SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કહે શ્રી ચતુર્ભુજ શિવજી મહેતાએ મુંબઈ સરકારનાં દફતરમાંથી પ્રગટ થયેલા Miscellaneous Information Connected with the Province of Kutch, વગેરેના આધારે કચ્છના ઇતિહાસને સળંગ સંક્ષિપ્ત વૃત્તાંત તૈયાર કરી ૧૮૬૯ માં કરછ વૃત્તાંત' નામે પ્રકાશિત કર્યો. એમાં મહારાવ પ્રાગમલજી(રાજ્યારોહણ સં. ૧૯૧૭)ના રાજ્યકાલ સુધીને વૃત્તાંત આપે છે. એ અને બીજી વધુ સાધનસામગ્રીમાંથી દેહન કરીને શ્રી આત્મારામ કેશવજી દ્વિવેદીએ “કરછ દેશને ઇતિહાસ' તૈયાર કર્યો, તે ૧૮૭૬ માં પ્રસિદ્ધ થયા. એમાં એ વર્ષ સુધીની માહિતી ઉમેરી છે. દરમ્યાન મિ. ઇલિયટે અંગ્રેજીમાં વડોદરાના રાજાઓને ઇતિહાસ તૈયાર કર્યો, તે ૧૮૭૮ માં “Rulers of Baroda' શીર્ષક નીચે પ્રકાશિત થયો. શ્રી ઈશ્વરદાસ ઇરછારામ મશરૂવાલાએ એનું ગુજરાતી ભાષાંતર કર્યું, તે વડોદરાના રાજ્યકર્તા” નામે ૧૯૫૦ માં બહાર પડ્યું. એમાં વડોદરાના રાજ્યને રાજકીય ઇતિહાસ, બ્રિટિશ રેસિડન્ટ તથા દીવાને, ગાયકવાડી મુલક વગેરેને લગતી ૧૯૦૫ સુધીની માહિતી વિગતે આપવામાં આવી છે. શ્રી ઝાલાવંશવારિધિ” (ઈ. સ. ૧૯૧૭), “મકરધવજવંશી મહીપમાલા” (સં. ૧૯૭૮), ગેંડળને ઇતિહાસ અને મહારાજા શ્રી ભગવતસિંહજી જીવનચરિત્ર' (ઈ. સ. ૧૯૨૭), યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસ (ઈ. સ. ૧૯૩૪) વગેરે ઇતિહાસ ગ્રં ૧૯૧૪ પછી નજીકના સમયમાં લખાયા હેઈ એમાં પણ આ કાલખંડના ઈતિહાસ વિશે ઠીક ઠીક પ્રમાણમાં સમકાલીન માહિતી મળે છે. ૧૯૦૨ માં “ભારત રાજ્ય મંડળ” નામે દળદાર ગ્રંથ પ્રસિદ્ધ થયે, જેમાં ભારતખંડનાં મોટાંનાનાં દેશી રાજ્યો વિશે વિપુલ માહિતી આપેલી છે. એમાં એના લેખક શ્રી અમૃતલાલ ગ. શાહ બાપાવાળાએ કચછનું રાજ્ય, કાઠિયાવાડ એજન્સીનાં મેટાં રાજ્ય, પાલનપુર એજન્સીનાં મોટાં રાજ્ય, ઈડરનું રાજ્ય, રેવાકાંઠા એજન્સીનાં મેટાં રાજ્ય, વડોદરાનું રાજ્ય, ખંભાતનું રાજ્ય અને સુરત એજન્સીનાં મોટાં રાજેના વિપુલ વૃત્તાંતને તેમજ એ એજન્સીઓમાં આવેલાં નાનાં રાજ્યના સંક્ષિપ્ત વૃત્તાંતને સમાવેશ કર્યો છે. ગુજરાતમાં આવેલાં મેટાંનાનાં દેશી રાજ્યના ઈતિહાસ માટે આ ગ્રંથ હજી ઘણે ઉપકારક નીવડે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા” તરફથી Ruling Princes of India ગ્રંથમાળામાં જૂનાગઢ રાજયના અતિહાસિક પુરાતત્વીય રાજકીય અને આંકડાકીય વૃત્તાંત તરીકે મિ. એડવઝ અને ફ્રેઝરે અંગ્રેજીમાં લખેલે ગ્રંથ ૧૯૦૭ માં પ્રકાશિત થયે. એમાં જૂનાગઢના નવાબ અને રાજ્યના તાજેતરના ઈતિહાસને લગતું પ્રકરણ રાજકીય
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy