SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ બ્રિટિશ કાત એની અસર ધીરે ધીરે ગુજરાતમાં પણ વર્તાવા લાગી હતી. આ પ્રથા વિરુદ્ધ ધીરે ધીરે જનમત કેળવા જતો હતે. સં. ૧૭૮૭(ઈ. સ. ૧૭૪૦-૪૧)માં સુરતની નાગરી નાતમાં શિવબાઈ નામે સ્ત્રી સતી થઈ હતી. આ સમયે ભરૂયમાં સુંદરબાઈ અને દિવાળીબાઈ દેસાઈ નામે બે સ્ત્રીઓ સતી થઈ હતી એવું ભરૂચ શહેરના ઇતિહાસમાં સેંધાયેલ છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત સાબરકાંઠા વગેરે પ્રદેશોમાં અનેક સ્થળોએ સતીના પાળિયા મળે છે. સાબરકાંઠા જિલ્લાના મોડાસા ગામમાં ગેબનાથ મહાદેવ પાસે સતીને એક પાળિયો આવેલ છે. જાણવા પ્રમાણે આ પાળિયો મોડાસામાં રામજીમંદિરમાં રહેતા શ્રી હરિપ્રસાદ દલસુખરામ જોશીના કુટુંબમાં આશરે દેઢસો-બસે વર્ષ પૂર્વે કઈ સ્ત્રી સતી થઈ હતી એને છે.૧૩ અસ્પૃશ્યતા ભારતના અન્ય પ્રદેશની જેમ ગુજરાતમાં પણ અસ્પૃશ્યતા વિશેના ચક્કસ ખ્યાલ વ્યાપક પ્રમાણમાં વિસ્તરેલા હતા. સમાજમાં આભડછેટ અંગેના નિયમ ઘણુ સખ્ત હતા. હલકું કાર્ય કરનાર, જેવું કે સુવાવડી સ્ત્રીનાં કપડાં ધનાર, મડદાં ઉપાડનાર, ઝાડુ વાળનાર, મેલું સાફ કરનાર, મરેલાનું ગોમાંસ ખાનાર અને વેચનાર, વગેરે સમાજમાં અસ્પૃશ્ય મનાતા. એમનાં રહેઠાણ કૂવા વગેરે સવર્ણોનાં રહેઠાણેથી દૂર રાખવામાં આવતાં. સમાજમાં સ્પર્શાસ્પર્શના ચોક્કસ ખ્યાલ પ્રવર્તતા હોવાથી એમને જાહેરમાં પણ આવવા માટે પણ કેટલાંક નિયંત્રણ હતાં. આ દલિત વર્ગમાં પણ કામ પ્રમાણે હેડ વણકર ચમાર ભંગી વગેરે વર્ગ હતા. તેમાં પણ ઉચ્ચ-નીચના ભેદ હતા. તેમાં પણ ખાનપાન, કન્યાની આપલે અસ્પૃશ્યતા વગેરે માટેના ખાસ નિયમન હતાં. પંચમહાલ જિલ્લાના લુણાવાડા પાસેના બાકેર ગામે લગભગ ૧૯૪૦ સુધી ઢેડની કૂઈ અને ભંગીની કુઈ એમ દલિત માટે પાણી લેવાનાં બે અલગ અલગ સ્થળ હતાં. મંદિર પ્રવેશ માટે એમને મનાઈ હતી. ઓગણીસમી સદી સુધી ગુજરાતમાં આ વર્ગ માટે શિક્ષણની કઈ વ્યવસ્થા ન હતી. આ અંત્યજોની સેવા માટે હજુ સુધી કેઈ સમાજસુધારક બહાર આવ્યું ન હતું. સૌ પ્રથમ શ્રી દુર્ગારામ મહેતાજીએ માનવધર્મ સભાના ઉપક્રમે આ અંત્યજે માટે કેટલાક સુધારક વિચાર પ્રગટ કર્યા હતા, છતાં આ સમયે સમાજમાં જોઈએ તેવી જાગૃતિ આવી ન હતી. આ દિશામાં સહુ પ્રથમ સયાજીરાવ
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy