SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ગ્રંથનાં લેખન તથા પ્રકાશનેને વિકાસ અને મરાઠીમાં કન્યાઓ માટે બાળાસંગીતમાળા' નામે ગાયનગ્રંથને અને “શહનાઈવાદન પાઠમાળા” નામે વાદનના પુસ્તકને પણ આ ગ્રંથમાળામાં સમાવેશ થાય છે. “સંગીત-રત્નાકર” અને “સંગીત–પારિજાત' બે સંગીત-વિષયક સંસ્કૃત ગ્રંથોનું, ભાષાંતર કૃષ્ણશાસ્ત્રી યજ્ઞેશ્વરશાસ્ત્રી પાસે કરાવવામાં આવ્યું હતું. કલાભવન દ્વારા વિજ્ઞાન અને હુન્નર-ઉદ્યોગનું શિક્ષણ ગુજરાતીમાં આપવાને સયાજીરાવ ગાયકવાડને મને ભાવ હતા અને એ કામ એમણે ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજરને ઍપ્યું હતું. ગજજરે તૈયાર કરાવેલા આઠ ભાષાઓના કેશને ઉલેખ ઉપર આવી ગયો છે. શિક્ષણ માટે ગ્રંથ હોવા જોઈએ એ સારુ શ્રી સયાજી જ્ઞાનમંજૂષા” અને “શ્રી સયાજી લઘુજ્ઞાનમંજૂષાનું૧૧ પ્રકાશન ગુજરાતી અને મરાઠીમાં આરંભાયું. એમાંના કેટલાક ગુજરાતી ગ્રંથ નીચે મુજબ છેઃ હીરાલાલ ડાહ્યાભાઈ નાણાવટી-કૃત “સૃષ્ટિશાસ્ત્રને અભ્યાસક્રમ' (૧૮૯૫), રાજારામ રામશંકર ભટ્ટને મરાઠીમાંથી અનુવાદ “રેખાત્મક યથાદર્શન ચિત્રવિદ્યા (૧૮૯૫), ગજાનન ભાસ્કર વૈદ્યકૃત “શ્રી સયાજી વિજ્ઞાનમંજૂષા, પ્રથમ ભાગ (૧૮૮૫), દયાળજી લલ્લુભાઈ દેસાઈએ કરેલે ગ્રીવના અંગ્રેજી પુસ્તકને અનુવાદ યંત્રશાસ્ત્રનાં મૂલતઃ(૧૮૯૫), કેશવલાલ વિઠ્ઠલદાસ દેસાઈકૃત “અંકગણિત શાસ્ત્રીય અને વ્યાવહારિક' (૧૮૯૭), મૂલજી રામનારાયણ વ્યાસકૃત “ક્રિયામક ભૂમિતિ (૧૮૮૯), શિવરામ ગંગાધર સંત-કૃત ‘ક્રિયાત્મક રસાયણ'(૧૮૯૬), ધનુર્ધારીત વ્યાપારી ભૂગલ'. ત્રિભુવનદાસ ગજ-કૃત “રેખા ઉપર રંગનિર્ણય', મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત'-કૃત શિક્ષણને ઇતિહાસ (૧૮૯૫)-જે ગુજરાતી ગદ્યસાહિત્યને પણ એક પ્રશિષ્ટ ગ્રંથ છે અને જેને ઉલેખ પ્રકરણ ૧૩ માં થયેલ છે તે જ્ઞાનમંજૂષામાં પ્રગટ થયેલ છે. વડોદરા રાજ્યના એક ઉચ્ચ અધિકારી હરગોવિંદદાસ કાંટાવાળાએ પિતાને ખર્ચે ૧૮૮૫ માં પ્રાચીન કાવ્ય માસિક શરૂ કર્યું હતું અને એ કેટલાંક વર્ષ ચાલ્યું હતું. જૂનાં ગુજરાતી કાવ્ય એમાં ક્રમશઃ છપાતાં હતાં. ખાસ કરીને વડોદરા રાજ્યમાં થયેલા ગુજરાતી કવિઓની રચનાઓ પ્રગટ કરવા માટે ગાયકવાડ સરકારે એક માતબર રકમ ૧૮૮૮માં મંજૂર કરી ત્યારે પ્રાચીન કાવ્ય મૈમાસિક બંધ કરીને હરગોવિંદદાસ કાંટાવાળા અને નાથાશંકર શાસ્ત્રીએ પ્રાચીન કાવ્યમાળાશરૂ કરી, જેમાં કુલ ૩૫ ગ્રંથ પ્રગટ થયા છે.૧૩ હસ્તલિખિત ગ્રંથભંડાર માટે પ્રસિદ્ધ ગુજરાતનું ઐતિહાસિક પાટનગર પાટણ વડોદરા રાજ્યમાં હતું. એ ગ્રંથભંડારો તપાસવા માટે મણિલાલ નભુભાઈ ૨૭
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy