SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪ પત્રકારત્વ ૧. વૃત્તપત્રો ગુજરાતી પત્રકારત્વને પ્રારંભ મુંબઈમાં થયું અને એને વિકાસ એ જ મહાનગરમાં થયે. શરૂનાં ગુજરાતી વૃત્તપને ઘરે મોટે ભાગે મુંબઈમાંથી પ્રગટ થયેલે. મુંબઈમાં ગુજરાતીઓની સારી સંખ્યા. પારસી સમાજને ઘણે મોટો ભાગ મુંબઈમાં વસે. પારસીઓએ આ ક્ષેત્રમાં મહત્વનું પ્રારંભિક કાર્ય કર્યું. એમ કરતાં ત્યારના સંજોગોમાં એમણે સામાજિક અને ધાર્મિક ચર્ચાને મહત્વ આપ્યું. ત્યારે સમાચાર મેળવવાનાં આજના જેવાં સાધન નહતાં. તેમ સમાચાર જાણવાની આજ જેવી તાલાવેલી પણ નહતી, એટલે પત્રોની કતારે ઘણે મોટે ભાગ . સામાજિક અને ધાર્મિક ચર્ચાથી ભરાતે. એમાં “રાસ્ત ગોફતાર' જેવા ગણતરીના અપવાદ બાદ કરતાં, જે સમાજમાં પત્રને ફેલા હોય, જે ન્યાત-જાતને પત્રનો પ્રવર્તક હેય, તે જ સમાજને લગતી ચર્ચા માં આવતી. ગુજરાતનાં જ ગુજરાતી પત્ર લક્ષમાં લેવાનાં હેય તે એમાં મુંબઈમાં નીકળેલાં વર્તમાનપત્રોને વિચાર કરવાને ન થાય, પણ આવા વિચારની ગેરહાજરીમાં ગુજરાતી પત્રકારત્વ વિશે સાચે ખ્યાલ ન બાંધી શકાય. એ હકીકતના સંદર્ભમાં ગુજરાત બહાર અને એમાંય મુંબઈમાં પ્રગટ થયેલાં, ખાસ કરીને પ્રારંભનાં, ગુજરાતી પ વિશે ઊડતે ઉલ્લેખ કરવો આવશ્યક બને છે. સુરતમાં જન્મેલા, પણ મુંબઈમાં નાની વયથી ઠરીઠામ થયેલા ફનજી મર્ઝબાને સન ૧૮૧૨ માં સૌ પ્રથમ ગુજરાતી ભાષાનું છાપખાનું શરૂ કર્યું. એમાંથી ઈ.સ. ૧૮૧૪માં . ૧૮૭૧ નું પ્રથમ ગુજરાતી પંચાંગ પ્રગટ કર્યું. એ પછી ચેડાં પુસ્તક છાપી બહાર પાડ્યાં અને ૧૮૨૨ ની ૧લી જુલાઈએ એમાંથી ગુજરાતી ભાષાનું સૌથી પહેલું વર્તમાનપત્ર શ્રી મુમબઈના સમાચાર” શરૂ કર્યું. એ વર્તમાનપત્ર (આજનું “મુંબઈ સમાચાર') આજેય દૈનિક અને સાપ્તાહિક સ્વરૂપે નીકળે છે. ગુજરાતી વૃત્તપત્રોની વિકાસગાથામાં આ પત્રને અતિ અગત્યનું સ્થાન છે. એ ઘણી સમૃદ્ધ દશાને પામ્યું છે. ગુજરાતી વર્તમાનપત્રો વાંચતા મુંબઈના ગુજરાતીઓના વિશાળ વર્ગનું અને ગુજરાતી વેપારી વર્ગનું એ વાજિંત્ર છે. મુંબઈ બહાર પણ એને સારે ફેલાવે તેમ વગવસીલે છે.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy