SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાયા નાખવામાં આવતા. વિદ્યાથી જ્યારે શાળામાં દાખલ થતે ત્યારે એને એનાથી. જ્ઞાનમાં આગળ એવા વિદ્યાર્થીઓની દેખરેખ નીચે રાખવામાં આવતું. એ એના પાઠ તપાસ અને આગળ નવું શીખવવામાં મદદ કરતે. સાંજે ગુરખને એ એનાં પ્રગતિ અને વર્તન અંગે હેવાલ આપતે. વિદ્યાર્થીઓમાં અલગ વર્ગને બદલે અલગ અલગ જોડી થવાથી શિક્ષકે વ્યક્તિગત ધ્યાન આપી શકતા. બેસવાની વ્યવસ્થા પણ એવી રાખવામાં આવતી કે હોશિયાર અને અભ્યાસમાં પાછળ, વિદ્યાર્થી પાસે પાસે બેસતા, જ્યારે કેટલાક મોટી ઉંમરના વિદ્યાર્થીઓને અભ્યાસ લગભગ પૂરો થવા આવતા ત્યારે એમને એક હરોળમાં સાથે બેસાડવામાં આવતા. ને મુખ્ય શિક્ષક એમને શીખવતા. આવી રીતે શિક્ષકે દરેક વિદ્યાથી તરફ કાળજી, અને લક્ષ આપતા ને અભ્યાસમાંની પ્રગતિની તપાસ રાખતા. આ પદ્ધતિના શિક્ષણમાં સાધનેમાં પાટી અને વિતરણા સિવાય બીજાં સાધનની જરૂર પડતી ન હતી.. લખવા માટે માટી ખડી ગેરુ જેવી સસ્તી ચીજે વપરાતી, વિદ્યાર્થીઓમાં મુખ્યત્વે હિંદુ હેય. એમાંના ૩૦ ટકા જેટલા બ્રાહ્મણ હેય; એમની ફી લેવાતી ન હતી. આ સિવાય કણબી ની વાણિયા વગેરે ઉજળિયાત કેમનાં બાળકેની સંખ્યા આશરે કુલ સંખ્યાના ૭૦ ટકા જેટલી હોય. વિદ્યાર્થીની ઉંમર સામાન્ય રીતે ૬ થી ૧૪ વર્ષ સુધીની રહેતી. અસ્પૃશ્ય હોવાને કારણે હરિજનેને આવી શાળામાં પ્રવેશ નહે. એમનાં બાળકોને એમના ગર “ગરુડા ભણાવતા. ૧૮૨૯ માં ન્યાયખાતાએ કરેલી તપાસના આંકડા ઉપરથી માલૂમ પડે છે કે એ સમયે સુરત ભરૂચ ખેડા અને અમદાવાદ જિલ્લાઓમાં ગામઠી શાળાઓની સંખ્યા ૨૮૨ ની હતી.૧૦ શિક્ષકે મુખ્યત્વે બ્રાહ્મણ હતા; જો કે વાણિયા અને બ્રહ્મક્ષત્રિય શિક્ષકે પણ કઈ શાળામાં કામ કરતા જોવા મળતા. પાલનપુર વઢવાણુ વગેરેમાં જૈન ગેરજીઓ શિક્ષકનું કામ કરતા, બ્રાહમાં શિક્ષકેને ધંધે પેઢી દર પેઢી વારસામાં ઊતરી આવતે હતો. શિક્ષકે વિદ્યાર્થીઓ તરફ ખૂબ પ્રેમ રાખતા. ગુજરાતમાં શિક્ષકને માસિક નિયત રકમ આપવામાં આવતી ન હતી. અભ્યાસમાં અમુક તબક્કા પૂરા થાય ત્યારે અને અભ્યાસના અંતે રોકડ રકમ પુરસ્કારરૂપે આપવામાં આવતી. આ રોકડ રકમ માબાપનાં આર્થિક સ્થિતિ અને સ્થાન પ્રમાણે વિવિધ રહેતી. આ ઉપરાંત રાજ વિદ્યાર્થીઓની સંખ્યા ૫૦ કે એનાથી વધુ થતી ત્યારે દર પખવાડિયે બશેર અનાજ અને ૪ પૈસાભાર ઘી વારા પ્રમાણે દરેક વિદ્યાથી ગુરુને આપતિ. જંબુસરમાં શિક્ષકને દર વર્ષે વિદ્યાર્થી દીઠ રૂ. ૨ થી રૂ. ૬ પુરસ્કાર
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy