________________
સિામાજિક સ્થિતિ
૨૪૨ સ્ત્રીઓ હિંદુઓની જેમ સતમાસો (સતવાસસીમંત સંસ્કાર) કરે છે, મેળામાં નાળિયેર મૂકે છે. સ્ત્રીઓએ “સહનકની પ્રથા શરૂ કરી છે. એમની માન્યતા પ્રમાણે “સહનકનું ભજન કોઈ પુરુષ જમી શકે નહીં, બલકે કોઈને પડછાયે પણ એની ઉપર ન પડવો જોઈએ, એ વખતે એક છોકરાની હાજરી પણ ચલાવી લેવા તૈયાર નથી.
સ્ત્રીઓએ મહેંદીની પ્રથા કાઢી છે. દીવાબત્તી કરી સંતાન–પ્રાપ્તિ માટે અને ધન દેલત માટે બાધા રાખે છે. મહેંદી રાખેલી લાકડાની વસ્તુ ઉપર મોગરાના હાર ચડાવે છે, ફળ નાળિયેર વગેરે લટકાવે છે, અને સજદા (નમાઝ પઢતા ઘૂંટણિયે પડવાની ક્રિયા) કરે છે. - સ્ત્રીઓએ જ કુંડ ભરવાની પ્રથા શરૂ કરી છે. કેટલીક સ્ત્રીઓ પુત્ર ન મરે એટલા માટે કાનમાં વાળી પહેરે છે, કેટલીક દેરામાં ભૂતને પૂજવા જાય છે. કેટલીક પિતાના પુત્રનું નામ ચેટીપીર રાખે છે. કેટલીક લેંડો દસાને ઉપવાસ કરે છે અને કેટલીક શેતાનની માતાની બાધા રાખે છે.
સ્ત્રીઓએ કુંજ (ખૂણો) ભરવાની, મંડવા(માંડવો)ની અને રતિજોગાની રસમ શરૂ કરી છે. મંડવાને નાડા બાંધે છે અને પિતાની મનોકામના પૂરી કરવા અપેક્ષા રાખે છે. એને નાળિયેર બાંધી નાળિયેરને પાણીમાં વહેતું મૂકવાની રસમ કરે છે. લેકે તાડી પીને સંદલ (ચંદન) ઘસે છે અને પછી એ સંદલ મંડને ચેડે છે. અંતે ઓઢણુઓ ઓઢાડે છે. ફૂલના કૂડા ઉપર હાર બાંધવામાં આવે છે.
લેકે રતિજોગામાં પખાવજ (પખવાજ) બજાવે છે, માજન (ચાટણ) ચાખે છે અને રાગમાલા ગાય છે. આ નિર્લજજ સ્ત્રીઓ એમ માને છે કે હઝરત મુહમ્મદ(ર.અ.વ.)ની સુપુત્રી હઝરતે ફાતિમા(ર.ત.અ.)એ પણ રતિગાની રસમ કરી હતી.
ઢોલની રસમ વગર તે જાણે લગ્ન શક્ય જ નથી. સામાન્ય માનવીની વાત તે જવા દે, કાઝી મુફતી અને મશાયખ જેવા લેકે પણ એમાં માને છે. બાળક જન્મે તે પખાવજ ઢેલ અને મિઝમાર (વાંસળી) વગાડનારા પહોંચી જાય છે, કે એમને દેશાલા (શાલ) અને કિંમતી વસ્તુઓ વળતર–રૂપે આપે છે. આ ન હોય તે છીંટના થાનની પાઘડીઓ આપે છે. ડોમનીઓ(નાચનારીઓ) નચાવે છે.
મેહરમના તાજિયાની વિરુદ્ધ યકીન લખે છે કે મૂર્તિની જેમ તાબૂત બનાવી એને વાંકાં વળીને લેકે સલામ કરે છે, એમાં શ્રદ્ધા રાખે છે, મન્નત માને છે,