SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ બ્રિટિશ કાલ વચ્ચે તેમજ એ-ઓનાં સંસ્કૃત અને વિકૃત હ્રસ્વ-દીર્ઘ ઉચ્ચારણમાં સ્પષ્ટ ભેદ હેવા / છતાં આપણે લેખનમાં એ ભેદ નથી બતાવતાં, વળી પૂર્વના સ્વર ઉપર ભાર હેવાને કારણે પછીની કૃતિમાં લખાતે “અ” ઉચ્ચરિત થતું નથી છતાં જોડણીમાં આપણે અનિવાર્ય રીતે લખીએ છીએ; યકૃતિ વકૃતિ અને મમરોચ્ચારણ કિંવા હશ્રુતિ આ વગેરે પણ જોડણીને વ્યવહારુ નિયમો પ્રમાણે લેખનમાં બતાવીએ છીએ. અથવા તે ક્યાંક બતાવતાં નથી. આવી પરિસ્થિતિમાં લેખનમાં ભાષાનું એક સ્વરૂપ આપણે “માન્ય” કર્યું છે તે આપણી શિષ્ટ ગુજરાતી ભાષા” છે. આ સંદર્ભમાં એક વાત સમજી લેવી જોઈએ કે કવીશ્વર દલપતરામ દ્વારા બુદ્ધિપ્રકાશ'માં, હોપ વાચન માળા લખનારાઓ દ્વારા વાચનમાળામાં અને અમદાવાદની શિક્ષક તાલીમ શાળા(પછીથી “પ્રેમચંદ રાયચંદ ટ્રેઇનિંગ કોલેજ) દ્વારા ગુજરાત શાળાપત્રમાં ભાષાને જે ઢાંચે શરૂ થયે તે આ આપણી માન્ય ભાષા અને એનું નજીકમાં નજીકનું ઉચ્ચરિત સ્વરૂપ હોય તે એ વઢવાણુને દ્રમાં રાખી ઝાલાવાડ (આજના સુરેન્દ્રનગર જિલ્લા)નું. અને એક નોંધપાત્ર સ્થિતિ એ પણ હતી કે અમદાવાદની શિક્ષક તાલીમ શાળામાં તાલીમ પામેલા શિક્ષકેમાં ઝાલાવાડના બ્રાહ્મણ અને વણિક શિક્ષકોની સંખ્યા સારી રહેતી અને સરકારી તેમજ દેશી રાજ્યની તાલુકા શાળાઓમાં મહેતાજીઓ અને શિક્ષક તરીકે આ ઝાલાવાડી શિક્ષકે પ્રમાણમાં ઠીકઠીક સંખ્યામાં હતા. આને કારણે પણ માન્ય ભાષાનું સ્વરૂપ ઝાલાવાડની બેલીને વધુ નજીક રહ્યું. ૨. બોલી અ. બેલા-વરૂપે ભાષા અને બેલી વચ્ચે એક મહત્વને ભેદ એ છે કે કઈ પણ એકબેલીને કેંદ્રમાં રખાયે માન્ય બનેલા રૂપમાં વિભિન્નબેલીઓમાંથી પણ શબ્દોની તેમજ રૂઢિપ્રયોગની આયાત થતી હોય છે અને તેથી ભાષામાં એક જ અર્થના એકથી વધુ શબ્દ વપરાતા હોય છે, જ્યારે તે બોલીમાં એક જ અર્થને એક જ શબ્દ વપરાતે હેય છે. આને કારણે તે તે બોલી તારવવાની સરળતા થાય છે. પ્રાદેશિક બોલીઓના કaછી' “સોરાષ્ટ્રી” “ઉત્તર ગુજરાતી” “મધ્ય ગુજરાતી” દક્ષિણ ગુજરાતી” અને “આદિમ જાતિઓના વિસ્તારની એવા ભેદના શબ્દગત સ્વરૂપ વિશે આપણને સ્વલ્પ પરિચય હવે પછી મળશે; આ વિષયમાં જોઈએ કે આદિમ જાતિઓની ગુજરાતીની બેલીઓના જાતિગત દષ્ટિએ એમ ચાર પ્રકાર છે તે પ્રમાણે ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાંની વિભિન્ન જ્ઞાતિવાર પણ બેલીઓ પ્રચારમાં હતી અને હજી પણ પકડી શકાય છે.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy