SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રકારત્વ નાખી દીએ છે, તે તે વસ્તુઓને એલખીને* લેવી ને... જેમ હીરા, માતી, માણેકને માન આપે છે ને સહાસ પ્રાણ રાખે છે, તેના કદાપી કરાડમા હીસાનુ કે તેમને માન આપે એવી રીતની છપાવનારાઓના મનમાં ઈચ્છા છે. પછી તા ઈવ ઈચ્છા જે થાએ તે ખરૂ’૨૭ vra આ પાક્ષિક દોઢ વર્ષી ચાલ્યુ. અને બંધ પડયું. ગુજરાતી સામયિકના શ્રીગણેશ એનાથી થયા. આ દરમ્યાન ૧૮૫૧માં વિદ્યાભ્યાસ મડળી' સ્થપાઈ હતી. -અંગ્રેજી શાળાના આચાર્યં રાવબહાદુર ભાગીલાલ પ્રાણવલ્લભદાસના પરિશ્રમથી ‘બુદ્ધિપ્રકાશ' ફરી શરૂ તા થયુ. (એપ્રિલ, ૧૮૫૪), પશુ આ મંડળી જ ધીમે ધીમે વિખેરાઈ ગઈ. દોઢેક વર્ષી એણે ચલાવેલું. આ માસિક બાર પાનાંનું હતું અને વર્ષોંનું લવાજમ એક રૂપિયા હતું. આ વ્યવસ્થા પણ બહુ વખત ચાલી નહિ. આખરે ગુજરાત વર્નાકયુલર 'સાસાયટી'એ એને હાથમાં લીધું, ફોર્બ્સની પ્રેરણાથી ૧૮૪૮ માં સ્થપાયેલી આ મંડળીના ઉદ્દેશ ગુજરાતી ભાષા સાહિત્યને ઉત્કર્ષી કરવા, ઉપયોગી જ્ઞાનનેા પ્રચાર કરવા અને સામાન્ય રીતે કેળવણીની વૃદ્ધિ કરવી' એવા હતા. શરૂઆતમાં સેાસાયટીના મંત્રી હરિલાલ મેાહનલાલ અને પછી મગનલાલ વખતચંદે ‘બુદ્ધિપ્રકાશ’નું સંચાલન સંભાળ્યું. ૧૮૫૫ માં સાદરામાં સરકારી નેાકરી કરતા કવિ દલપતરામ ડાહ્યાભાઈ નૈકરી છેાડી સેાસાયટીમાં જોડાયા. ‘બુદ્ધિપ્રકાશ’નુ તંત્રી-પદ ધારણ કરતાં એમણે લખ્યું (જુલાઈ, ૧૮૫૫) : ‘જે જે સજ્જન જગતમાં, પઢશે ખ્રુદ્ધિપ્રકાશ, તા તેની, દલપત કહે, પ્રભુ પૂરી કર આશ.’૨૮ બુદ્ધિપ્રકાશના ઇતિહાસ એક રીતે ગુજરાતના સમાજજીવનને સંકેત આપતું પ્રકરણ પણુ છે. દલપતરામ એમાં મુખ્ય લેખક હતા. પહેલાં પખવાડિક અને પછી માસિક બન્યું. ૬૦૦ જેટલા ગ્રાહક એ મગાવતા, બક્કીને ખ સે।સાયટી પૂરા પાડતી, શિલાછાપમાં છપાતું એ ૧૮૬૪થી ટાઇપમાં છપાવું શરૂ થયુ... અને એને માટે મુદ્રણાલય પણ સ્થાપવામાં આવ્યું. ૧૮૬૮ થી શાસ્રી વ્રજલાલ એના તંત્રી બન્યા હતા. એમણે માસિકનાં થાડાંક પાનાં બાળબોધમાં આપવાના પ્રયોગ કર્યા. પ્રારંભના લૅખામાં મગનલાલ વખતચંદ, મહીપતરામ રૂપરામ, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, વ્રજલાલ શાસ્ત્રી, હરગાવિંદદાસ કાંટાવાળા, લાલશંકર ઉમિયાશંકર, ગાપાળ હરિ દેશમુખ વગેરે હતા. ઇતિહાસ કવિતા ચરિત્ર તત્ત્વજ્ઞાન વાર્તા કેળવણી ભાષાવિષયક નિબધા અને
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy