SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાણ 248912l Reports of the Committees and Commissions 4273 2R1072414. છે. દુષ્કાળ, જેલ-વહીવટ, વાહનવ્યવહારનાં સાધને, સરકારી ખાતામાં થતી લાંચરુશવતે તથા કેળવણું-વિષયક સંસ્થાઓ જેવા વિષયને આ અહેવાલો. આવરી લે છે.* ૧૮૬૦ની આસપાસ મુંબઈ સરકારે ઠરાવ કર્યો કે જે લખાણ સરકારી હિતનાં ધ્વંસક હોય અથવા તે નીતિવિષયક દૃષ્ટિએ મહત્વનાં હોય તેને અંગ્રેજીમાં તરજૂ કરી એને છપાવી ગ્રંથસ્થ રાખવાં. Report on the Native Newspaper તરીકે ઓળખાતા આ અઠવાડિક અહેવાલ તે સમયનાં “ડાંડીયો” “ગુજરાતમિત્ર' અમદાવાદ સમાચાર” “સત્યપ્રકાશ” “સૂર્યપ્રકાશ' ગુજરાતદર્પણ” તથા “સમશેરા બહાદુર' જેવાં અગ્રગણ્ય છાપાંના લેખો અને સમાચારોને પરિચય કરાવે છે અને નાશ પામેલાં ઘણાંખરાં અખબારોના અવશેષરૂપે મદદરૂપ બને છે. આ જ અરસામાં મુંબઈ સરકારે એની નીતિઓની પ્રજીવન ઉપર થતી અસર વિશે જાણકારી મેળવવા Moral and Material Progress Reports પ્રસિદ્ધ કરવા શરૂ કર્યા હતા, મુંબઈ સરકારની જુદી જુદી અદાલતમાં ચાલેલા મુકદ્દમા અને ન્યાયાધીશોએ આપેલા ચુકાદા ગુજરાતના સામાજિક તથા સાંસ્કૃતિક જીવન પર અત્યંત મહત્વને પ્રકાશ નાખે છે. મિલકત અંગેના અધિકાર, વારસાહક, જ્ઞાતિમાંથી બરતરફ કરવા અંગેના નિયમ અને રીતરસમે, નાતરાં તથા લગ્નવિચ્છેદ, શેઠ–નેકરોના સંબંધ, મકાનમાલિકે તથા ભાડૂતો વચ્ચેના સંબંધો, સ્ત્રીઓને સામાજિક દરજજે, મંદિરોને વહીવટ, બાળલગ્ન વગેરે પ્રશ્નો સંબંધી એ સમયના ગુજરાતી સમાજનાં વલણો અને વર્તનને ચિતાર આપતી અદાલતી સામગ્રી ૧૮૦૦ ની સાલથી ઉપલબ્ધ છે. હિંદુઓ મુસલમાને પારસીઓ વગેરે કામોના પરંપરાગત રિવાજના સંદર્ભમાં અંગ્રેજી કાયદા-કાનૂનેનું જે રીતે અમલીકરણ થયું તેનાં વ્યાવહારિક દષ્ટાંત અદાલતી ચુકાદા પૂરા પાડે છે. - મુંબઈ ઇલાકાની લેજિસ્લેટિવ કાઉન્સિલમાં જેમ જેમ હિંદીઓને સ્થાન મળતું ગયું તેમ તેમ પ્રજાના મહત્વના પ્રશ્નો વધુ ને વધુ ચર્ચાવા લાગ્યા. Bombay _Legislative Council Debates માં ગુજરાતને સ્પર્શતા અનેક મહત્ત્વના પ્રશ્નોની વિગતવાર છણાવટ થતી. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ હિંદના પ્રશ્નો અંગે સજાગ હાઈ એ હિંદના રાજકારણ તેમજ સમાજજીવનનાં વિવિધ પાસાં વિશે માહિતી એકત્ર કરતી. આ લિખિત સાધનને British Parliamentary Papers કહેવામાં આવે છે. ગુજરાતના
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy