SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાળ. એસ. પી. જી. (Society for the Propagation of the Gospel) નામના મિશનની ધ પ્રવૃત્તિએ ગુજરાતમાં ઈ.સ. ૧૮૩૦ માં ટી. ડી. પેટ્ટિન્જર નામના મિશનરી દ્વારા શરૂ થઈ. • આઈરિશ પ્રેસ્જિટેરિયન મિશન, જે ટૂંકમાં આઈ.પી.મિશન તરીકે આળખાય છે, તેના કાર્યની શરૂઆત ગુજરાતમાં ઈ,સ, ૧૮૪૧ થી થઈ. લન્ડન મિશન સ્કૂલ અને એસ.પી.જી. મિશનેાએ પેાતાનુ' ધર્મકાર્યાં ગુજરાતમાંથી સમેટી લીધું ત્યારે એ મિશનાના ધમ પ્રાંત આઈ.પી. મિશનને સોંપવામાં આવ્યા હતા. ગુજરાતમાં મેથેડસ્ટ ચર્ચની શરૂઆત ઈ.સ. ૧૮૭૨થી મહી નદીના દક્ષિણ ભાગમાં થઈ. આ મિશનના આશ્રયે ગુજરાતમાં સૌ પ્રથમ ખ્રિસ્તી મેળા આણંદ પાસેના ભાલેજમાં ઈ.સ. ૧૮૯૫ માં ભરાયા હતા. આ પછી ઈ.સ. ૧૯૦૩ માં અને ઈ.સ. ૧૯૦૬ માં પણ આ પ્રકારના મેળાએનું આયેાજન: થયું હતું. સી. એમ. એસ.(The Church Missonary Society)એ ગુજરાતમાં એની પ્રવૃત્તિઓ ઈ.સ. ૧૮૮૦ માં શરૂ કરી, આ મિશને વિશેષ કરીને ભીલ પ્રશ્નમાં ધ પ્રચારનું કામ કર્યું છે. સાલ્વેશન આર્મી (જે હાલ ગુજરાતીમાં ‘મુક્તિ-ફાજ' તરીકે ઓળખાય છે) નામના મિશનની શરૂઆત ગુજરાતમાં ઈ.સ. ૧૮૮૨ થી થઈ. આ મિશને શરૂ-આતમાં ખ્રિસ્તી ધર્માંના પ્રસારાથે ભારતીયીકરણને મા` અપનાવ્યા હતા. એના અધિકારી આયુરોપિયન હેય તાપણ—ભગવાં વસ્ત્ર ધારણ કરતા, ઉઘાડા પગે ફરતા, માથે મુંડન કરાવત!, કપાળે તિલક કરતા. કથારેક કપાળે ક્રાસની આકૃતિ સિદૂર વડે દારતા, ભારતીય નામ ધારણ કરતા. ભારતીયીકરણ બાબતે શ્રીમતી ટથુકર કહેતાં; “ભારતને જીતવાના આ જ માર્ગ છે.” ગુજરાતમાં અલાયન્સ મિશનની શરૂઆત ઈ.સ. ૧૮૮૩ માં અને ચ ઑફ પ્રેનની શરૂઆત ઈ.સ. ૧૮૯૫ માં થઈ. ગુજરાતમાં ભીલ પ્રશ્નમાં ખ્રિસ્તી ધમના પ્રસાર કરયા આઈ. પી. મિશને ઈ.સ. ૧૮૮૯ માં જંગલ ટ્રાઇમ્સ મિશનની સ્થાપના કરી. ઈ.સ. ૧૯૦૬ માં ભીલ પ્રજા વચ્ચે સી.એમ.એસ., જગલ ટ્રાઇબ્સ મિશન, મેથેાડિસ્ટ એપિસ્ક્રપલ ચર્ચ, સાલ્વેશન આર્મી અને ચર્ચ ક્ બ્રન એમ જુદાં જુદાં પાંચ મિશન કામ કરતાં હતાં.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy