ઉપયાગ ઘરની નાની-મોટી ઘરવખરી તેમ ઘી દૂધ ગોળ ખાંડ વગેરે સાચવવા માટે કરવામાં આવતા. ઉપરના ભાગમાં રાજબરાજના વપરાશનાં ગાદલાંરજાઈઆ-આશિકાં ગેાઠવી એના ડામચિયા તરીકે ઉપયાગ કરવામાં આવતા (આ. ૪૯).
મકાનના વિવિધ સ્થાપત્યકીય ભાગામાં બારીઆનું સ્થાન ઘણું અગત્યનું હાઈ એને પણ અંદર અને બહારથી ઉત્તમ પ્રકારની ક્રાંતરણીથી સર્જાવવામાં . આવતી. હવા અને પ્રકાશના આયેાજનનેા બારીની રચનામાં ખ્યાલ રાખવામાં આવતા. અહી અમદાવાદના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી પરાજી સાગરાના સગ્રહમાંની એક કલાત્મક બારીનું ચિત્ર પ્રસ્તુત કરવામાં આવ્યુ` છે. બારીની ફ્રેમ, એના ટાડલા વગેરે જુદી જુદી ભૌમિતિક ભાતાથી સુાભિત છે. બારીની આતરગની મધ્યમાં પૂર્ણ કલશ ક ડારેલા છે. કેટલીક વાર ત્યાં શુભ ચિહ્ન તરીકે લક્ષ્મીજી ગજલક્ષ્મી કે ગણેશનાં અશિલ્પ પણુ કંડારવામાં આવે છે. વિદેશી ઢબની કાતરણીમાં આતરંગની વચ્ચેના ભાગમાં વિલાયતી મુદ્રા કે સીલની કાતરણી કરવામાં આવે છે (આ. ૧૦).