SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સાયનસામગ્રી 10 માલિકે પેાતાની મિલકતને લગતા નજીકના ભૂતકાળના દસ્તાવેજ પેાતાની પાસે રાખી મૂકવાનું વલણ ધરાવે એ સ્વાભાવિક છે, આ ગ્રંથમાલાના ગ્રંથ ૬ અને ૭ માં ગુજરાત વિદ્યાસભા—અમદાવાદના સંગ્રહાલયમાં સંગૃહીત થયેલાં ખતપત્રાની સમીક્ષા કરવામાં આવી હતી. એના અનુસંધાનમાં આ ગ્રંથમાં પણ એ સંગ્રહાલયમાંનાં ખતપત્રાની સમીક્ષા કરીએ તા માલૂમ પડે છે કે એમાં ૯૬ વર્ષના આ કાલખંડને લગતાં કુલ ૨૪ ખતપત્રાના સમાવેશ થાય છે. ૬ આમાંનાં લગભગ બધાં ખતપત્ર વડેાદરાના ગાયકવાડ રાજ્યના કડી પ્રાંતના પરગણા (કે તાલુકા) વિજાપુરના કસબા વિજ્રપુરને લગતાં છે. અમુક ખતપત્રામાં જણાવ્યું છે કે વડાદરાથી શ્રીમંત કૈલાસવાસી મહારાજ શ્રી ગાવિંદરામ ગાયકવાડના હુકમ સંવત ૧૮૫૬ માં કુમાવીસદાર બલવંતરાય કાસી ઉપર આવેલા કે દીવાનખાનાના દરવાજાથી દક્ષિણે જૂના ક્રેટ સુધી જે પડતર જમીન છે તેમાં આખાદી કરવી. એ હુકમ પ્રમાણે એ કુમાવીસદારે એ જમીન ખરીદી એમાં પાતાના ખર્ચે` ટ–દરવાજાની જોગવાઈ કરી ત્યાં નવું પડે વસાવ્યું ને એમાંની કેટલીક જમીન અમુક ગૃહસ્થાને ઘર બાંધવા માટે વેચાતી આપી. આ વિગત ત્યાંના સ્થાનિક ઇતિહાસમાં મહત્ત્વની ગણાય. ખતપત્રના મથાળે શરૂઆતમાં ફારસી લખાણવાળી ગાળ મહેારની છાપ લગાવતા તેની જગ્યાએ સમય જતાં જરૂરી કિંમતના શ્રીમંત સારી યવાદ સેનાવાયલેજ શમરો લાહાવુ માટેની મહેારની છાપ લગાવવા લાગ્યા.૨૮ વળી ખત નૈાંધવાની લાગતની તથા નકલ કરવાની લાગતની રકમ પણ ટાચે દર્શાવવા લાગ્યા.૨૯ અગાઉ મિતિ (વિક્રમ) સંવતનાં વર્ષોં માસ પક્ષ અને તિથિમાં અપાતી; છેવટમાં એની પછી વાર તેમજ ઈસવી સનનાં વર્ષોં મહિને અને તારીખ સાપવાની પ્રથા પ્રચલિત થઈ.૩૦ ઘણાં ખત વૈશાખ સુદ ૩ની મિતિ ધરાવે છે, ૩૧ જ્યારે ખેડૂતનું હિંસાખી વર્ષાં શરૂ થતું. વિજાપુરમાં કેટલાંક કુટુંબ કિલ્લે કડી જેવાં નજીકનાં સ્થળાએથી, તા ખીજાં કેટલાંક દુખણુ જેવા દૂરના પ્રદેશમાંથી આવી વસ્યાં હતાં.૭૨ કાઈ ખત વીસનગર૩૩ અને ગૂંદરાસણુ૩૪ (તા. વિપુર) જેવાં નજીકનાં અન્ય સ્થળાને લગતાંય છે. ૨૦ આ ખતપત્રામાં કેટલીક જ્ઞાતિએ અને અટકાના ઉલ્લેખ આવે છે; જેમકે દસા–દેસાવાળ વીસલનગરા-નાગર ભટ્ટ–મેવાડા આંજણા કડવા કણબી માદી જોશી ડુમડા બારોટ પરમાર ચૌધરી કડિયા મણિયાર. જમીનની લંબાઈ-પહેાળાઈ સુતારી ગજમાં મપાતી ને એનું ક્ષેત્રફળ ચારસ ગજમાં ગણાતું. જમીન તથા ઘરને લગતા ખતમાં એના ચારે દિશાના હૃદુખ ટ ર
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy