SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાળ સૃષ્ટિજન્ય ઈશ્વરજ્ઞાન' (અ‘ગ્રેજીના અનુવાદ) ૧૮૪૯ માં પ્રસિદ્ધ થયેલ તે ગ્રંથમાં ભાષાસ્વરૂપ સસ્કાર પામેલુ' છે. પ્રકાર આખા શ્રી જગન્નાથ શાસ્ત્રી ક્રમવંતને મળતા છે. મુંબઈમાં મહારાષ્ટ્રિય વિદ્વાનની દેખરેખમાં ભાષા સંસ્કારવાળી જોવા મળે છે એ શેાડુ' વાઈભરેલું તા ખરું જ. FA કવિ ન દાશ કરે સન ૧૮૫૦ માં મ`ડળી મળવાથી થતા લાભ' એ મથાળે ‘બુદ્ધિવર્ધક સભા’માં ભાષણ કરેલુ. તે થાડા ઘણા ફેરફાર સાથે નિબંધના આ -કારમાં સન ૧૮૫૧ માં સુરતની સ્વદેશ હિતેચ્છુ મંડળી'માં વાંચ્યું હતું. કવિ પોતાની ૧૮ વર્ષોંની ઉંમરે લખેલા આ નિબંધને સંસ્કારી ભાષાસ્વરૂપ આપે છે; જેવુ કે “આ ભાષણથી મુખ્યત્વે કરીને ત્રણ વાત મારે તમને બતલાવવી આવશ્યક છે. તેમાં પેડેલી એ કે આ દેશમાં આવી મડળી મળવાના ચાલ નહી માટે શું શું નુકસાને થયાં તથા અત: પર આવી મંડળ મળવાના ચાલ નહી જેવા થાય તે શું શું અનર્થા થાય. ખીજી વાત એ કે આવી મંડળી મળવાથી શા લાભ થાય છે તે બતાવવું. અને ત્રીજી વાત એ કે આપણા દેશી લોકોએ ક્રિયે પ્રકારે મડળી કાહાડવી તથા તદનુસાર ભાષગુ તથા નિબધ કેમ અને કિયે ઉદ્દેશ કરવા.” (સન ૧૮૬૫ : પૃ. ૧–૨) આમાં ‘બતલાવવું' એ સુરતી અસર, જ્યારે બતાવવુ” શિષ્ય. નર્મદાશંકરના ગદ્યમાં સુરતી લાક્ષણિકતા એમનાં અનેક લખાણામાં જોવા મળે છે, છૈયે' ‘છઉ'' જેવાં સુરતી રૂપ એ પ્રચુરતાથી વાપરતા, તા ‘રાખીએ છ' ‘મેાલીયે છ' જેવાં પશુ. શું શું અનર્થા' ને ‘શા લાભ' એમ એઉ પણ જોવા મળે છે. સન ૧૮૪૮ ના ડિસેમ્બરની ૨૬ મી તારીખે અમદાવાદમાં સ્થપાયેલી ગુજરાત વર્નાકયુલર સાસાયટી'(પછીથી હવે ગુજરાત વિદ્યાસભા')ને માટે એના રસહાયક મંત્રી શ્રી. મગનલાલ વખતચંદે ‘અમદાવાદના ઇતિહાસ' લખી આપી, ૧૮૫૧ માં લિથામાં છપાવી પ્રસિદ્ધ કરેલે છે તેમાં અમદાવાદમાં ભાષાસ્વરૂપ ઝેવુ... પ્રચલિત હતુ. એ જોવા મળે છે; જેવુ' કે એ બાબત જે અમદાવાદ સેહેરના ઇતિહાસ: સેહેર વસુ તે દીવસથી તે આજ દીન સુધી તથા હાલની અવસ્થા તથા પુરાં તથા પાળાનું વરણાન” એવી રીતનેા ઠરાવ અમારા જાણવામાં આવા ઉપરથી હું આ ઈતિહાસ રચવાને ઊઠ્ઠમ કરવા લાગ્યા. આ ઈતિહાસ મેં કેવી રીતે ને તેની ખીના ક્રીયે છીયે ઠેકાણેથી લેઈને' રચે છે તેનેા વીસ્તાર લખું છું જે...” (પૃ. ૧)
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy