SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ આર્થિક સ્થિતિ ૨૩૧ ઉપરાંત સરકારને દાવો હતો કે અમેરિકન આંતર વિગ્રહ (૧૮૬૧-૬૫) દરમ્યાન રૂના શેર-સટ્ટામાં ગુજરાતના ઘણુ ખેડૂત માતબર બન્યા હતા. જોકે હકીક્તમાં “શેર-મેનિયા'ને લાભ ખેડૂતને નહિ, વેપારીઓને મળ્યું હતું અને એ પણ અલ્પજીવી સાબિત થયું હતું. આંતરવિગ્રહને અંત આવતાં જ વેપારીઓ અને સટ્ટાખોરો તારાજ થઈ ગયા હતા. આવાં ઉપરછલાં કારણોને આગળ ધરીને મુંબઈ સરકારે ૧૮૬૭ પછી એનું મહેસૂલી તંત્ર વધારે શેષણ ખોર બનાવ્યું. ગુજરાતમાં ઉપરાછાપરી દુકાળ પડવા છતાં એણે જમીન મહેસૂલના દરમાં વધારે કર્યો. બ્રિટિશ શાસને ભૂમિને ખાનગી મિલક્ત તરીકે તે વિકસાવી જ હતી, તે વળી એણે જમીન-મહેસૂલ ચલણી નાણુમાં જ ભરવાની પ્રથા પણ વિકસાવી હતી. આ કારણથી ભૂમિ પણ અન્ય ચીજોની જેમ ખરીદ અને વેચાણને પાત્ર બની હતી. આવી પરિસ્થિતિમાં નિર્ધન અને દેવાદાર બનતા જતા ખેડૂતે એમની જેમીને શાહુકારોની પેઢીમાં ગીર મૂકે અથવા તે એનું વેચાણખત કરી આપે એ સ્વાભાવિક હતું. આ ઝડપી પ્રક્રિયા દરમ્યાન ઘણું સ્વતંત્ર ખેડૂતે ખેતમજૂરોમાં પલટાઈ ગયા. આ વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જ ભૂલા “વરજભાઈએ એમના પુસ્તક ખેડૂત લેકે ખેતી કરે છે તે ઉપર નિબંધમાં વેધક ઉગારે વ્યક્ત કર્યા હતા કે ગુજરાતના વાણિયા અને શાહુકારો ખેડૂતોના અજ્ઞાનનો લાભ લઈને તેમજ બ્રિટિશ અદાલતેને આશરે લઈને ખેડૂતને ઠગે છે અને લૂટે છે. આવી કરુણ પરિસ્થિતિમાં પણ જે સરકારે ગુજરાતમાં નહેરો અને સિંચાઈઓના બાંધકામ પાછળ મૂડી રોકાણ કર્યું હેત તે ખેતી તદ્દન કંગાળ હાલતમાં ન મુકાત, પરંતુ શાસકાની નીતિ ગુજરાતમાંથી કાચા માલની ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની હોઈ એમણે સિંચાઈને ભેગે રેલવેના પાટા વિસ્તારવાની નીતિ અપનાવી. ઈ.સ. ૧૯૦૧ માં નિમાયેલા સિંચાઈ-પંચે સાબરમતી મહી નર્મદા અને તાપી નદીઓની સિંચાઈજના શરૂ કરવાની ભલામણ કરી હોવા છતાં સરકારે “નાણાકીય ખેંચતાણનું કારણ આગળ ધરીને એને પડતી મૂકી. સિંચાઈની બાબતમાં ગુજરાતની પરિસ્થિતિ મહારાષ્ટ્ર અને સિંધ કરતાં વિશેષ દયાજનક હતી. ઈ.સ. ૧૯૧૦ થી ઈ.સ. ૧૯૧૪ દરમ્યાન ગુજરાતની ૪૦,૩૫,૦૦૦ એકર ખેડાયેલી જમીનમાંથી માત્ર ૧,૪૬,૦૦૦ એકર જમીન (એટલે કે ૪.૮ ટકા) લાભ મેળવી ચૂકી હતી.૧૦ ઈ. સ. ૧૯૧૪ પહેલાં ગુજરાતની સિંચાઈ જનાઓમાં સૌથી નોંધપાત્ર હાથમતી અને ખારીકટ યોજનાઓ હતી. ઉત્તર ગુજરાતની આ નદીઓ ઉપર બાંધવામાં આવેલા બંધેથી સાબરમતી અને ખારી
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy