________________
પરિશિષ્ટ (આદિમ જાતિઓની સંસ્કૃતિ
૨૬ આ જાતિઓની વસ્તીને જોતાં જણાય છે કે આમાંની કમ ૧થી ૧૪ સુધીની જાતિઓમાં મેટા ભાગની આદિમ જાતિઓની વસ્તી સમાઈ જાય છે.
રાજ્યની આ બધી જ આદિમ જાતિઓ વિશે અધિકૃત અભ્યાસ નહિવત હોવાના કારણે એમના જીવનનાં વિવિધ પાસાંઓ વિશે અહીં જે કંઈ કહેવાયું છે તેને આદિમ જાતિઓના વિસ્તારના અભ્યાસ પ્રવાસના આધાર પર લખાયેલી છાપમૂલક નેધરૂપ ગણવાનું છે.
આદિમ જાતિઓની વસ્તીની આ જાતિઓ પારસ્પરિક રીતે સાંસ્કૃતિક રેખાનાં ભિન્ન ભિન્ન બિંદુઓ પર છે. આમાંની કેટવાળિયા વારલી તેમજ કાડી જેવી તિઓમાં પોતાની પરંપરાગત રીતે જીવન જીવવાનું પ્રધાનપણે માલૂમ પડે છે. એમનું જીવન બિન-આદિમ સમાજની જીવન-પરંપરાઓથી નહિવત અસરવાળું હાઈ એમના જીવન-વ્યવહારમાં આદિમજાતિપણું સવિશેષપણે જળવાયું હોવાનું જણાય છે, તે આના બીજા છેડે ધનેડિયા અને ચૌધરી જેવી જાતિમાં બિન-આદિમ સમાજના સંપર્કમાં આવીને એ સમાજના પછાતવર્ગ જેવી બનતો જતી હોય એવું જોવા મળે છે. આથિક જીવન
સમગ્ર રીતે જોતાં આ જાતિઓનું આર્થિક જીવન વિકાસરેખાના આદિમપણના બિંદુ તરફનું રહ્યું હોઈ હજી પણ કંગાળ દશામાં છે. આ જાતિઓને મુખ્ય વ્યવસાય ખેતી રહ્યો છે. જેમની પાસે ખેતીની જમીન નથી અથવા નહિવત છે. તેઓ ખેતમજૂરી કરીને અથવા તે ક્યારેક જંગલની પેદાશો એકત્ર કરીને પણ જીવતા હોય છે. આમાંની કેટવાળિયા તેમજ કાથડી જેવી જાતિઓમાં અનુક્રમે વાંસકામ અને કાથો બનાવવાની પરંપરાગત ગૃહઉદ્યોગ પણ પ્રચલિત છે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વસતી આદિમ જાતિઓમાંથી ભરવાડ રબારી અને ચારણ જાતિઓમાં ઢોર-ઉછેરને વ્યવસાય જણાય છે, તો વળી દક્ષિણ ગુજરાતમાં વસતી દૂબળા જેવી જાતિ ત્યાંના ઉજળિયાતોના ઘરકામમાં પરોવાયેલી જોવા મળે છે. પંચમહાલના ભીલ કેઈ વાર રસ્તાઓના બાંધકામના કાર્યમાં અને બહુધા રેલમાર્ગના બાંધકામના કાર્યમાં કામે લાગેલા જણાય છે. છોટાઉદેપુર તરફની આદિમ જાતિઓમાંથી ભીલ અને રાઠવા જેવી જાતિઓનાં કુટુંબ બનાસકાંઠા સાબરકાંઠા ખેડા આદિ જિલ્લાઓમાં ખેતમજૂરી કરવા જઈને ત્યાં આ કામ અર્થે સ્થિર થયેલાં પણ જોવા મળતાં હોય છે. હવે ખાસ કરીને જોડિયા તેમજ ચૌધરી જેવી જાતિઓમાં શિક્ષણના વ્યવસાયમાં પડેલાઓની સંખ્યા વધતી જતી જણાય છે.