SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કહે - એ સમયની શાળાઓ બહુધા છોકરાઓ માટે હતી અને છોકરીઓ જે શિક્ષણ મેળવતી તે તે ઘેર રહીને જ મેળવતી.૩૭ આમ અર્વાચીન કાલના શાળા-પ્રકારના શિક્ષણમાં કન્યા-કેળવણીની વાત કરવામાં આવે તે ઈ.સ. ૧૮૧૮ માં મિશનરીઓએ સુરતમાં સૌપ્રથમ શાળા સ્થાપી તથા સૌરાષ્ટ્રમાં પણ એમણે બે કન્યાશાળા ખોલીને ગુજરાતમાં કન્યાકેળવણી માટેના પ્રથમ પ્રયાસનું માન મેળવ્યું. આ ઉપરાંત કન્યાઓ શાળામાં આવવા આકર્ષાય એ માટે મિશનરીઓ તરફથી જે પેજના કરવામાં આવી હતી તે અનુસાર આજથી લગભગ ૧૨૫-૧૫૦ વર્ષ પૂર્વે ૩, ૪૫ ની વસ્તુ એને દહેજ રૂપે શાળા છોડયા પછી પરણે ત્યારે આપવામાં આવતી. આ ગાળા દરમ્યાન સ્ત્રીશિક્ષણને ઉત્તેજન આપવા માટે મિશનરીઓ ઉપરાંત ખાનગી રાહે જે પ્રયત્ન કરવામાં આવ્યા તેમાં ગુજરાત વર્નાકયુલર સેસાયટી (સ્થાપના ઈ.સ. ૧૮૪૮) મુખ્ય છે. આ સોસાયટીને મુખ્ય હેતુ છોકરા અને છોકરીઓની મિશ્ર શાળાઓ સ્થાપવાને હતે, આ સંસાયટીને મિ. ઍલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ અને કવીશ્વર દલપતરામ તથા બીજી અનેક વ્યક્તિઓની સહાયતા સાંપડી. સોસાયટીના સ્ત્રી-શિક્ષણના વિકાસને વેગ આપવાના કાર્યની નોંધ લેતાં ડે. કેલિયારે લખ્યું હતું કે છેડીઓને વિદ્યાભ્યાસ કરાવે એ જે ઉત્તમ ચાલે છે તે ઉપર આખરે કેનું ચિત્ત દેવું અને આ મુલકના વિદ્વાન દેશીઓને સાચી વાત માલૂમ થતી ગઈ કે જે તમે નીતિની કેળવણુ માંગતા હે તે પુત્રની માને વિદ્યાની કેળવણી આપજે કે જેમાંથી બાળકના મનમાં પહેલવહેલી જ વાત ઊતરે છે.૩૮ આ ગાળા દરમ્યાન કરુણાશંકર મહેતા એક શાળાનું સંચાલન કરતા હતા; એમણે મદદ માટે વર્નાક્યુલર સોસાયટીને સંપર્ક સાથે અને સોસાયટીએ તરત જ ઈ.સ૧૮૪૯ માં આ શાળાની જવાબદારી લઈ લીધી. એ વખતે શાળાની આવક રૂ. ૨૧, આના ૧૨ અને પાઈ ૬ હતી અને ખર્ચ રૂ. ૭૦ને હતે. સોસાયટીએ જ્યારે શાળાની જવાબદારી સંભાળી ત્યારે શાળામાં ૪૭ છોકરાઓ અને ૧ છોકરીની સંખ્યા હતી, જે વર્ષના અંતે વધીને અનુક્રમે ૮૦ અને ૫ થઈ. ઈ. સ. ૧૮૫૧ ના અહેવાલ પ્રમાણે એ નિશાળનું કામ દહાડે દહાડે સુધરતું જતું હતું, છોકરા તથા છોકરીઓની સંખ્યા વધતી જતી હતી ને એ નિશાળમાં ત્યારે ૯૨ છોકરા તથા ૧૮ છોકરીઓ હતાં,૩૯ આ જ અરસામાં શ્રીમતી હરકુંવરબા શેઠાણી તરફથી છોકરીઓની એક કન્યાશાળા શરૂ કરવામાં આવી. આ સંદર્ભમાં સેસાયટીએ “બુદ્ધિપ્રકાશના ૧૫ જૂન, ઈ.સ. ૧૮૫૦ને અંકમાં એક જાહેરાત આપી હતી.૪૦ હરકુંવરબા શેઠાણું તરફથી આર્થિક સહાય
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy