SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કહે મિશનરીઓ દ્વારા રચિત ગુજરાતી વ્યાકરણના સર્વ ગ્રંથમાં જેવી.એસ. ટેલરકૃત ગુજરાતી ભાષાનું વ્યાકરણ” શ્રેષ્ઠ છે. આ ગ્રંથ ઈ.સ. ૧૮૬૭માં પ્રસિદ્ધ થયે હતા. જે.વી.એસ, ટેલર ગુજરાતી વ્યાકરણના પિતા ગણાય છે. એમના પુત્ર જી.વી. ટેલરે ઈ.સ. ૧૮૯૩ માં અંગ્રેજી ભાષામાં “ધી ટુડન્ટસ ગુજરાતી ગ્રામર' નામનો ગ્રંથ લખે. સી.એમ.એસ. ના મિશનરી થોમસને ભીલ-અંગ્રેજી વ્યાકરણ લખ્યું હતું. ઈ.સ. ૧૮૭૭ માં બર્ટ મૅન્ટગોમરીએ અંગ્રેજી-ગુજરાતી ભાષાને કેશ તૈયાર કર્યો. ખ્રિસ્તી ધર્મશિક્ષણ માટે મિશન-શાળાએ ખેલવામાં આવી. ગુજરાતમાં આવી પ્રથમ મિશન-શાળા લન્ડન મિશન સોસાયટી તરફ સુરતમાં ઈ.સ. ૧૮૪૦માં ફરીથી શરૂ કરવામાં આવી. આઈ.પી. મિશને ઈ.સ. ૧૮૭૫ માં અમદાવાદ ખાતે એક શાળા ખોલી હતી, જે આજે પણ આઈ. પી. મિશન સ્કૂલ તરીકે ચાલુ છે. આણંદ અને બેરસદમાં અનુક્રમે ઈ.સ. ૧૮૮૭ માં અને ઈ.સ. ૧૮૯૨ માં એંગ્લેવર્નાકયુલર શાળાઓ ખોલવામાં આવી. સુરતની “ધી સુરત ગર્લ્સ હાઈસ્કૂલ ઈ.સ. ૧૮૭૬ માં શરૂ થઈ હતી. મન કેથલિક મિશને અમદાવાદમાં ઈ.સ. ૧૮૮૫ માં એક શાળા શરૂ કરી હતી. મિશનરીઓએ શાળાઓ માટે પાઠયપુસ્તક પણ તૈયાર કર્યા. ઈ.સ. ૧૮૪૮માં ગ્લાસગોએ વિદ્યાભ્યાસની પિથી'ને ૧ લે ભાગ પ્રસિદ્ધ કર્યો. અંગ્રેજી ભાષા -શીખવા માટે ટી.એલ. વેસે ઈ.સ. ૧૮૭૦ માં “પાઠમાલાની રચના કરી. | ગુજરાતમાં દેશી મિશનરીઓ તૈયાર કરવા અને એમને ખ્રિસ્તી ધર્મની અધ્યાત્મવિદ્યાનું જ્ઞાન મળી રહે એ માટે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવામાં આવી. ખ્રિસ્તી અધ્યાત્મવિદ્યાની તાલીમ માટેના પ્રથમ વર્ગનું સંચાલન જેમ્સ વાલેસે ઈ.સ. ૧૮૬૪ માં ધામાં કર્યું હતું. ઈ.સ. ૧૮૯૨ માં અમદાવાદમાં સ્ત્રીવન્સન ડિવિનિટી કોલેજની સ્થાપના કરવામાં આવી. ઈ.સ. ૧૮૯૫ માં મેથેડિસ્ટ ચર્ચા મિશને અમદાવાદમાં આવી કૅલેજ શરૂ કરી હતી. આ મિશને વડોદરામાં ઈ.સ. ૧૯૦૬ માં ફરેન્સ બી. નિકેલ્સન સ્કૂલ ઑફ થિજીની સ્થાપના કરી. આ પછી અમદાવાદની મેડિટ મિશનની ઉપર્યુક્ત કોલેજ આ સંસ્થા સાથે ભળી ગઈ. અલાયન્સ ચ ઈ.સ. ૧૯૦૧માં મહેમદાવાદ ખાતે બાઈબલ ટ્રેઈનિંગ સ્કૂલ શરૂ કરી. ધોળકામાં ઈ.સ. ૧૯૦૩ માં સેન્ટ્રલ બાઈબલ ટ્રેનિંગ સ્કૂલ શરૂ થઈ. ઈ.સ. ૧૯૧૩ માં ચર્ચ ઓફ બ્રધને બલસાર બાઈબલ સ્કૂલની રથાપના કરી. ખ્રિસ્તી અધ્યાત્મવિદ્યાને લગતાં પુસ્તક ગુજરાતીમાં લખાયાં. વળી કેટલાક ખ્રિસ્તી ભજન સંગ્રહ તતૈયાર થયા, જેમાંના કેટલાક આ પ્રમાણે છે: કલાર્કસન
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy