SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક સ્થિતિ ઈ.સ. ૧૧૬૩)ને બ્રહ્માના અવતાર તરીકે ગણાવવામાં આવ્યા હતા. માતાપંથી અનુયાયીઓની માન્યતા મુજબ ચાર યુગમાંથી પહેલા યુગમાં ભક્ત તરીકે પ્રદૂલાદ, બીજા યુગમાં હરિશ્ચંદ્ર, ત્રીજા યુગમાં યુધિષ્ઠિર અને ચોથા યુગને ભક્ત બલભદ્રને સ્થાને ત્રીજા જ મિશનરી પીર સદર-ઉદ્-દીને પિતાને ભક્ત તરીકે જાહેર કર્યા અને પિતાના નવા અનુયાયીઓને “શક્તિપંથી'ને બદલે “સત્પથી' તરીકે ઓળખાવ્યા.૩૫ મેમણઃ કછ તેમજ સૌરાષ્ટ્રમાં લેહાણ તથા કાછિયામાંથી કેટલાકે ઇસ્લામ ધર્મને સ્વીકાર કર્યો હતો. ઈ.સ. ૧૪૨૧માં સૈયદ યુસુફુદ્દીન કાદરીએ સિંધમાં ૭૦૦ જેટલાં લહાણું કુટુંબને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો. આ લે કે “મેમણ” તરીકે ઓળખાયા. મતિયા કણબી : એ અમદાવાદ નજીકના પીરાણુના સંત ઈમામ સાહેબના અનુયાયીઓ હતા. પંદરમી સદીના મધ્યમાં એમણે અંશતઃ ઇસ્લામ ધર્મને અંગીકાર કર્યો હતો, મતિયા કણબી નૂરસતગુરુમાં પણ આસ્થા ધરાવતા હતા.૩૭ શેખડા ઃ એમની વસ્તી ભરૂચ તથા અમદાવાદ વિસ્તારમાં જોવા મળતી હતી. શેખડા લેકે બાલ મહમદશાહ નામના એક પીરાણું સંતના અનુયાયી હતા. એમના ધાર્મિક રીતરિવાજ ઘણે અંશે મતિયા કણબીના રીતરિવાજને મળતા હતા. -એમાંના ઘણું સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ માનતા થયા હતા.૩૮ પારસી : ઈ. સ. ૧૮૯૧ની વસ્તી–ગણતરી મુજબ ગુજરાતમાં પારસીઓની વસ્તી ૩૪,૪૧૧ જેટલી હતી, જ્યારે ગુજરાત બહાર મુંબઈમાં એમની વસ્તી ૪૭,૪૫૮ જેટલી થતી હતી. આખા મુંબઈ ઇલાકામાં એમની વસ્તી ૯૧,૩૬૧ જેટલી હતી. પારસીઓ સંત જરથુસ્સે સ્થાપેલા જરથુસ્ત્રધર્મના અનુયાયીઓ છે. એમને ધર્મ માઝુદયશ્ની ધર્મ” તરીકે પણ ઓળખાય છે. પારસી ધર્મની માન્યતા મુજબ વિશ્વને સર્જનહાર ઈશ્વર-અહૂરમઝૂદ હતું, જેમાં બધાં શુભ તવોને સમાવેશ થતો હતો, જ્યારે અનિષ્ટ તત્તનું પ્રતીક અઠ્ઠરિમાન તરીકે ઓળખાતું. પારસી ધર્મની માન્યતા મુજબ દરેક વ્યક્તિને આત્મા હતા. શુભ કાર્યો બદલ વ્યક્તિને ફળ પ્રાપ્ત થતાં અને ખરાબ કાર્ય બદલ એને સહન કરવું પડતું. પારસી અગ્નિ જળ સૂર્ય તારા વગેરેને પૂજતા. દરેક પારસીની દષ્ટિએ. પવિત્ર મન, પવિત્ર વાણી અને પવિત્ર આચાર સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે આવશ્યક હતાં. આ ધર્મમાં અગ્નિને ઈશ્વરના પ્રતીક તરીકે ગણવામાં આવતું હોવાથી અગ્નિપૂજા પર ભાર મૂકવામાં
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy