SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય ભૂમાનંદ (ઈ.સ. ૧૭૮૯૬-૧૮૬૮) આ પણ સહજાનંદ સ્વામીના શિષ્ય હતા અને એમણે સહજાનંદ સ્વામીનુ “ધનસ્યામ લીલામૃત—ભાગ ૧-૨' એ કાવ્ય દેહા-ચેાપાઈમાં રચેલું છે. ઉપરાંત તિથિ અને વિરહનાં પદેાની પણ રચના કરેલી જાળુવામાં આવી છે. દેવાનંદ (ઈસ. ૧૮૦૩–૧૮૫૪) cy દેવાનંદ સહજાનંદ સ્વામીના શિષ્યામાંના એક પ્રતિભાશાળી ભકતકવિ હતા. કૃષ્ણભજનનાં ૨૦ પદ અને પ્રભુ સાથે પ્રીત કરવાનાં ૨૦ પદ છપાયેલાં છે, ઉપરાંત હજી સેંકડાની સંખ્યામાં એમનાં પદ અપ્રસિદ્ધ છે, એમણે પણ કૃષ્ણ અને સહજાનંદ સ્વામીને લગતાં પદ્મ બનાવ્યાં છે. ઉપદેશની પણ આ કવિની ગરબીઆ ખૂબ જાણીતી છે. મંજીકેશાનંદ (જન્મ ?—અવસાન ઈ,સ, ૧૮૬૩) સહજાનંદ સ્વામીના શિષ્ય મંજુકેશાનંદ સ્વામીની માનવદેહની દુર્લભતા, સંસારની અસારતા, સ્ત્રી ધન ધામ અને કીતિની અનિત્યતા આદિ વિષયાને કેદ્રમાં રાખી અનેક પદોની રચના કરેલી જાણવામાં આવી છે. “નશરવાનજી ટેહુમૂલજી દુરબીન (ઈ.સ. ૧૮૧૨–૧૮૮૧ પહેલાં) મુંબઈમાં થઈ ગયેલા આ પારસી કવિનાં કાવ્યોને એક સંગ્રહ શિલાછાપમાં ‘ગુલારે નશીહત’ શીર્ષકથી પ્રસિદ્ધ થયેલા છે. પારસી ખેાલીમાં રચાયેલા આ ગ્રંથની ભાષા ખેાલીની દૃષ્ટિએ નોંધપાત્ર છે. છેટમ કવિ (ઈ.સ. ૧૮૧૨-૧૮૮૫) પેટલાદ તાલુકાના મલાતજના વતની સાઠોદરા નાગર બ્રાહ્મણ છેટાલાલ કાલિદાસ ત્રિવેદી અર્વાચીન ગુજરાતીના પહેલા ભાષાશાસ્ત્રી વ્રજલાલ કાળિદાસના મેાટા ભાઈ હતા, આધ્યાત્મિક સાહિત્યના ઊંડા વિચારક હતા અને એના પરિણામે એ અનુભવી આરૂઢ જ્ઞાની કવિ હતા. ભાળા ભીમની વાર્તા, અક્ષરમાળા, ભક્તિભાસ્કર, છેાટમકૃત કીર્તનમાળા તિકલ્પતરુ, ટમકૃત કાવ્યસંગ્રહ (ઈ.સ. ૧૯૨૨), છેાટમની વાણી ભાગ ૧ થી ૪ (ઈ.સ. ૧૯૨૬), પ્રશ્નોત્તરમાળા, સાંખ્યસાર—યોગસાર (૧૯૫૨) સુમુખ અને નૃસિંહકુંવર આખ્યાન, એકાદશીમાહાત્મ્ય, અને ધર્મ સિદ્ધિ' એ છપાયાં છે, જ્યારે કેટલીક કૃતિ સામયિકામાં પ્રસિદ્ધ થઈ છે, પણ ગ્રંથરૂપે હજી અપ્રસિદ્ધ છે. એમણે વ્રજભાષામાં રચેલા ધર્મમહાપ્રારા ગ્રંથ તદ્દન અપ્રકાશિત રહ્યો છે. સતકવિ છેાટમે ચારસાએક પદે, પાંત્રીસેક જ્ઞાનકાવ્યા અને વીસેક આખ્યાના દ્વારા તત્કાલીન સાહિત્યમાં ગણનાપાત્ર પ્રાન કર્યું છે. મધ્યકાલીન ગુજરાતી જ્ઞાની કવિઓના આ છેલ્લા પ્રતિનિધિ છે.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy