SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ :અધિક સ્થિતિ રાજય સાથે ખુલ્લેઆમ બંડ કર્યું. અને ખંભાત શહેરને એમણે ઘેરો ઘાલ્ય, આથી નવાબ જાફરઅલી ખાન ખંભાત છેડીને બ્રિટિશ વિસ્તારમાં નાસી ગયે. એણે મુંબઈ સરકારની મદદ વડે ખેડૂતે સામે ગોળીબાર કર્યા. લગભગ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ, પણ અંતે બંદૂકની અણીએ ખંભાતની રાજ્ય સરકારે ખેડૂત-વિદ્રોહને દાબી દીધે. આ ખેડૂત-વિદ્રોહ વ્યાપક હતા; આમ છતાં પણ એને દરવણ આપનાર કોઈ નેતાગીરી ઉત્પન્ન થઈ ન હોવાથી એ નિષ્ફળ ગયે.૧૪ - આ પરિસ્થિતિ બતાવે છે કે ગુજરાતના ખેડૂતે કેવા અન્યાયી વાતાવરણ વચ્ચે જીવતા હતા. એમણે એક તરફ સતત વધતી જતી સરકારી મહેસૂલ સાથે, બીજી તરફ દુકાળની પરિસ્થિતિ સાથે, તે ત્રીજી તરફ શેઠ-શાહુકારોની સંસ્થા સાથે ઝઝૂમવાનું હતું. આવી ત્રાસદાયક પરિસ્થિતિને અનુલક્ષીને જ અમદાવાદના એક સુપ્રસિદ્ધ સાપ્તાહિકે પિકાર કર્યો હતો પહેલાંના સમયમાં ખેડૂતની તરફ જે દિલસોજી રહેતી હતી, વખતોવખત એમની જે સંભાળ લેવામાં આવતી હતી અને એમને બનતી મદદ આપવામાં આવતી હતી તે હાલ ક્યાં છે? વાસ્તવિક રીતે તે ખેડૂતે એ રાજ્યની દૂઝણું ગાય છે. એ ગાયને રાજ્યકર્તા તરફથી જેટલી માયાથી પિછવામાં આવશે તેટલા પ્રમાણમાં એ દૂધ આપી શકશે, પરંતુ પિષણ નહિ હેય તે દૂધ આપવાના એ અખાડા જ કરશે અને વખતે લાત પણ મારશે. એમ છતાં પણ જે એને દેહવામાં આવશે તે દૂધને બદલે લેાહી નીકળશે.૧૫ જે આ પરિસ્થિતિ સામાન્ય ખેડૂતોની હેય તે ભીલ અને દૂબળા જેવી આદિમ “ખેડૂત પ્રજાની કેવી કરણ સ્થિતિ હશે એ સમજી શકાય એમ છે. આ આદિમ જાતિઓ હકીકતમાં ખેડૂતો નહિ, પણ ખેતમજૂરી હતી અને દક્ષિણ ગુજરાતમાં એ એમના “ધણિયામાં'ઓની વંશપરંપરાગત ગુલામ હતી. સુરતની રાનીપરજ કામ “હાળી પ્રથા'માં સૈકાઓથી જે રીતે સબડતી અને કચડાતી આવી હતી તે વાત જાણીતી છે. આ હાળીઓની પરિસ્થિતિ વિશે ગુજરાતમાં ઘેર અજ્ઞાન હતું. હિંદી રાષ્ટ્રિય મહાસભાએ તેમજ મહાત્મા ગાંધીની દોરવણી નીચે સ્થાનિક કે ગ્રેસી કાર્યકરોએ “હાળી સમસ્યામાં રસ લેવો શરૂ કર્યો હતો, પરંતુ એ ઈ.સ. ૧૯૧૯ બાદ. એ પહેલાં તે ગુજરાતની આદિમ પ્રજા પર, અનાવળા, પાટીદાર તથા પારસી જમીનદાર દ્વારા એમના થતા બેફામ શોષણ પરત્વે ગુજરાતના અગ્રવર્ગ પાસે ઉપરછલ્લી માહિતી પણ નહતી. ઉપર્યુક્ત ચર્ચા ઉપરથી ફલિત થાય છે કે ઈ.સ. ૧૮૧૮ થી ઈ.સ. ૧૯૧૪ દરમ્યાન ખેતીની પરિસ્થિતિ ઉત્તરોત્તર કથળતી જતી હતી. બ્રિટિશ શાસકેએ
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy