SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ નિ ૨. જનપ્રવાહ જૈનેતર કવિઓને પ્રવાહુ જે પ્રમાણે ચાલુ હતા એનાથી વધુ સંખ્યામાં જૈન વિસ્તૃ સાધુએ તેમજ કાર્ય કોઈ ગૃહસ્થાને ધાર્મિક રચનાઓ રચતા પ્રવાહ . વેગપૂર્વક ચાલુ હતા. જૈનેતર કવિએ ૧૯ મી સદીની ચેાથી પચીસીને કવચત્ વટાવે છે, પણ જૈન સાધુએ તે ૨૦મી સદીના આરંભને આંબવા મથે છે. સંભવ છે કે એ પ્રવાહ ત્યાંથી પણ આગળ વધતા હાય, પણ હવે એ પેાથીઓમાં હસ્તલિખિત સ્વરૂપમાં ન સંગ્રહાતાં સીધે મુદ્રણસ્થિતિમાં મુકાયે જતા હાય. આ જૈન સાહિત્યકારામાં સમૃદ્ધ રચનાઓ આપનારા ભાગ્યે જ એવા મળે છે, ૫૦ જેટલા જાણવામાં આવેલામાંથી મોટા ભાગના વિરક્ત સાધુએ છે, જ્યારે થાડા યતિ, તા થાડા જૈન શ્રાવક પણ છે. રાસ જેવી રચનાઓ ઘેાડી જ છે. બાકીની સ્તવના અને થોડી સજ્ઝાયા છે. ધ્યાન ખે’ચનારા બાલાવબાધ જોવા મળતા નથી. ૩. ફારસી પ્રવાહ ૨૦૯ આ ગ્રંથમાળાના ૭ મા ગ્રંથમાં અપાયેલા ફારસી-ગ્રંથકારાની પરંપરા હજી ચાલુ રહેવા પામી છે અને એમાં હિંદુ તેમજ મુસ્લિમ ફારસી–લેખકાએ પોતાના મહત્ત્વને ફાળા આપ્યા છે. આમાંના મહત્ત્વના પહેલા ગ્રંથકાર રણુછેાડજી દીવાન (ઈ.સ. ૧૭૬૮–૧૮૪૧) વિશે આ પૂર્વે ગુજરાતી પ્રવાહમાં નિર્દેશ થઈ ગયા છે, ત્યાં નિર્દેશૈલી બે કૃતિ ઉપરાંત ‘પં’ અને ‘અશ્વમેધપવ'ના અનુવાદ અને જંગનામ- એ—હેાલી’નોંધપાત્ર છે. રેવાશંકર (જૂનાગઢઃ ૧૯મી સદીને! પૂર્વા, ત્રીકમદાસ મજમૂદારના ૭મેા પુત્ર),રંગીલદાસ (જૂનાગઢઃ અવસાન ૧૮૩૨), સારાભાઈ બાપાભાઈ દિવેટિયા (અમદાવાદ–વાદરા : ૧૯ મી સદીના પૂર્વાર્ધ), છેાટાભાઈ બાપાભાઈ દિવેટિયા (સારાભાઈના નાના ભાઈ), ભોળાનાથ સારાભાઈ દિવેટિયા (ઈ. સ. ૧૮૨૨-૧૮૮૬), ગુલાબરાય બાબુરાય (સુરત ઃ ૧૯ મી ને પૂર્વાર્ધ), સુંદરલાલ (અમદાવાદ અને ઉદ્દેપુર : ૧૯ મી સદીનેા પૂર્વાર્ધ), હરિપ્રસાદ શિવપ્રસાદ (વનગર-વીરમગામ : ઈ.સ. ૧૮૨૫ માં હયાત), આત્મારામજી (સુરતઃ ઈ.સ. ૧૮૪૮માં હયાત), દસ્તૂર રબાઠી (મુંબઈ ઈ.સ. ૧૮૩૫ માં હયાત), એરવદ માહિયાર નવરોજી કુતાર (ઈ.સ. ૧૯૧૪ માં હયાત), શેખ અહમદ રઝિયુદ્દીન (સુરત : ઈ.સ. ૧૮૦૩– ૧૮૪૮), શેખ બહાદુર (સુરતઃ ઈ,સ, ૧૮૩૦–૧૮૯૦), માહમ્મદ ઝહીઉદ્દીન (ઈ.સ. ૧૮૪૮ માં હયાત), સૈયદ અહમદુલ્લાહ બિન શાહ પીરમેાહમ્મદ (સુરત ઃ . અવસાન ઈ.સ. ૧૮૫૧), કવિ બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા (નડિયાદ : ઈ.સ. . ૧૮૫૮–૧૮૯૮), આત્મારામ મેાતીરામ દીવાનજી (સુરત : ઈ.સ. ૧૮૭૩–૧૯૩૬), દસ્તૂર ખુરશે∞ જમશેદજી ઝુમાસ્ય આસાના (અવસાન ઃ ૧૯૧૨), મહેરભાઈ નસરવાનજી સૂકા (ઈ.સ. ૧૯૧૪માં હયાત), ઉપરાંત ખીજા દસેક પારસી 'થકારા તેમ. ભાષાંતરકાર જાણવામાં આવ્યા છે.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy