SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ શિકૃતિઓ ૧૨ આ સમયની કલાને ઉત્તમ રીતે જાળવી રાખતાં મદિરામાં ઈ.સ. ૧૮૨૦ થી ૧૮૩૦ ના ગાળામાં બંધાયેલાં સ્વામિનારાયણુમ`દિર શિલ્પ-સ્થાપત્ય કલાની અને કાષ્ઠ—સ્થાપત્યકલાની દૃષ્ટિએ બહુ મહત્ત્વનાં છે. આ ભવ્ય મદિરમાં સ્વામી સહાનંદે શ્રીકૃષ્ણનાં વિભિન્ન સ્વરૂપોની મૂર્તિઓ સ્થાપી. સંપ્રદાયના સાહિત્યને અભ્યાસ કરતાં જણાય છે કે આ મશિની મૂર્તિ આ ડુંગરપુર(રાજસ્થાન)માં તૈયાર કરાવવામાં આવતી હતી, જ્યારે મંદિરનું બાંધકામ અને એનાં શાભન=શિલ્પ ગુજરાતના સ્થાનિક શિલ્પીઓએ તૈયાર કર્યાં હતાં. ચિત્ર (આ. ૨૫) જોતાં જણાશે કે કાષ્ઠકલાની ઉત્તમ કે।તરણીવાળા સિંહાસન પર સ્મૃતિ એ પ્રતિષ્ઠિત કરવામાં આવેલી છે. સિંહાસનેાની ઢાતરણીને સેાના-ચાંદીનાં પતરાંથી મઢવામાં આવે છે. સંપ્રદાયનાં મશિની સેવ્ય પ્રતિમાઓનું કંડારકામ ચારે તરફથી એવી રીતે કરવામાં આવ્યું છે કે જેથી દેવને વસ્ત્રાલ'કારા વ્યવસ્થિત રીતે પહેરાવી શકાય. અમદાવાદના · કાળુપુરના સ્વામિનારાયણમ દિરની શ્રીનરનારાયણદેવની પાષ!ણુ–પ્રતિમા તથા શ્રીધનશ્યામ મહારાજની માનવકથી પણ મોટી પ્રતિમા તેમજ ગઢડાના સ્વામિનારાયણુમંદિરની શ્રીગાપીનાથજીની અને રાધિકાજીની મૂર્તિએ ભાવવાહી અને કલાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ છે. ધોળકાના સ્વામિનારાયણમંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલી શિવ-પાર્વતીની પ્રતિમાનું ચિત્ર અહીં રજૂ કર્યુ છે (આ. ૨૬). અપ કાસનમાં બિરાજેલા શિવના ખેાળામાં ખેઠેલાં પાર્વતીનું લઘુશિલ્પ આરસમાં ઘડવામાં આવેલું છે. લાંખી આંકડાવાળી મૂછામાં શિવનું વ્યક્તિત્વ કાઈ કાઠી દરબાર જેવું ઊપસી આવ્યું છે, પાછળ ભૂમિકામાં મેટા પણ કનાવાળી વિકટારિયન ઢબની ફૂલવેલ . કડાયેલી જોવા મળે છે. ધોલેરા (જિ. અમદાવાદ)ના સ્વામિનારાયણમ`દિરના પ્રાંગણમાં શ્રીજીમહારાજના ચરણાની મેાટી છત્રી આવેલી છે એની પ્રવેશચેાકીના બંને તરફના ઓટલા પર એ મદમસ્ત હાથીઓનાં અશિલ્પ કડારેલ છે. અહી પ્રસ્તુત ચિત્રમાં હાથીની અબાડી પર અંગ્રેજ કે ક્િરંગી અસર અને એનેા ચાકર બેઠેલા જણાય છે. મહાવતના વાળ પણ વિદેશી ઢબે આળેલા છે (આ. ૨૭). સ્વામિનારાયણુમ ંદિર, અમદાવાદના મંડપના ઘુંમટના સ્ત ંભો પર સુ ંદર વાઘધારિણીઓનાં શિલ્પ ગોઠવેલાં છે તેમાંથી એ શિલ્પાનાં ચિત્ર અહીં પ્રસ્તુત કર્યાં છે. મૃદંગ બજાવતી વાદ્યધારિણીની આખેમ આંખો, સપ્રમાણુ દેહયષ્ટિ, વલયાકાર કુંડલ, સ્તનપ્રદેશ સુધીની અધી બાંયવાળી ચેળી, ટિમેખલા વગેરે ખૂબ જ આકર્ષક
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy