SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦. બ્રિટિશ કાલ. જાણીતાં હવેલી–મંદિર જામનગર, ભાવનગર, વડોદરા અને સુરતમાં બંધાયાં, જ્યારે સ્વામિનારાયણ મંદિર વડતાલ, અમદાવાદ, ધૂળકા અને વડોદરામાં બંધાયાં. આ કાલ દરમિયાન જેનેએ ખાસ કરીને જૂનાં મંદિરના જીર્ણોદ્ધાર અંગે ધ્યાન કેન્દ્રિત કર્યું. લાકડામાં બંધાયેલાં મંદિરોને ફરીથી પથ્થરમાં બાંધવામાં આવ્યાં. ગિરનાર અને પાલિતાણાનાં પથ્થરમાં બંધાયેલા જૂનાં મંદિરોને. આરસમાં જીર્ણોદ્ધાર કરવામાં આવે. અમદાવાદમાં હઠીસિંહ કુટુંબ દ્વારા ૧૮૪૮ માં એક અગત્યનું મંદિર બાંધવામાં આવ્યું, જે હઠીસિંહના મંદિર તરીકે પ્રસિદ્ધ છે.. ભૂતકાળમાં જે ભવ્ય, વિશાળ અને સમૃદ્ધ કતરણ-યુક્ત મંદિર બનાવવાની પરંપરા હતી તેને અહીં અંતિમ પ્રયત્ન જણાય છે. જો કે પ્રાચીન કાળમાં શિપીએ જે કૌશલ્ય ધરાવતા હતા તેનું પતન થઈ ગયું હતું. આ સમય દરમ્યાન સ્વામિનારાયણ સંપ્રદાયનાં જે મંદિર બંધાયાં તેમાં ગઢડા, વડતાલ અને અમદાવાદનાં મંદિર નેંધપાત્ર છે. આ સમય દરમ્યાન જામનગરમાં શીખનું ગુરુદ્વારા બંધાયું. સુરતમાં વહેરાઓના ઝાંપામાં આવેલી મસ્જિદ ૧૮૪૦માં બંધાઈ હતી. એના લાકડાના ઊંચા મિનારા ધ્યાન ખેંચે તેવા છે. જામશ્રી વિભાજી ૨ જા(ઈ. સ. ૧૮૫રથી ઈ. સ. ૧૮૯૫)ના રાજ્યકાલ દરમ્યાન એમનાં રાણી મોટાં ધનબાઈએ જામનગરની જૂની જુમા મજિદને મોટું રૂપ આપ્યું. ત્યાં એમને રોજે પણ છે, જે આરસપહાણને બનાવેલ છે અને જેમાં ઝીણી કોતરણ પણ કરવામાં આવી છે. વિભાજીનાં બીજાં રાણું રતનબાઈની મસિજદ શહેરની મધ્યમાં આવેલી છે ને એ મેટી મસ્જિદ તરીકે જાણીતી છે. એને મિનારામાં ૧૨૦ પગથિયાં છે. આ સમય દરમ્યાન ગુજરાતમાં વસતા પારસીઓએ કેટલીક અગિયારીએ પણ બંધાવી હતી. દા. ત. સુરતમાં બે અગિયારી(આતશ બેહરામ) ૧૮૨૩માં બંધાઈ-એક શહેનશાહી પારસીઓની અને બીજી કદમી પારસીઓની. ખંભાતમાં ઈ. સ. ૧૮૪૪ માં એક અગિયારી બંધાઈ હતી. અમદાવાદમાં ખમાસા ચેકી પાસેના બુખારા મહેલ્લામાં શેઠ ખરશેદજી બહેરામજી નાણાવટીએ ૧૮૪૬માં એક દાદગાહ બંધાવી - જે ઈ. સ. ૧૮૮૪ માં આદરિયાનમાં વિકાસ પામી. આ ઉપરાંત અમદાવાદમાં પારસી ધર્મશાળાઓ પણું બંધાઈ હતી, જેમાંની જૂની ધર્મશાળા ઈ. સ. ૧૮૬૬માં બંધાઈ હતી. આ ધર્મશાળા રેલથી પડી જતાં તેના સ્થાને નવી ધર્મશાળા ઈ. સ. ૧૮૯૨માં બંધાઈ હતી. ૧૦ જામનગરમાં ઈ. સ. ૧૮૯૫ માં ટહેમુલજી મીરઝાએ દરેમહેર(અગિયારી)ની સ્થાપના કરી.૧૧
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy