SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાળ ર સ્થળાએ ભરાતા હાય છે, જે સ્થળે આ મેળા ભરાતા હાય છે ત્યાં છસાત મીટર ઊંચે એક થાંભલા જમીનમાં ખાડવામાં આવે છે અને એની ટાંચે એકાદ કલા જેટલા ગોળની એક પાટકી બાંધવામાં આવે છે. આ થાંભલાની ફરતે યુવતીએ લીલાં ઝાડની પાતળી સેાટીએ લઈને ગાળની ચેકો કરતી નાચતી ગાતી હૈાય છે. આ ચેકી વીંધીને કાઈ બહાદુર જુવાન સેાટીઓના ચાલુ માર વચ્ચેથી પસાર થઈને થાંભલાની ટાચ પર રહેલી ગાળની પેટકીને ઉતારી આવે છે. પછી ગીતા ગાતાં ગાતાં યુવક-યુવતીઓ નાચે છે, આ મેળા સામાન્ય રીતે ફાગણ વદ ૫થી માંડી અમાસ સુધીના દિવસેામાં ભરાતા હૈ!ય છે. આ અને આવા ખીજા અનેક મેળા આદિમ પ્રજાના સામાજિક, જીવનમાં ખૂબ અગત્યના ભાગ ભજવતા હાય છે. એમાં ખાનપાન તેમજ મેાજશાખની અને એમની જરૂરિયાતોને પોષે તેવી અનેકવિધ ચીજ-વસ્તુની હાટડીએ મ`ડાયેલી હાય છે તેથી આ મેળા એમના માટે ખરીદીનાં હાટ બની રહેતા હેાય છે; યુવક-યુવતીઓ માટે જીવનની મસ્તીને હેલે ચડાવવા માટેના કેાઈક વાર જીવનસાથીની પસંદગી માટેનાં પણ મિલનસ્થાન બની રહેતા હાય છે. આવા મેળાઓમાં ગીતા અને નૃત્યા એ મુખ્ય પ્રવૃત્તિ ઢાય છે. સ્ત્રીપુરુષોનાં સમૂહત્યા આ પ્રજામાં તદ્દન સાહજિક છે. ભીલેમાં સ્ત્રીપુરુષ! એકખીજાને કેડથી પકડીને ગેાળાકારે કલાકોના કલાર્કા સુધી ગીતા ગાતાં નાચતાં હાય છે. આવાં ચાલુ નૃત્યેામાંથી એક ઝોલુ' જાય અને ખીજું આવે. આ વણઝાર મેળાના અંત સુધી સતત ચાલ્યા જ કરે ! કેટલીક વાર આવાં જુદાં જુદાં ઝોલાંએમાં “ગાયણા”ની હરીફાઈ પણ ચાલે અને કોઈ વાર તે એક પક્ષ જે ગાય તેના બીજો પક્ષ શીઘ્ર ગાનમાં તરત જ જવાબ પણ આપી દે! આમ “ગાયણું અને નાચણુ ” સતત ચાલ્યા જ કરે. આ રીતે મેળાએમાં ગાવું અને નાચવું એ આદિમ જાતિઓના લેકેાના જીવનનું એક મહત્ત્વનું અંગ બની રહે છે. હવે જોકે આદિમ જાતિએના ભણેલા લોકેામાંને અમુક વર્ષાં આવાં ગીતા અને નૃત્યામાં ભાગ નથી લેતા, એટલું જ નહિ, પરંતુ આ પ્રવૃત્તિએ જાણે હીન દ્વાય એવા માનિસક વલણ સાથે એ પ્રત્યે નફરતની નજરે પણ જોવા લાગ્યા છે.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy