SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કા સંપ્રદાય કે પથેના વેરાગીઓ લેકમાં ત્રાસ ફેલાવતા હતા. ભૂત-પ્રેતના વહેમ ઉપરાંત દેવ-દેવીઓને ભેગ આપવા માટે જીવ-હિંસા કરવામાં આવતી.૪૭ સહજાનંદ સ્વામીએ ચારિત્ર્યશુદ્ધિ પર વિશેષ ભાર મૂક્યો હતો, તેથી સૌ પ્રથમ એમણે સંપ્રદાયની સત્સંગ-સભામાં સ્ત્રી-પુરુષોની સભાઓ અલગ પાડી. એનું એક પરિણામ એ આવ્યું કે સ્ત્રી અનુયાયીઓ કે સાધ્વીઓએ પિતાની આધ્યાત્મિક જરૂરિયાત સંતોષવા માટે સ્વતંત્ર રીતે શાસ્ત્રોને અભ્યાસ શરૂ કર્યો. એ રીતે સ્ત્રીશિક્ષણના કાર્યમાં તેમજ એમની આધ્યાત્મિક ઉન્નતિની દિશામાં વેગ મળે.૪૮ સહજાનંદ સ્વામીએ સંપ્રદાયના સાધુઓને ગુજરાતમાં જુદે જુદે સ્થળે લેકમાં સદાચારનો ફેલાવો કરવા મોકલ્યા. એમને લેકે તેમજ વેરાગીઓના વિરોધને સામને કરવો પડતો. ઘણી વાર આ સાધુઓ માર ખાઈને પણ આશીર્વાદ આપતા. સહજાનંદે એમના વિરક્ત તેમજ ગૃહસ્થી અનુયાયીઓમાં જે ત્યાગની ભાવના પેદા કરી હતી તેની અસર સમાજ પર ઊંડી પડી. સૌરાષ્ટ્રના ગરાસિયા તેમજ કાઠી દરબારો એમના શિષ્ય બન્યા, એટલું જ નહિ, બલકે સહજાનંદના પાર્ષદ અને અંગરક્ષક તરીકે પણ એમણે કામ કર્યું. ગઢડાના એભલ ખાચર અને એમના પુત્ર દાદા ખાચરે તે સહજાનંદને પિતાનું સર્વસ્વ અર્પણ કર્યું.૪૯ કલકત્તાના બિશપ રેવ. રેજિનાલ્ડ હેબર જ્યારે સહજાનંદને નડિયાદમાં મળ્યા (૨મી માર્ચ, ૧૮૨૫) તે વખતે નેપ્યું કે એમના પિતાના અંગરક્ષક તે સરકારી પગારદાર સિપાઈઓ હતા, જ્યારે સહજાનંદના અંગરક્ષક તે સ્વામીના ઉપદેશથી રંગાયેલા તથા સ્વેચ્છાએ એમનું રક્ષણ કરવાનું ગૌરવ લેતા અને એમના માટે પ્રાણ પાથરનાર અનુયાયી હતા.૫૦ | સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓના બે પ્રકાર હતાઃ એક ગૃહસ્થી, જે સત્સંગી' તરીકે ઓળખાતા અને બીજા ત્યાગી. ત્યાગી બ્રહ્મચારી, સાધુ અને પાર્ષદ એમ ત્રણ પ્રકારમાં વહેંચાયેલા હતા.૫૧ દરેક સત્સંગીને (૧) ચેરી, (૨) વ્યભિચાર, (૩) માંસાહાર, (૪) દારૂ વગેરેથી દૂર રહેવું અને (૫) પિતાનાથી ઊતરતી કટિની નાત-જાતની વ્યક્તિનું ભોજન ન લેવું-એવાં પાંચ વ્રતનું પાલન કરવાનું હતું.પર સંપ્રદાયનાં મુખ્ય ધર્મપુસ્તકમાં રર૧ અનુષ્યપ અને ઉપજાતિવૃત્તનું નાનકડું પુસ્તક “શિક્ષાપત્રીઉપરાંત ત્યાગીઓ માટે ધર્મામૃત” અને “નિષ્કામશુદ્ધિ જેવાં પુસ્તક હતાં, પરંતુ સંપ્રદાયનું અધ્યાત્મશાસ્ત્ર તે સહજાનંદનાં વચનામૃતને સંગ્રહ છે. આ સંગ્રહ મુક્તાનંદ ગોપાળાનંદ નિત્યાનંદ અને શુકાનંદે કર્યો હતેા.૧૩
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy