SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક સ્થિતિ ૪૭૫ વિરોધી બની ગયા,૮૩ પરંતુ બીજી બાજુ મુંબઈ તેમજ ગુજરાતના સુધારકે કરસનદાસના વિજયને ફાયદો ઉઠાવી ન શક્યા. ડે. ભાઉ દાજી, શેઠ લક્ષ્મીદાસ, ખીમજી, ઠક્કર મથુરાદાસ લવજી અને કવિ નર્મદ જેવા સુધારકે એ કોર્ટમાં કર. સનદાસને ટેકો આપ્યો હોવા છતાં ચુકાદા પછી જાહેરમાં તેઓ કરસનદાસની પ્રશંસા કરવા પણ તૈયાર ન હતા. મુંબઈની “બુદ્ધિવર્ધક સભા પણ મૌન રહી.** કરસનદાસે ઈ.સ. ૧૮૬૩ માં તેમજ ઈ.સ. ૧૮૬૭માં એમ બે વખત ઇગ્લેન્ડની મુલાકાત લીધી. ઈ.સ. ૧૮૬૭ના અંતમાં એ રાજકોટમાં કાઠિયાવાડ લિટિકલ એજન્ટના મદદનીશ તરીકે નિમાયા. અહીં એમણે સૌરાષ્ટ્રના એ સમયના સુધારકમણિશંકર કીકાણી (ઈ.સ. ૧૮૨૨-૧૮૮૪) દ્વારા શરૂ થયેલ વિદ્યાગુણપ્રકાશક સભામાં સક્રિય ભાગ લીધો. એપ્રિલ, ૧૮૭૦માં એમની બદલી લીંબડી થઈ. ઓગસ્ટ, ૧૮૭૧ માં કરસનદાસનું મૃત્યુ થયું, પરંતુ એ પહેલાં એમણે મુંબઈ જઈને પિતાના મિત્ર માધવદાસ રૂગનાથદાસનું લગ્ન ધનકેર નામની શિક્ષિત વિધવા સાથે કરાવવામાં મહત્વને ભાગ ભજવ્યું.૮૫ પ્રાર્થનાસમાજ ગુજરાતમાં પાશ્ચાત્ય દષ્ટિદેણથી ધર્મશુદ્ધિનું આંદોલન ચલાવવામાં ભોળાનાથસારાભાઈ(ઈ.સ.૧૮૨૨-૧૮૮૬)નું સ્થાન પણ વિશિષ્ટ રહ્યું છે. ભોળાનાથે બ્રિટિશ તંત્ર હેઠળ ફર્સ્ટ કલાસ સર્ડિનેટ જજ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સામાજિક તેમજ ધાર્મિક સુધારાની પ્રવૃત્તિ અંગે એ પૂર્વમાં કલકત્તાથી પશ્ચિમમાં મુલતાન અને કરાંચી સુધીના તેમજ ઉત્તરમાં દિલ્હી-આગ્રાથી લઈને દક્ષિણમાં મદ્રાસ સુધીના વિસ્તારની અગ્રગણ્ય વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા.' રૂઢિચુસ્ત નાગર કુટુંબમાં એમને ઉછેર થયેલ હોવા છતાં ઈ.સ. ૧૮૫૮-૫૯ થી એમના ધર્મ-સંબંધી વિચારોમાં પરિવર્તન આવ્યું અને મૂર્તિપૂજા તેમજ બાહ્ય કર્મકાંડ તરફ એમને અણગમો પેદા થયે. ઈ. સ. ૧૮૫૫ માં ડે. બ્લેરનાં વ્યાખ્યાનની અસર એમના ઉપર ઊંડી પડી હતી. ઈ.સ. ૧૮૫૮-૫૯ દરમ્યાન એમણે અમદાવાદમાં ધર્મસભા' નામનું મંડળ શરૂ કર્યું. આ પ્રવૃતિમાં એમને ગુજરાતમાં પ્રથમ કાપડ મિલ શરૂ કરનાર અને સુધારક એવા રણછોડલાલ છોટાલાલને પણ સહકાર મળે. ઈ.સ. ૧૮૭૦ માં “ધર્મસભાનું નામ “ભક્તિસભા' રાખવામાં આવ્યું અને એમણે કેટલાંક જૂનાં-નવાં ભક્તિ-પદને સંગ્રહ પ્રગટ કર્યો; કે ભેળાનાથને “ધર્મસભા'માં વ્યક્ત થતા વિચારો જુનવાણી લાગ્યા હતા. ધર્મને વહેમ તથા કર્મકાંડથી મુક્ત રાખવાના એમના વિચારમંથનને પરિણામે એમણે. કલકત્તાના બ્રાહ્મસમાજ તરફથી પ્રગટ થતાં પુસ્તક વાંચ્યાં. એમણે ઈ.સ.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy