SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાલ વડોદરા તથા ભાવનગર જેવાં દેશી રાજ્ય પણ આ પ્રકારના વાર્ષિક અહેવાલે દ્વારા ઉપયુંક્ત માહિતી આપતાં. સરકારી ખાતાંના પત્રવ્યવહાર તથા અમલદારના અહેવાલ પણ ઐતિહાસિક દષ્ટિએ મહત્વના છે. મુંબઈ સરકારનાં આ ગ્રંથસ્થ લખાણ Selections from the Records of the Government of Bombay at 293441 2421914i. ૧૮૫૨ બાદ વ્યવસ્થિત રીતે એ પ્રકાશિત કરવામાં આવતાં. આ સંગ્રહમાં આપવામાં આવેલી વિગતે ૧૮૫ર પહેલાંના સમયને પણ આવરી લે છે. અંગ્રેજી હકૂમત નીચેના વિસ્તારો તથા દેશી રજવાડાં વિશે સર્વગ્રાહી માહિતી પૂરી પાડતાં આ Selections રાજકીય અને સાંસ્કૃતિક જીવનની ઘણીખરી પ્રવૃત્તિઓ અને સંસ્થાઓને આવરી લે છે. નીચેનાં દષ્ટાંતે ઉપરથી આ પસંદગીની વિવિધતા વિશે ખ્યાલ આવી શકે તેમ છે. ક્રમાંક ૧૫ માં કચ્છ રાજ્ય, એના ઇતિહાસની રૂપરેખા, એનાં નગર તથા ગામે, નકશો, માંડવી બંદર, ભૂજની તબીબી સમીક્ષા, ભૂજ અને અમદાવાદ વચ્ચેના માર્ગો ઇત્યાદિને વિશે જુદા જુદા અધિકારીઓએ આપેલા અહેવાલે ઉપરાંત કચછના નામદાર રાવે આપેલી પ્રકીર્ણ માહિતીને. સમાવેશ થાય છે. એવી રીતે ક્રમાંક ૩૭ માં કાઠિયાવાડ પ્રાંતનું અતિહાસિક, ભૌલિક અને આંકડાકીય વૃત્તાંત, ત્યાંનાં દેશી રાજ્ય વિશે પ્રકીર્ણ નેધ, ઝાલાવાડ કાઠિયાવાડ મચ્છુકાંઠે હાલાર સોરઠ બરડ ગોહિલવાડ વગેરે વિશેની વિગતવાર માહિતી; ઓખામંડળનાં કિલ્લેબંધ–સ્થળ મુખ્ય-રાજાઓ વગેરે વિશે જુદા જુદા અધિકારીઓએ પૂરી પાડેલી માહિતી આપી છે. ક્રમાંક ૩૯ તથા ૧૪૭ ગુજરાતમાં દૂધપીતીની ચાલનાં કારણે (દહેજપ્રથા વ) તથા અંગ્રેજોએ એને અટકાવવા લીધેલાં પગલાં વિશે તલસ્પર્શી ચર્ચા કરે છે. ખાસ કરીને એ અંગેના પત્રવ્યવહાર મહત્વના છે. ક્રમાંક ૧૧ ધોળકા ખેડા મહેમદાવાદ નડિયાદ વગેરે વિસ્તારોની કૃષિ-વિષયક બાબતને આલેખે છે તેમજ પાલણપુર જિલ્લામાં સતી અને દૂધપીતીની ચાલ વિરુદ્ધ અંગ્રેજોએ કરેલા કાયદા-કાનને સંબંધી પણ ખ્યાલ આપે છે. ક્રમાંક ૩૭ કાઠિયાવાડ વિશે અત્યંત ઉપયોગી માહિતી પૂરી પાડે છે. ગુજરાતની સામાજિક તથા રાજકીય સ્થિતિ, રીતરિવાજે, ગ્રામ તથા નગરજીવન, ખેતી અને જમીન મહેસૂલ, વાહનવ્યવહારનાં સાધને અને વેપારવિષયક પ્રવૃત્તિઓ સંબંધી પ્રાથમિક સામગ્રી પૂરી પાડનાર સરકારી દફતરોમાં આ પસંદગીઓ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. જમીન મહેસુલ સરકારની આવકનું મુખ્ય સાધન હેઈ અંગ્રેજોને એમની જમીન-મહેસલ-નીતિ એવી રીતે ઘડતા કે જેથી સરકારને વધુ ને વધુ મહેસૂલ
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy