SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક સ્થિતિ ભૂતા ચંગી કિસ્મતી ખાતિયા ખિલજી કુરેશી કારદિયા અરબ બલૂચી મકવાણા અને મિરઘાનો સમાવેશ થતો હતે.૨૭ સૂફી-સંતોઃ ગુજરાતમાં મુભિમ સૂફી–સંતના કુલ દસ પ્રકાર હતા, જેમાં અબ્દાલી નકશબંદી બનવા મલામતિયા હુસેઈની બ્રાહ્મણ કલંદર, મદારી તરીકે ઓળખાતા શાહમદારના અનુયાયીઓ મુસા સુહાગ રાફેઈ અને રસૂલશાહી વગેરેને સમાવેશ થતો હતે.૨૮ નકશબંદી સંતની સંખ્યા ગુજરાતમાં નાની હતી. તેઓ ખ્વાજા બહાઉદ્દ દીન નકશબંદના અનુયાયી હતા. હુસેઈની બ્રાહ્મણ અથર્વવેદમાં માનતા હતા. મહમ્મદ પયગંબર સાહેબના દૌહિત્ર હુસેનના નામ પરથી તેઓ હુસેઈની બ્રાહ્મણ તરીકે ઓળખાતા. તેઓ હિંદુ ધર્મની માન્યતાની સાથે સાથે ઇસ્લામ ધર્મના સિદ્ધાંતનું પણ પાલન કરતા. એમનું વડું મથક અજમેરમાં હતું. તેઓ અજમેરના સંત ખ્વાજા મુઈન-ઉદ્દીનમાં શ્રદ્ધા ધરાવતા. એમની વસ્તી વડોદરા તથા અમદાવાદમાં જોવા મળતી. ૨૯ ૧૫ મી સદીના અંત દરમ્યાન થઈ ગયેલા સંત મુસાના અનુયાયીઓ “મુસા સુહાગ” તરીકે ઓળખાતા. તેઓ પરણેલી સ્ત્રીને પહેરવેશ ધારણ કરતા. એ સુન્ની સંપ્રદાયના હતા અને એમનું મુખ્ય મથક અમદાવાદમાં હતું. સૈયદ અહમદ કબીરના અનુયાયીઓ “રફાઈઓ’ તરીકે ઓળખાતા.૩૦ ઇસ્લામ ધર્મ માં સુન્ની અને શિયા એમ બે મુખ્ય સંપ્રદાય હતા. ગુજરાતમાં ઈ.સ. ૧૮૭૨ ની વસ્તી ગણતરી મુજબ મુરિલમની કુલ વસ્તી ૯,૯૩,૩૨૪ હતી, તેમાંથી ૫,૦૭,૪૪૦ જેટલા સુન્ની મુસ્લિમ અને ૪,૨૨,૭૯૩ જેટલા શિયા મુસ્લિમ હતા. ગુજરાતમાં મુસ્લિમ શાસકે ધારા સુન્ની સંપ્રદાયને ફેલાવો થયે હતું, જ્યારે શિયા સંપ્રદાયના ફેલાવામાં મુસ્લિમ સંતને ફાળે મહવને હતે. આ મુસ્લિમ સંતમાં મુસ્તાલી ઇસ્માઈલી અથવા દાઉદી વહેરાના સંત અબ્દુલ્લાહ (આશરે ઈ. સ. ૧૧૩૦) કુતુબ-ઉદ્-દીન (ઈ.સ. ૧૪૦૦) અને પીરાણું સંત જેવા એમના અનુજે તેમજ સેળમી સદીની શરૂઆતનાં વર્ષો દરમ્યાન થઈ ગયેલા. શાહ તાહિર જેવા ઈસ્માઈલી મિશનરીને ફાળો મહત્ત્વને હતા.૩૧ વહેરાઃ ગુજરાતમાં વહેારા ઈસમાઈલિયા મુસ્તાલી શાખાના શિયા અનુયાયીઓ હતા. ઘણે અંશે આ કેમ વેપાર-વાણિજ્ય સાથે સંકળાયેલી હતી, જ્યારે ખેતી કરતા અને ગામડામાં રહેતા વહેરા સુન્ની સંપ્રદાયમાં માનતા હતા. શિયા સંપ્રદાયના દાઉદી વહોરા સમાજમાં પણ ચાર ફાંટા પડ્યા હતા, જે “જાફરી
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy