SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ગ્રંથનાં લેખન તથા પ્રકાશને વિકાસ વિષય-કેશ - હિંદુ પુરાણકથાના પાત્રને અકારાદિક્રમે પરિચય આપતા “નર્મસ્થાકેશ (૧૮૭૦) રચવાની પહેલ નર્મદે કરી છે. વેપારવણજમાં આવતી વસ્તુઓનાં નામોને અંગ્રેજી-ગુજરાતી અને ગુજરાતી-અંગ્રેજી વેપારકેશ'(૧૮૭૨) હેરમસજી દાદાભાઈએ તૈયાર કરેલ છે. રાજ્યવહીવટમાં પ્રચલિત આશરે ૧,૨૦૦ શબ્દોને “રાજ્યકાર્ય શબ્દાર્ણવ (૧૮૭૬): ઘણે રસપ્રદ છે, પણ એનું મુખપૃષ્ઠ ફાટી ગયું હેવાથી કર્તાનું નામ જણ શકાતું નથી. ભોગીલાલ ભીખાભાઈ ગાંધીના રૂઢિપ્રયોગ કેશ(૧૮૯૮)માં ગુજરાતી રૂઢિપ્રયોગેની સમજૂતી અકારાદિકને જરૂર જણાય ત્યાં સાહિત્યિક અવતરણેનાં ઉદાહરણ સહ આપી છે. ચિમનરાય શિવશંકર વૈષ્ણવના ઓષધિશ' (૧૮૮૯) માં ઓષધિઓના સંસ્કૃત ગુજરાતી મરાઠી હિંદી બંગાળી અંગ્રેજી અને લેટિન પર્યાયે તેઓના મુખ્ય ગુણધર્મ સહિત આપ્યા છે. જ્ઞાનકેશ નાદેશ અથવા અંગ્રેજીમાં જેને “એન્સાઈકપીડિયા” કહે છે તેનું પ્રકાશન ગુજરાતીમાં થયું છે, અને એ છે રતનજી ફરામજી શેઠનાએ સંકલિત કરેલ “જ્ઞાનચક. એના નવ ગ્રંથ છે અને એ ૧૮૯૯થી ૧૯૧૨ સુધીમાં પ્રગટ થયા છે તથા પ્રકાશનસ્થાન મુંબઈ છે. એમાં બધા મળી આશરે ૧૫,૦૦૦ વિષયનું વિવરણ છે. આ ગ્રંથને ઇનામ મળેલાં છે એની આભારનેધ એમાં છે તથા પરામર્શ કેના અહેવાલ પણ કેટલાકમાં છે. આ જ્ઞાનકેશ હવે જૂને થયો હોવા છતાં અને એમાંના કેટલાક લેખોનાં વિધાન વિદ્વાનોમાં ચર્ચાસ્પદ થયાં હોવા છતાં રતનજી શેઠનાએ એકલે હાથે કરેલી એની આજના અને એ પાછળ લીધેલી જહેમત પ્રશંસનીય છે. પ્રસ્તુત સમયગાળામાં બીજો કોઈ જ્ઞાનકેશ રચાય નથી." સર્વસંગ્રહ બબ્બે ગેઝેટિયર્સની ગ્રંથમાળામાં પ્રગટ થયેલા અંગ્રેજી ગ્રંથને આધારે કવિ નર્મદાશંકરે “ગુજરાત સર્વસંગ્રહ' (૧૮૮૮) અને કાઠિયાવાડ સર્વ સંગ્રહ (૧૮૮૯) એ બે ગ્રંથ તૈયાર કર્યા હતા તે બંને ૧૮૮૬માં નર્મદાશંકરના અવસાન પછી પ્રસિદ્ધ થયા હતા. વડોદરા રાજ્યસર્વસંગ્રહના ચાર ભાગ (રાજ્યના ચાર પ્રાંત-કડી વડોદરા નવસારી અને અમરેલી વિશે) ગેવિંદભાઈ હાથીભાઈ દેસાઈની રાહદારી નીચે તૈયાર થયેલા. તેઓનું પ્રકાશને પ્રસ્તુત કાલખંડ પછી તુરત ૧૯૧૭–૧૮ માં થયું હતું.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy