SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ , બ્રિટિશ કાણ ૧૮૧૮ માં ખેરદેહ અવસ્તા બા માએની'નું એક મોટું પુસ્તક બહાર પાડયું. પારસીઓના ધર્મપુસ્તક બોરદેહ અવસ્તારના ગુજરાતી તરજૂમા સાથેનું એ સર્વથી પહેલું પુસ્તક છે. એ જ વરસમાં શેખ સાદીના “કરીમાને અનુવાદ અને નસિહતની ફારસી ચોપડીઓના તરજુમા પ્રગટ થયા. ઈ.સ. ૧૮૧૯ માં “બુનદેહશ” નું પુસ્તક છાપ્યું અને કેટલાંક નાનાં ચોપાનિયાં બહાર પાડ્યાં. ઈ. સ. ૧૮૨૨ માં એમણે મરેના અંગ્રેજી વ્યાકરણને ગુજરાતી તરજૂમે પ્રગટ કર્યો. - ઈ. સ. ૧૮૨૬માં એમણે ગાશીતળાની સમજણને લગતું પુસ્તક છાપ્યું, જે સરકારે પિતાને ખરચે પ્રજામાં મફત વહેંચ્યું હતું કે ગુજરાતી અને નાગરી અક્ષરનાં બીબાંની બનાવટની કળામાં સુધારે, કરનાર અને દિવસે દિવસે એના મરેડ આકર્ષક કરવામાં સંપૂર્ણ સહાય કરનાર ટોમસ ગ્રેહામ અને સુરતને જીવણ લુહાર છે. ટોમસ ગ્રેહામે લેખંડના ખીલા ઉપર અક્ષરે કેમ કે તરવા એની કળા છવણ લુહારને બતાવી (૧૮૩૫). અમેરિકન મિશન પ્રેસમાં છવણ લુહારની બનાવટનાં નાગરી અને ગુજરાતી બીબાંને ઉપયોગ થયું હતું. જાવજી દાદાજીની તથા બીજી ફાઉન્ડરીઓમાં જે સાદા પૈકા એટલે ૧૨ પોઈટનાં બીબાં બને છે તે મૂળ જીવણ લુહારનાં, પણ પાછળથી સુધારેલાં જ છે. ૧૮૪૫-૪૮ માં “દફતર આશકારા'માં કામ કરતા એક પારસીએ હાલમાં “રાસ્ત ગેસ્તારમાં છપાતાં ૧૪ પોઈટનાં બીબાં બનાવેલાં અને એ જ પારસીએ. ૧૮ પોઇન્ટનાં “ઍલગેટેડ” ગુજરાતી બીબાં પણ બનાવેલાં છે. ટોમસ ગ્રેહામે કેળવી તૈયાર કરેલા બેત્રણ મરાઠાઓએ જુદી જુદી જાતના ગુજરાતી અને નાગરી અક્ષર બનાવેલા છે, જે આજે સામાન્યતઃ સઘળા ગુજરાતી નાગરી છાપખાનાઓમાં વપરાય છે. નાનાભાઈ રુસ્તમજી રાણીનાના ૧૪ પોઈન્ટના ને બીજા અક્ષરના તેઓએ જાતેજ પંચ કરેલા છે. એજ્યુકેશન સોસાયટીના ગુજરાતી અને મરાઠી. અક્ષરોના ખીલા બનાવવાનું માન ઈસ્ટ ઈન્ડિયા કંપનીના જેમ્સ વિલિ નામના એક નેકરોને ફાળે જાય છે. પગ અને માથા વગરના અક્ષર “જામે જમશેદ'માં વપરાય છે. ગુજરાતીમાં વાંકડા અક્ષરો બનાવવાની રૂઢિ “ગુજરાતી ટાઈપ ફાઉન્ડરીએ કરી છે. એ વાણના બની શકે તેવા મરોડદાર અક્ષરો બનાવવાની કલ્પના ઈન્ડિયન સ્પેરેટર' નામના વારિકના એક સબઍડિટર મેબેજીએ ૧૮૮૬ માં કરી હતી અને એની કેટલીક મુદ્રાઓ પણ બનાવી હતી. આજે ગ્રેહામનાં પંચે નાનાભાઈ રાણીનાનાં પંચે અને મંત્રીસે, ગણપતનાં પંચે (ખીલા) તથા કાળુ, લુહારનાં ખીલા અને મંત્રીસે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈની અને મગનલાલ ઠાકરદાસ મેદીની મૂળ મલિકીની ગુજરાતી ટાઈપ ફાઉન્ડરીના કબજામાં છે. વળી
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy