SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સામાજિક સ્થિતિ ૨૫૧, આ સમયના કેટલાક ગુજરાતી પારસીઓએ ઘણું લેકેપગી કાર્ય કર્યા, જેમાં નવસારીના જમશેદજી જીજીભાઈ (ઈ.સ. ૧૭૮૩-૧૮૫૯) નું નામ વિખ્યાત, છે. એમણે શાળાએ તળાવે ધર્મશાળાઓ કુવા ફુવારા રસ્તા વગેરે બંધાવ્યાં. એમણે માત્ર પારસીઓને જ નહિ, પણ બધી કોમોને દાન આપ્યાં. ૧૮૫૪માં, એમણે નવસારીના ગરીબ લેકે પર સરકાર તરફથી દર સાલ રૂ. ૭૧૪ અને ૭ આનાની ખંડણું લેવાતી તે માફ કરાવી. એના બદલામાં ગાયકવાડ સરકારના અહીંના પ્રતિનિધિ ગેપાલરાવ મરાલ મારફતે રૂ. ૧૧,૯૦૭ અને ૪ આના પિતાના તરફથી ભર્યા ૪૪ ૧૮૪૨ માં સમ્રાજ્ઞી વિકટેરિયા તરફથી “સરનો ખિતાબ એમને મળ્યો, જે મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. દેશભક્તિ માટે બ્રિટિશ સરકાર તરફથી ચંદ્રક મળ્યો.જ૫ ભારતના પ્રથમ બેરોનેટ થનાર પણ તેઓ હતા.૪૬: ૧૮૨૨ માં સુરતની “મહાજગત રેલ વખતે પારસી સમાજસેવક અરદેશર. ધનજીશાહે (કોટવાલે) ઘણાંની જિંદગી બચાવવા છ દિવસ અને રાત ખૂબ જહેમત ઉઠાવી અને ઠેકાણે ઠેકાણે મછવા મોકલી હજારો આદમીઓને ડૂબી જતા બચાવ્યા અને એમને બરાક પહેચતે કર્યો. એમની આ જહેમતની સ્તુતિમાં સુરતના ન્યાયાધીશ રોમરે એમને ખૂબ માન આપ્યું અને સુરતના એક જાણીતા શાયર હાફેજ દાઉદે કેટલાંક ફારસી બેત પણ જોડયાં.૪છે સુરતમાં ૧૮૩૭માં લાગેલી મોટી આગ વખતે પણ અરદેશર કેટવાળે ઘરબાર વિનાનાને તાત્કાલિક રાહત આપવાનું પરમાર્થ કાર્ય પણ કર્યું. એ જ વર્ષે આવેલી તાપીની રેલ વખતે પણ એમણે ખૂબ સેવા બજાવી.૪૮ આ રેલ વખતે સુરતના શેઠ રમસજી રુસ્તમજી વાલાનાં દીકરી અને શેઠ બહેરામજી . નવસરવાનજી ધાલાનાં પત્ની શ્રીમતી ડોસીબાઈએ પૂરમાં તણુતાં અનેક માણસને પિતાના ઘરનું છાપરું ઉતારી એના પર આશ્રય આપે અને આતમાં સપડાયેલા માછીમારોનાં કુટુંબોને મદદ કરી.૪૯ ૧૮૩૮ માં અરદેશર કેટવાળે જાફરઅલીખાનના સહકારથી વલંદાવાડમાં સુરત શહેરનું પહેલું પુસ્તકાલય શરૂ કરાવ્યું, જે પાછળથી ઍન્કસ લાયબ્રેરી સાથે જોડાઈ ગયું૫૦ ૧૮૬૨ માં ગુજરાતમાં પડેલા દુકાળ વખતે ખરશેદજી ફરદુનજી પારેખે રૂ.. ૮૦,૦૦૦ ની કિંમતના ચોખા અને રૂ. ૮૦,૦૦૦ રોકડા ગરીબોને વહેંચવા મોકલ્યા હતા. સુરતના રેલવે સ્ટેશન પાસે રૂ. ૨૫,૦૦૦ નું દાન આપી ધર્મશાળા અને પિતાની સ્મૃતિમાં રૂ. ૫૦,૦૦૦ નું દાન આપી ઔદ્યોગિક શાળા સ્થાપી.પ૧ ૧૮૬૪ માં સુરતમાં કોલેરા ફાટી નીકળતાં એમણે પારેખ રુગ્ણાલય માટે દાન.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy