SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ આર્થિક સ્થિતિ રાષ્ટ્ર તથા મધ્યપ્રદેશ જેવા પ્રાંતમાં રાજાઓ જમીનદાર સામંતે અને લશ્કરી સેનાપતિઓનું મહત્ત્વ હતું. એમને સામાજિક દરજજો પણ ઊંચે ગણાત, પણ ગુજરાતમાં આમ ન બન્યું અને એક રીતે કહીએ તે આ ભૂમિમાં એક પ્રકારનું વાણિયા-રાજ' વિકસ્યું, ગુજરાતી સમાજ-જીવનમાં કદાચ બ્રાહ્મણ ક્ષત્રિયે કે સામતે નહિ, પણ જૈન અને વૈષ્ણવ વેપારીઓ વધુ વગ ધરાવતા.૨૮ વેપારી મૂડી(Merchant Capital)ને ગુજરાતના વેપારક્ષેત્રોમાં જ નહિ, પણ સાંસ્કારિક જીવનમાં પણ પ્રભાવ હતે. સ્થાવર મિલકતનાં વેચાણ અને ગીરે અંગેના મળી આવેલા સંખ્યાબંધ દસ્તાવેજોમાં “શેઠ સમસ્ત” “મહાજન સમસ્ત” તથા નગરશ્રેષ્ઠ સમસ્ત' શબ્દોના ઉલેખ ઉપરની દષ્ટિએ સૂચક છે. ૨૯ ઓગણીસમા સૈકાના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં કપાસ તમાકુ રેશમ અને કરિયાણાના વેપારીઓનાં તથા શરાફનાં મહાજન શક્તિશાળી હતાં. શરાફનાં મહાજનોમાં જેને અને વૈષ્ણવ વાણિયા મુખ્ય હતા. એમાં પણ જેનેનું વર્ચસ હતું. અમદાવાદના કાપડ-મહાજનની વિશિષ્ટતા એ હતી કે એમાં જૈનોનું વર્ચસ હોવા છતાં વડો વૈષ્ણવ વાણિયા જ્ઞાતિને હતેા.૩૦ અમદાવાદનાં મહાજન જ્ઞાતિને ધરણે નહિ, પણ ધંધાને ધરણે રચાયાં હતાં. ઉદાહરણ તરીકે સુથાર જેવા કારીગરમાં ચાર જ્ઞાતિ હોવા છતાં એનું પંચ (કારીગરોના સંધ “મહાજન' તરીકે નહિ, પણ પંચ તરીકે ઓળખતા.) એક જ હતું. એ મુજબ રેશમ અને મશરુના -વ્યવસાયમાં રોકાયેલા કારીગરના પંચમાં કણબી તથા વાણિયા હતા. શરાફ અને કાપડનાં મહાજનેમાં જુદી જુદી પેટા જ્ઞાતિઓ ધરાવતા વૈષ્ણવ વાણિયા, જૈન તથા કેટલેક અંશે બ્રાહ્મણ અને પાટીદાર પણ હતા. ગુજરાતનાં નાનાં નગરોમાં પણ મહાજન સંસ્થા પ્રચલિત હતી, પણ એમાં એક જ ધંધાના વેપારીઓ પૂરતા પ્રમાણમાં ન મળી આવે તે વિવિધ ધંધાઓમાં રોકાયેલા વેપારીઓ એક સામૂહિક મહાજનની સ્થાપના કરતા. આવાં મહાજન “નગર મહાજન' (Town Mahajans)ના નામથી ઓળખાતાં. ધોલેરા ભાવનગર પ્રાંતીજ અને ભરૂચ જેવાં શહેરોમાં આવાં મહાજન પ્રચલિત હતાં.૩૨ મુસ્લિમોમાં વેરા મેમણ અને ખોજા વેપારીઓનાં મહાજન જાણતાં હતાં, ૩૩ પણ એ એમના કારીગરોનાં મહાજને જેટલાં પ્રચલિત અને શક્તિશાળી ન હતાં. હોષ્કિન્સ નામના અમેરિકન વિદ્વાને ૧૮૯૬ માં ગુજરાતનાં મહાજનેને અભ્યાસ કર્યો હશે અને એને મત મુજબ ગુજરાતી મુસ્લિમોમાં પણ વેપારી મહાજનેની પ્રથા વિકાસ પામી ન હતી. ૩૪ મહાજનની સંરથા વેપારી જીવનના મજબૂત પાયારૂપ હતી, એક પદ્ધતિ (system) તરીકે એ વ્યક્તિ–સ્વાતંત્રયના સિદ્ધાંતને પડકારરૂપ હતી અને ઘણું વાર
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy