SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાલ બાલગી વાચનસામગ્રી તરીકે વાર્તાઓનાં કેટલાંક પુસ્તક પ્રગટ થયેલાં છે. મેંધપાત્ર એ છે કે એ વાર્તાઓનાં સ્વરૂપ અને કથનરીતિ જૂના ગુજરાતી બાલાવબેમાંની કથાઓ જેવાં નહિ, પણ પ્રમાણમાં અર્વાચીન રીતિનાં છે. આ પુસ્તકમાં9 બાપુશાસ્ત્રી પંડયા-કૃત “ઈસપનીતિકથા'(૧૮૭૦), અજ્ઞાતકર્તક ગુજરાતી પંચોપાખ્યાન'(૧૪૪૦) અને “ઈસપની વાત'(૧૮૪૭), ભોગીલાલ નાનાલાલ-કૃત નીતિબેધ' ભાગ ૧-૨(૧૮૫૨), રણછોડદાસ ગિરધરભાઈકૃત ઈસપ-નીતિની વાત (૧૮૫૪) અને “નીતિબોધકથા'(૧૮૫૬), અરદેશર ફરામજી મૂસકૃત નીતિબેધક નિબંધ (૧૮૫૮), મનમોહનદાસ રણછોડદાસકૃત નીતિબંધ કથા' ભાગ ૧-૨ (૧૮૬૨) આદિને નિર્દેશ કરી શકાય. કેખુશરુ હેરમસજી અલપાઈવાલા-કૃત મુંબઈમાં દેશીઓની કેળવણી(૧૮૫૫) એ કાલે પ્રચલિત થયેલી નવી કેળવણીનું સિંહાવલોકન કરે છે. એ સમયે પ્રગટ થયેલાં વિવિધ વિષયનાં કેટલાંક પાઠયપુસ્તકોમાં છે. આર. જરવીસની કર્તવ્યભૂમિતિ'(૧૮૨૬), ભૂમિતિ (૧૮૫૬) અને બીજગણિત’(૧૮૫૬), નંદશંકર તુળજાશંકર મહેતા-કૃત “ભૂમિતિનાં મૂળતના પહેલા છ સ્કંધ (૧૮૫૯), ગોવિંદ નારાયણ-કૃત ઉભિજ પદાર્થ (૧૮૫૮), વિકાછ કેખુશરુ રુસ્તમજીકૃત “સિદ્ધ પદાર્થવિજ્ઞાન'(૧૮૭૧), મહીપતરામ રૂપરામ નીલક ઠસ્કૃત ‘પદાર્થવિજ્ઞાન'(૧૮૭૩) આદિ ઉલ્લેખનીય છે. આપણુ અભ્યાસપાત્ર કાલખંડમાં શિક્ષણનાં ઈતિહાસ અને ફિલસૂફીના કેટલાક નેધપાત્ર ગ્રંથ છે. મણિશંકર રત્નજી ભટ્ટ કાન્ત)-કૃત “શિક્ષણનો ઈતિહાસ (૧૮૯૫) એ સમર્થ કૃતિ એમાં અગ્રસ્થાને છે. પ્રાચીન-ભારત ગ્રીસ રામ ચીન ઇજિપ્ત ઇઝરાયેલ અરબસ્તાન અને યુરોપના દેશોમાં શિક્ષણ જે પ્રકારે ઉદ્ભવ્યું તથા પ્રવ', શિક્ષણશાસ્ત્રીઓએ એ માટે જે હેતુઓ અને ઉદેશે સૂચવેલા અને એને વ્યવહારમાં જે રીતે પ્રયોગ થયે તેમજ એની જે પરિણામ આવ્યાં તેનું વિષયને અનુરૂપ સાદી પણ ગંભીર અર્થવાહી શૈલીએ એમાં વિવેચન થયું છે.. સ્ત્રીકેળવણ' (૧૮૬૮) અને કેળવણુ વિષે'(૧૮૬૯) એ બે નર્મદની પુસ્તિકા છે. હર્બર્ટ સ્પેન્સરના શિક્ષણ-વિષયક સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથનું “કેળવણી (૧૮૮૬) નામથી ભાષાંતર બુલાખીદાસ ગંગાદાસે કર્યું છે. અંગ્રેજી ભણીને શું કરવું?'(૧૮૮૯) એ નામનું પુસ્તક ચતુર્ભુજ માણેકેશ્વર ભટ્ટે લખ્યું છે. હરગોવિંદદાસ કાંટાવાળા, જેઓ ગુજરાતના તાલીમ પામેલા શિક્ષકેની પહેલી પેઢીની આગલી હરોળમાં હતા, તેમણે કેળવણીનું શાસ્ત્ર અને કળા' ભાગ ૧- (૧૯૦૩) આપ્યા છે. મગનભાઈ ચતુરભાઈ પટેલે “શિક્ષકનું કર્તવ્ય'(૧૯૦૭)
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy