SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ બ્રિટિશ કાહ જુલાઈએ કર્યું હતું. એ જ્ઞાનસાગર આશરે એક વર્ષ ચાલ્યું. પછી તે મંડળી ભાંગી ગઈ ને સઘળું અસ્તવ્યસ્ત થઈ ગયું.. “જ્ઞાનસાગર'માં મેં કંઈ જ લખ્યું નથી, તે લતરામ લખતા.૨૨ - ૧૮૬૧ માં પેસ્તનજી રુસ્તમજી ભરૂચાએ શિલાપ્રેસ પર છપાતું “ભરૂચ વર્તમાન નામે સાપ્તાહિક ભરૂચમાં શરૂ કર્યું. એના તંત્રી સ્થાને લાંબે સમય સેરાબશાહ દાદાભાઈ મુનસફ હતા. પેસ્તનજીએ ચોવીસેક વર્ષ આ પરા ચલાવી, વૃદ્ધાવસ્થાને લઈ એક હિંદુ સજજનને એ વેચી નાખ્યું. ૧૮૮૫ સુધી એ ચાલ્યું. ૨૩ તા. ૭-૧૧-૧૮૬૪થી રાજકોટથી “કાઠિયાવાડ સમાચાર' નામનું સમવારે પ્રસિદ્ધ થતું અઠવાડિક બહાર પડયું હતું. એમાં મુખ્યત્વે કાઠિયાવાડના સમાચાર આવતા. એ ઉપરાંત ચર્ચાપત્રો, કાવ્યો, એજન્સી ગેઝેટના ઠરાવ વગેરે પણ પ્રસિદ્ધ થતાં. તા. ૬-૧-૧૮૮૬થી બેજનજી રુસ્તમજી દરોગાએ ભરૂચથી “ભરૂચ-મિત્ર નામનું બુધવારે પ્રગટ થતું સાપ્તાહિક શરૂ કરેલું. પાછલાં વર્ષોમાં એનું સંચાલન ગાંધી કુટુંબને હસ્તક આવ્યું. સાધન-સ્થળ-સંગની મર્યાદા ધ્યાનમાં લેતાં આ પત્રો ભરૂચ શહેર અને જિલ્લાની સારી સેવા કરી. એની માલિકી ગાંધી કુટુંબના હાથમાંથી ગઈ, પણ એ પરા પ્રગટ થતું રહ્યું. રાજકોટથી ૧૮૮૮માં અંગ્રેજી નામ ધરાવતું ગુજરાતી પર “કાઠિયાવાડ ટાઈમ્સ શરૂ થયું. ટી. એ. વઝીરાણીના તંત્રીપદે એ બુધવારે અને રવિવારે બહાર પડતું. તા. ૧૬-૯-૧૮૮ર થી સુરતથી એદલજી દેરાબજી તલાટીએ પારસી મહિના પહેલા દિવસે પ્રસિદ્ધ થતું “તલાટી સમાચાર' નામે પરા શરૂ કર્યું, આમ એ માસિક હતું, પણ સમાચારપત્રની કક્ષામાં મુકાય તેવું હતું. એને વિશે અત્રે ઉલ્લેખ કરવો એ કારણે પણ આવશ્યક માને છે કે આ પરી તલાટી કુટુંબના સભ્યો સારુ પ્રગટ થતું. એક જ કુટુંબના સભ્યની વાકેફી માટે ખાસ સમાચારપત્ર પ્રકટ થાય એ જેમ નવાઈ જેવું છે તેમ નેધપાત્ર પણ છે.૨૪ રુસ્તમજી જામાપજી દસ્તુર મહેરજી રાણાએ તા. ૧૪-૨-૧૮૯૭થી નવસારીથી દર રવિવારે પ્રગટ થતું “નવસારી પ્રકાશ” નામે પત્ર શરૂ કર્યું, જે નવસારીનું સૌપ્રથમ બિન-સરકારી (ત્યારે ત્યાં ગાયકવાડનું રાજ્ય હતું.) પત્ર હતું. રુસ્તમજી ૧૯૧૧ સુધી એ પત્રના માલિકને તંત્રી રહેલા. એ પછી એમના પુત્ર દેરાબજીએ એમનું સ્થાન સંભાળ્યું, પણ એ વહેલું જ આથમી ગયું. રુસ્તમજી તંત્રી સ્થાને હતા તે દરમ્યાન એમની સામે બદનક્ષીના દસેક મુકદમાં નોંધાયેલા અને લગભગ દરેકમાં કાંઈને કાંઈ પ્રકારની સમજૂતી થયેલી.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy