SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાલ મિસિસ પિસ્ટાસે ૧૮૩૮ માં સુરત અને કચ્છની મુલાકાત લઈ પિતાના એ પ્રવાસનું વર્ણન કરતે અંગ્રેજી ગ્રંથ૮ બહાર પાડેલ. એમાં કચ્છનાં દેશી રાજ્યની રીતરસમેનું ખાન નોંધપાત્ર છે. રાજસ્થાનની તવારીખના લેખક લેફટનન્ટ-કર્નલ જેમ્સ ટોડે પશ્ચિમ ભારતના પ્રવાસ વિશે જે વિસ્તૃત ગ્રંથ૧૯ ૧૮૩૯ માં પ્રસિદ્ધ કર્યો છે તેમાં ગુજરાતનાં ચંદ્રાવતી તથા નહેરવાલ (અણહિલવાડ પાટણ) અમદાવાદ ખેડા ખંભાત ઘઘા ભાવનગર વલભી પાલીતાણ, શત્રુંજય ગારિયાધાર ઉમરાળા કોડીનાર સુત્રાપાડા સેમિનાથપાટણ ચોરવાડ જૂનાગઢ ગિરનાર ધૂમલી દ્વારકા શંખોદ્વારબેટ માંડવી ભૂજ વગેરે અનેક સ્થળનું વર્ણન આપ્યું છે; એમાં તત્કાલીન તીર્થધામો તથા દેવાલય વગેરે સ્મારકાની વિપુલ માહિતી મળે છે. એચ. જી. બ્રિગ્સ ૧૮૪૭-૪૮ માં ગુજરાતને જે પ્રવાસ ખેડેલે તેનું વર્ણન કરતે એમને અંગ્રેજી ગ્રંથ ૧૮૪૯ માં પ્રકાશિત થયે. એનું શીર્ષક રાખ્યું છે “The Cities of Gurjarashatra” એમાં લેખકે ગુર્જ રાષ્ટ્ર અર્થાત ગુર-રાષ્ટ્રનાં સુરત ખંભાત અમદાવાદ વડોદરા અને ભરૂચ જેવાં મોટાં શહેરોનું જે ભૌગોલિક તથા અતિહાસિક બયાન આપ્યું છે તે સમકાલીન વૃત્તાંત તરીકે ઘણી ઉપયોગી માહિતી પૂરી પાડે છે. પ્રવાસ દરમ્યાન એ વિવિધ ક્ષેત્રના અહીંના અનેક અગ્રગણ્ય માણસોને મળ્યું હતું. એ સંવેદના તથા સદ્દભાવ તેમ બારીક અવલોકન શક્તિ તથા સાહિત્યક પ્રતિભા ધરાવતા હતા. એ નિયમિત રજનીશી રાખતો, જેને લીધે આ ગ્રંથ નક્કર હકીકતોની દૃષ્ટિએ આધારભૂત બને છે. અંગ્રેજ મુસાફરે અને વેપારીઓ પોતાના ગ્રંથમાં અહીંનાં દૂધપીતી અને સતીપ્રથા જેવાં સામાજિક અનિષ્ટોની ટીકા કરતા. એડવર્ડ મૂરે ૧૮૧૧માં હિંદુ-બાળહત્યા પર પુસ્તક લખેલું તેવી રીતે જેન કૅરમૅક અને વિલ્સને દૂધપીતીને ચાલ બંધ કરવાના તેમજ જેમ્સ પિસે સતી પ્રથાનું અનિષ્ટ દૂર કરવાના ઉપાય વિશે પુસ્તક લખ્યાં.૨૦ ઈગહામે ખ્રિસ્તી મિશનરીઓના કાર્યને લગતાં પુસ્તકોમાં શાળાઓ દ્વારા ખ્રિસ્તી ધર્મને ફેલા કરાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો.ર૧ બારડેલે ગુજરાતની જ્ઞાતિઓ વિશે માહિતી એકત્ર કરી એ વિશે અભ્યાસ પૂર્ણ પુસ્તક લખ્યું. થી ફરામજી બમનજીએ “ગુજરાત તથા કાઠિયાવાડ દેશની વાર્તાઓ ૧૮૭૨ માં ત્રણ ભાગમાં પ્રસિદ્ધ કરી તે ઐતિહાસિક અનુશ્રુતિને લગતી લોકકથાઓ તરીકે
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy