SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ બ્રિટિશ કહે ૧૮૭૦ માં “ગુજરાતમિત્ર' મંછારામ ઘેલાભાઈ, કીકાભાઈ પરભુદાસ વગેરે ચૌદ જણની બનેલી કંપનીને વેચાયું. દીનશાને પત્ર સાથે લેખક તરીકે સંબંધ ૧૯૦૦ સુધી ચાલુ રહ્યો. પ્રજા હક્ક માટે લડતાં આ અખબાર એક વેળા મેટી મુશ્કેલીમાં મુકાયું. "૧૮૭૮ માં સુધરાઈએ કરવેરા વધારવા વિચાર કર્યો ત્યારે ગુજરાતમિત્ર' એને સખત વિરોધ કર્યો. એ જ અરસામાં લાયસન્સ ટેફસ આદિને લઈ જનતામાં ઉગ્ર અસંતોષ ફેલાયો હતો. એપ્રિલમાં સુરતમાં અપૂર્વ હડતાલ પડી, શહેરમાં હુલિડ ફાટી નીકળ્યું, અંગ્રેજો પર હુમલા થયા. આવા કાર્યમાં “ગુજરાતમિત્ર' દેશીમિત્ર અને સ્વતંત્રતા” ના સંચાલકોને હાથ હેવાને સત્તાધીશોને વહેમ ગયે. તા. ૧૧મોએ મંછારામ, કીકાભાઈ અને બીજાઓની ધરપકડ થઈ. એમ થતાં યાદગાર “સુરત રાવટ કેસ” લડા. ફિરોજશા મહેતા અને ગીલ બૅરિસ્ટર આરોપીઓના બચાવમાં લડેલા. તા ૨૩ મી સપ્ટેમ્બરે સર્વ આરોપીઓને નિદોર્ષ ઠરાવી છોડી મૂક્યા. આ મુકદ્દમાએ આ પત્રોને ભારે પ્રસિદ્ધિ અપાવી. હોરમસજી સેક્રેટરીએ તા. ૧-૪-૧૮૮૮ થી જેકિશનદાસ લલ્લુભાઈ અઠ્ઠાવાળા અને હરિલાલ હર્ષદરાય ધ્રુવની મદદથી સપ્તાહમાં બે વેળા પ્રસિદ્ધ થતું ગુજરાતદર્પણ” નામે પત્ર શરૂ કરેલું અને એ છ વર્ષ ચલાવ્યા પછી ગુજરાતમિત્ર' ખરીદી તા. ૧૯-૮-૧૮૯૪ થી એને એની સાથે જોડી દીધું, ત્યારથી આજ પર્યત એ “ગુજરાતમિત્ર અને ગુજરાતદર્પણને નામે પ્રસિદ્ધ થાય છે. ઉપર “સુરત રાયટ કેસને ઉલ્લેખ કરતાં દેશી મિત્ર સંબંધી નિર્દેશ કર્યો છે. મંછારામ ઘેલાભાઈએ ૧૮૭૩ના મે માસમાં અદના આદમીને ગમી જાય તેવું હળવું વાચન આપતું ઓછા દરનું એ અઠવાડિક કીકાભાઈ પ્રભુદાસની ભાગીદારીમાં પ્રગટ કરવા ઠરાવ્યું. જૂનમાં પ્રથમ અંક પ્રગટ થયે. એ અંકનું કદ કેવળ એક પાનાનું અને પત્રનું લવાજમે વાર્ષિક એક રૂપિયે. પાછળથી લવાજમ દેઢ રૂપિયે કર્યું અને કદેય વધાયું. ૧૮૮૯માં મંછારામે તંત્રી-સ્થાન પિતાના પુત્ર નગીનદાસને સોંપ્યું.૧૪ દેશી મિત્ર' મુખ્યત્વે રમૂજી વાચન આપવા શરૂ કરાયેલું. આ નીતિને એ એટલું વફાદારીથી વળગી રહેલું કે અકસ્માત આગ રોગ ખૂન વગેરેને લગતા સમાચાર પણ એ જ રીતે આપતું. ત્યારે એ વાંચવામાં પ્રજાને રસ પડ્યો હશે, પણ આજે તે એ કૃત્રિમ લાગે છે. એમાં પીરસાતી રમૂજ ગ્રામ્ય હતી, એમાં
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy