SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય છે. ‘નવસારી પ્રાંતની કાલી પરજ’(૧૯૦૧) એ પુસ્તકમાં પ્રેમાનદ ધેાળીદાસ પટેલ દક્ષિણ ગુજરાતના આદિવાસીએ વિશે રસપ્રદ સામાજિક અધ્યયન રજૂ કરે છે. ૩૯: અંબાલાલ સાકરલાલ દેસાઈએ મીલના અંગ્રેજી પુસ્તક ઉપરથી ‘અશાસ્ત્રના સિદ્ધાન્તા’(૧૮૭૫) એ પુસ્તક ‘ગુજરાત વર્નાકયુલર સેાસાયટી'ને આપ્યું છે અને ચિમનલાલ હરિલાલ સેતલવાડનું ‘અર્થશાસ્ત્રનાં મૂળ તત્ત્વા’(૧૮૮૬) પુસ્તક પણ એ સંસ્થાએ પ્રગટ કર્યું છે. બળવતરામ મહાદેવરામ મહેતા કૃત “હિન્દની રાજયવ્યવસ્થા અને લેાકસ્થિતિ’(૧૮૮૯), જગજીવનદાસ ભવાનીશંકર કાપડિયા—કૃત ‘પ્રતિનિધિ રાજ્ય વિષે વિવેચન'(૧૮૯૩), કૃપાશંકર દોલતરામ ત્રવાડી-કૃત ‘રૂશિયા’(૧૮૯૮) અને 'કેશવલાલ મેાતીલાલ પરીખ-કૃત ‘હિન્દની ઉદ્યોગસ્થિતિ’(૧૯૦૭) એ જ સંસ્થાનાં પ્રકાશન છે. મણિલાલ નભુભાઈને ચેતનશાસ્ર’(૧૮૯૬) અને હરસિદ્ધભાઈ વજુભાઈ દિવેટિયાના ‘માનસશાસ્ત્ર’(૧૯૧૪) એ અ ંગ્રેજીને આધારે લખાયેલા મને વિજ્ઞાનના ગ્રંથ છે. હારમસજી ફરામજી ચિનાઈ–કૃત ‘ચીન અને ઇંગ્લૅંડ ખાતેના વેપારનું ગણિત પુસ્તક'(૧૮૬૦) પશ્ચિમ ભારતના પરરાષ્ટ્રિય વેપાર તેમજ વ્યવહારુ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ જોવા જેવું છે. વ્યાકરણ અને ભાષાશાસ્ત્રને વિષય આપણી ભાષામાં અર્વાચીન કાલમાં જ ખેડાયેા છે. જૂની ગુજરાતીમાં તેરમા સૈકાના સંગ્રામસિંહકૃત ‘બાલશિક્ષાથી માંડી અનેક ઔક્તિક રચાયાં છે તે લેાકભાષા દ્વારા સંસ્કૃત શીખવા માટેનાં વ્યાકરણ છે, લેાકભાષાનાં વ્યાકરણ નથી. વળી કેળવણીને! આરંભ થયા પછી, પ્રથમ પુસ્તક ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’(૧૮૪૦) ગંગાધરશાસ્ત્રી ફડકેએ લખ્યું, પણુ એ એમના મરાઠી વ્યાકરણનું લગભગ ભાષાંતર હેાઈ અતિશય ખામીભરેલું છે,૧૫ એ પછી મહીપતરામ(૧૮૬૨), હરગાવિંદદાસ કાંટાવાળા, લાલશ કર ઉમિયાશંકર અને બીજા કેટલાકે શાળાપયેાગી વ્યાકરણ લખ્યાં છે. નર્મદાશંકરનું ‘નર્મ વ્યાકરણ’(૧૮૬૫) અગ્રયાયીની કૃતિ તરીકે ધ્યાનપાત્ર છે, પણ આ ક્ષેત્રે -અગ્રિમ સીમાચિહ્નરૂપ, જોસેફ્ વાન સેમરેન ટેલર-કૃત ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ' “નાનું અને મારું બંને-૧૮૬૭ માં પ્રગટ થયાં છે. આપણા સમયગાળામાં થયેલું ભાષાશાસ્ત્ર વિશેનુ` કા` કેવળ પ્રાથમિક -સ્વરૂપનું છે, મહીપતરામે વ્યુત્પત્તિપ્રકાશ’(૧૮૮૨) તૈયાર કર્યો છે, પણ એમને -અથવા વ્યુત્પત્તિપાઠ’(૧૮૭૨)ના કર્તા નવલરામ જેવા વિવેચક વિદ્વાનને ક્રમિક
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy