SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી થાનાં લેખન તથા પ્રકાશને વિકાસ ૧૩, અને એમાં આશરે ૧૦,૦૦૦ શબ્દ છે. શાપુરજી એદલજી-કૃત “ગુજરાતી અને અંગ્રેજી, કેશ(૧૮૬૩)માં આશરે ૨૭,૦૦૦ શબ્દ છે. એના પ્રસ્તાવનારૂપ અંગ્રેજી . લેખમાં કર્તાએ પહેલી જ વાર ગુજરાતી ભાષાને ઇતિહાસ આપવાનો પ્રયત્ન કર્યો. છે. બાબારાવ તાત્યારાવજી રણજિત અને શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરકૃત “સંસ્કૃત તથા ગુજરાતી કેશ'(૧૮૭૧) આશરે ૧૨૦૦૦ શબ્દાને ઉત્તમ શાળાપગી કોશ છે. જામાસ્પજી દરસૂર મીનેચેહેર-કૃત “પહેલવી-ગુજરાતી અને અંગ્રેજી શબ્દ-- કેશ' (૧૮૭૭) એક વિરલ દેશ છે. એમાં માહિતી પૂર્ણ અંગ્રેજી પ્રસ્તાવના ઉપરાંત એ જ ગુજરાતી દિબા” છે. આ પહેલે અને કદાચ અત્યાર સુધી, છેલ્લો પહેલવી-ગુજરાતી શબ્દશ છે. કવિ નર્મદાશંકરને “નમે કેશ એ ગુજરાતી દેશ-સાહિત્યના ઇતિહાસમાં સૌથી મોટું સીમાચિહ્ન છે. એની પહેલાંના કેશ “ગુજરાતી-અંગ્રેજી' અર્થાત ઘણું.. ખરું દ્વિભાષી હતા, પરંતુ ગુજરાતી શબ્દનો અર્થ ગુજરાતીમાં આપે અને એને સાહિત્યનાં પ્રમાણોથી પુષ્ટ કરે, ઉરચારાનુસારી જોડણીની કંઈક વ્યવસ્થા ગોઠવે અને. ભાષાનો ઈતિહાસ ખ્યાલમાં રાખી, શકય હોય તે શબ્દના મૂળને નિર્દેશ કરે એવા કેશની અપેક્ષા પ્રથમ વાર એક સાચા ભાષાપ્રેમી વિદ્વાન અને કવિને હસ્તે, પૂરી થઈ એ ગુજરાતી ભાષાનું સદ્ભાગ્ય છે. જય જય ગરવી ગુજરાતનું અમર ગીત રચીને કપરા આર્થિક સંજોગોમાં પણ જેણે આ મહાગ્રંથ કોઈ વ્યક્તિને. નહિ, પણ સમસ્ત ગુજરાતી પ્રજાને અર્પણ કર્યો એનું દૌર્ય, વેધક દૃષ્ટિ અને ઊંડે દેશપ્રેમ ચિરસ્મરણીય છે. સંપૂર્ણ “નર્મ કેશ' ૧૮૭૩ માં પ્રગટ થયે; એમાં ૨૫,૦૦૦ થી વધુ શબ્દ છે. નર્મદ પછીના તમામ કોશકારોએ અનિવાર્યપણે. નમ કેશને આધાર લીધે છે. નમ દેશ'ના પ્રકાશન પછી એની પ્રેરણાથી તથા એની પૂર્તિરૂપે કેટલાક નાનામોટા શબ્દકેશ રચાયા તેઓમાં નીચેના નોંધપાત્ર છે. કાલિદાસ બ્રિજભૂખણ દાસ અને બાલકિસનદાસ બ્રિજભૂખણદાસકૃત ગુજરાતીને ગુજરાતી અને અંગ્રેજી કોશ”(૧૮૮૫)માં વિશેષતઃ સૌરાષ્ટ્રમાં વપરાતા શબ્દ આપ્યા છે. મોતીલાલ મનસુખરામ શાહ(પત્રકાર-ફિલસૂફ વાડીલાલ મોતીલાલ શાહના પિતા)ને ગુજરાતી શબ્દકોશ (૧૮૮૬) મુખ્યત્વે ઘરગથુ તથા ખેડૂતે કારીગરો અને વેપારી. એમાં વપરાતા શબ્દ આપે છે. પટેલ જેસંગ ત્રીકમદાસ અને ત્રિભવન ગંગાદાસને ગુજરાતી શબ્દાર્થ સંગ્રહ ભાગ-૧(૧૮૯૫) મુખ્યત્વે મહીનદીની ઉત્તરે બોલાતા શબ્દોને સંગ્રહ છે. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈકૃત પ્રાંતિક શબ્દસંગ્રહ”
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy