SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૯૮ બ્રિટિશ કાલ જો કે સયાજીરાવના સમયમાં આ વિશાળ મહેલને ઉપગ બંધ થયું અને એનાથી વધુ ભવ્ય એ લમીવિલાસ મહેલ(૧૮૭૮-૯૦) બાંધવામાં આવ્યું. અંગ્રેજી એન્જિનિયરના માર્ગદર્શન હેઠળ એ બાંધવામાં આવ્યું હતું. એના બાંધકામમાં ઇન્ડો-સારસેનિક શૈલી વપરાઈ છે. મકરપુરાને ન મહેલ પણ આ જ સમયે(૧૮૮૦) મિ. ચિશલ્પ દ્વારા બંધાયો. એમણે જ પ્રસિદ્ધ વડોદરા કેલેજની ડિઝાઈન તૈયાર કરી હતી. ૧૯૧૦ માં એમાં ન્યાયમંદિર(કેટ) અને બરોડા મ્યુઝિયમ (પિકચર ગેલેરી) ઉમેરવામાં આવ્યું. ખંડેરાવ માર્કેટ આ સમયે જ બંધાઈ. મરાઠા અમીરાઈનાં મોટાં ભવ(વાડા) મટે ભાગે વાડીના વિસ્તારમાં દક્ષિણ-પૂર્વમાં બંધાયાં. એમાંના નેધપાત્ર વાડાઓ મેરાદ, ફડનીસ અને ઓઝ કુટુંબના છે. ગણપતિનું મોટું મંદિર ગેપાલરાવ મેરાદે બંધાવ્યું, જે આજે પણ ઊભું છે. બીજો જાણત વડે રાવપુરામાં આવેલે ભાઉ તાંબેકરને વાડે છે, જે ૧૮૪૯-૫૪ વચ્ચે બંધાયે. એનાં ભિત્તિચિત્રો અને રંગીન લાકડકામને લીધે આજે એ રક્ષિત ઈમારત છે. અહીંની પ્રસિદ્ધ હવેલીઓમાં સુરેશ્વર દેસાઈની હવેલી, હરિભક્તિની હવેલી અને લલું બહાદુરની હવેલીની ગણના થાય છે; જોકે આ હવેલીઓનું વર્ણન અહીં અપ્રસ્તુત છે, કારણ કે તેઓનું બાંધકામ ૧૮૧૮ પૂર્વેનું છે. અંતમાં ૧૮૩૩-૩૪ માં બંધાયેલ બ્રિટિશ પ્રેસિડેન્સીના મકાનને પણ ઉલ્લેખ કરવો જોઈએ. આ મકાન આજે પણ ઊભું છે. (ખ) રાજમહેલ આ કાલ દરમિયાન સમગ્ર ગુજરાતમાં અનેક મહેલનું નિર્માણ થયું. સૌરાષ્ટ્રમાં વિશેષ બંધાયા. આ મહેલની મુખ્ય બે લક્ષણ હતાં : (૧) ઉપયોગમાં લઈ શકાય તેવા દરબારગઢ હોવા છતાં આ મહેલ બાંધવામાં આવ્યા હતા. (૨) બધા જ મહેલ સાંસ્થાનિક શૈલીમાં બાંધવામાં આવ્યા હતા. આ બંને લક્ષણોથી એમ નક્કી થાય છે કે બ્રિટિશ સંરક્ષણને લીધે આ મહેલ બંધાયા હતા. નવા રાજમહેલ જૂના રાજમહેલે કરતાં વિશાળ અને ભવ્ય હતા. સૌરાષ્ટ્રના કેટલાક જાણીતા મહેલ આ સમયે બંધાયા હતા, જેમ કે રાજકેટ, ધ્રાંગધ્રા, જામનગર(લાલકેટ સહિત ૧૮૩૮-૪૫), રિબંદર, ભાવનગર, મોરબી, વઢવાણ વગેરે સ્થળના મહેલે. ભૂજમાં આવેલ પ્રાગમલજીને. મહેલ કર્નલ વિલ્કિન્સ દ્વારા ૧૮૬૫ માં બાંધવામાં આવ્યું. જૂનાગઢને રાજમહેલ ૧૮૫૮–૮૨ સમયને છે.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy