SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાલ ૫૪ પ્રવૃત્તિઓથી અનેક હિંદુઓએ ખ્રિસ્તીધમ" અંગીકાર કર્યો. આના પરિણામે ગુજરાતમાં ખ્રિસ્તીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારા થયા. ઈ. સ. ૧૮૯૯ માં એમની સખ્યા ૪,૩૨૧ હતી, જે ઈ.સ. ૧૯૦૩ માં ૫,૬૮૯ ની થઈ ગઇ.૬૩ ખ્રિસ્તી સમાજમાં પ્રવેશ કરનારને એમના મૂળ ધર્મ અને જ્ઞાતિના લોકો તરફથી ઘણી જ કનડગત વેઠવી પડતી. ઈ.સ. ૧૮૩૪ માં સુરતમાં સૌ પ્રથમ ખ્રિસ્તી થનાર ભાઈચંદ નરસૈદાસ જાતે કણુખી હતા. સુરતમાં તેઓ ભરતગૂંથણુની ફેકટરી ધરાવતા હતા. એમણે જયારે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા ત્યારે એમને એમના જ્ઞાતિજનો તરફથી ઘણી સતામણી વેઠવી પડી હતી. એમને જ્ઞાતિની બહાર મૂકવામાં આવ્યા.૪૬ એવી જ રીતે વડાદરા પાસે ગાયકવાડો ગામ સીસવાના મુખી દેશાઈભાઈ ખેાજીભાઈ ખ્રિસ્તી થયાની વાત એમનાં સાસરિયાંઓએ જાણી ત્યારે તેઓ દેશાઈભાઈની વિરુદ્ધ થયા હતા અને દેશાઈભાઈની ગેરહાજરીમાં એમનાં પત્ની અને એ સંતાનેાને વડાદરે પોતાની સાથે લઈ ગયા હતા. પાછળથી રેસિડેન્ટની દરમ્યાનગીરીથી તેઓ પોતાના પરિવારને પાછે મેળવી શકયા. ૫ મ ટમરી નામના ખ્રિસ્તી મિશનરીને ગુજરાતી શીખવનાર પોરબંદરના મુનશી અબ્દુલ રહેમાન જ્યારે ખ્રિસ્તી સમાજમાં ભળ્યા ત્યારે મુસલમાન તથા હિંદુએ—ખાસ કરીને ખવાસે અને રાજપૂતા—એમની વિરુદ્ધ થયા હતા. ૬ આમ ખ્રિસ્તી સમાજમાં ભળનારને એમના મૂળ સમાજના લોકો તરફથી ઘણી સતામણી વેઠવી પડતી. શરૂઆતમાં તા એમને ગામના સાર્વજનિક કૂવા વાવ તળાવ કે હવાડાના ઉપયોગ કરવા દેવાતા નિહ. “સુથાર દરજી લુહાર મેાચી કે હજામની સેવાથી પણ એમને વ ંચિત રાખવામાં આવતા. શરૂઆતમાં ધર્માંતરને પરિણામે હિંદુઓની જ્ઞાતિપ્રથા ગુજરાતી ખ્રિસ્તીઆમાં પણ પ્રવેશી. આવા ધર્માંતરિત ખ્રિસ્તીને જ્ઞાતિનું વળગણ યથાવત્ વળગી રહ્યું, આથી શરૂઆતમાં ખ્રિસ્તી સમાજમાં ઉચ્ચ-નીચની ભાવના કંઈક અંશે રહી હતી; જો કે પ્રોટેસ્ટન્ટ મિશનરીએએ ખ્રિસ્તી સમાજમાં જ્ઞાતિના અસ્તિત્વને વિરાધ કર્યાં હતા.૧૯ નીચલી વહુના હિંદુ ખ્રિસ્તી ધર્માં અપનાવે તાપણુ એમના સામાજિક મેાભામાં બહુ મોટા ફેર પડતા ન હતા. શહેરામાં એમના પ્રત્યે કાઈ ભેદભાવ રાખવામાં આવતા ન હતા, પરંતુ ગામડાંઓમાં એમના પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતા. ખ્રિસ્તી સમાજમાં પ્રવેશનારને પેાતાના મૂળ સમાજના આચાર-વિચાર ત્યજી "દેવા પડતા; જેમ કે જો કાઈ સવર્ણ હિંદુ ખ્રિસ્તી સમાજમાં ભળે તેા એણે જનેાઈ કાઢી નાખવી પડતી અને માથેથી ચેટલી કપાવી નાખવી પડતી વગેરે. કેટલાક
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy