SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ (રાજકીય સંસ્થાઓ અને મડળ) ૨૧ હતું. પુણેનાં છાપાં તે સુરતને વિનીત(મવાળ) દળના નેતા ફરે જશાહની ખડકી કે ગલી” કહેતા હતા. ૨૩ આ સ્થળ એમના માટે સલામત અને સગવડભર્યું બની રહેશે એમ માની આ બેઠક સુરતમાં ગોઠવવામાં આવી હતી. ઉગ્ર(જહાલી દળને એ શંકા હતી કે વિનીતા(મવાળા) ૧૯૦૬ માં કલકત્તામાં પસાર થયેલ ચારસૂત્રી કાર્યક્રમને અમલમાં મૂકશે નહિ, વિશેષ કરીને વિદેશી વસ્તુઓના બહિષ્કારના કાર્યક્રમને. કુલ ૧,૬૦૦ પ્રતિનિધિઓમાંથી ૧,૦૦૦ વિનીત(મવાળ) દળના હતા તેથી તેઓ ઉત્સાહમાં હતા, કારણ કે તેઓ માનતા હતા કે આપણે ધાર્યું કરાવી શકીશું. ઉગ્ર(જહાલ) દળની શંકા પણ સાચી પડી, કારણ કે અધિવેશનના ૮ કે ૧૦ દિવસ અગાઉ બહાર પડેલી એની કાર્યસૂચિમાં સ્વરાજ્ય, બહિષ્કાર કે રાષ્ટ્રિય શિક્ષણના વિષય ન હતા.૪ ૨૬ મી ડિસેમ્બરના અધિવેશનની શરૂઆત સ્વાગત સમિતિના પ્રમુખના ભાષણથી થઈ. ત્યાર પછી દી. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈએ પ્રમુખપદ માટે ડે. રાસબિહારી દેષનું નામ સૂચવતાં દેકારો મચી ગયો અને કામકાજ આગળ ચલાવવાનું શક્ય ન લાગતાં એ બેઠક મુલતવી રાખવામાં આવી. બીજા દિવસે ડે. રાસબિહારી ઘોષનું નામ પ્રમુખ તરીકે સૂચવાયું અને અનુમોદન કરાયા પછી તેઓ પ્રમુખ તરીકેનું ભાષણ કરવા ઊભા થયા ત્યારે ઉમ(જહાલ) દળના નેતા ટિળકે એના વિરોધમાં ઊભા થઈ બલવાની પરવાનગી માગી. એ ન અપાતાં બુમરાણ અને ધાંધલ થયાં. પછી તે ખુરશીઓ ફેંકાઈ અને લાઠીઓ પણ ઊછળી અને પરિણામે એ દિવસની બેઠક પણ વિખેરી નાખવામાં આવી. ત્રીજા દિવસે વિનીતે (મવાળા)એ પિતાની બેઠક બેલાવી અને ઉગ્ર(જહાલ) દળના સભ્યોને એમાં પ્રવેશવા જ દીધા નહિ. આમ સુરતમાં ૧૯૦૭ માં મહાસભાના બે ભાગ પડી ગયા. પરિણામે કોંગ્રેસ નબળી પડી અને ચેડાં વરસ સુધી દેશમાં એને ઝાઝે પ્રભાવ રહેલો નહિ. રૅશનાલિસ્ટ એસોશિયેશન સુરતમાં રાષ્ટ્રિય મહાસભાના ભાગલા પડ્યા પછી સુરતમાં નેશનાલિસ્ટ ઍસેશિયેશનની સ્થાપના કરવામાં આવી હતી. એને આપણે સુરતની ઉગ્ર(જહાલ) દળની સંસ્થા કહી શકીએ, કારણ કે ત્યારે ઉગ્ર(જહાલ) દળ દેશમાં પિતાને નેશનાલિસ્ટ દળ' તરીકે ઓળખાતું હતું. ડે. મનંતરાય મદનરાય રાયજી અને ડે. મગનલાલ મોતીરામ મહેતાના દવાખાનામાં આ સંસ્થાની સભાઓ થતી. એમણે એક પ્રેસ પણ રાખ્યું હતું અને “શક્તિ’ નામનું સાપ્તાહિક પણ છાપતા
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy