SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ (રાજકીય સંસ્થાઓ અને મંડળ) ૨૧૯ લખ્યું હતું. એ પત્રમાં વિદેશ વિભાગે લખેલું કે અમને એવી માહિતી મળી છે કે મુંબઈ પ્રાંતમાં કરછ જૂનાગઢ અને કાઠિયાવાડનાં રાજ્ય પાસેથી મહાસભાને દાન મળે એવી ધારણું છે. ભારત સરકારે દેશી રાજ્યોને જણાવેલ કે બ્રિટિશ ભારતમાં ચાલતી પ્રજાની રાજકીય ચળવળ સાથે કઈ પણ પ્રકારને સંબંધ ન રાખવો. ઉપર્યુક્ત પત્રના જવાબમાં મુંબઈ સરકારે જણાવેલું કે તેઓ દેશી રાજાઓને પિતાના પ્રદેશ બહારની સેવાભાવી કે બિન–સેવાભાવી યોજના ઉપર ખર્ચ કરવા નિરુત્સાહિત કરે છે. મહાસભાની સ્વાગત સમિતિને દેશી રાજાએ લવાજમ આપે એ તે નિશ્ચિતપણે ઈચ્છનીય નથી. કરછના રાવ કે જૂનાગઢના નવાબ મહાસભા સાથે સંબંધ રાખવાનું પિતે પસંદ કરતા નથી. જે તેમના કારભારીઓ આ ફાળો આપે છે તેને કારોબારીની વ્યક્તિગત સહાનુભૂતિ તરીકે ગણુ... જે દેશી રાજાઓએ પોતાના ખાનગી ફંડમાંથી ફાળે, આ હશે તે પ્રશ્ન ખૂબ જ નાજુક ગણાય અને તેને ખૂબ જ સાવચેતીથી ભારત સરકારની ઇરછા જણાવવી પડશે.૨૦ ૧૮૯૮ માં મદ્રાસમાં ભરાયેલા મહાસભાના અધિવેશનમાં ભરૂચ અને સુરતના પ્રતિનિધિ તરીકે વડોદરા રાજ્યના બે ન્યાયાધીશ ડે. હરિ હર્ષદ ધ્રુવ અને રાવબહાદુર માધવલાલ ગયા હતા તેથી અંગ્રેજ શાસકો વડોદરાના સયાજીરાવ પ્રત્યે શંકાની નજરે જતા હતા. ૧૮૮૫ થી ૧૯૧૪ના ૩૦ વર્ષના ગાળા દરમ્યાન મહાસભાનાં બે અધિવેશન પણ ગુજરાતમાં ભરવામાં આવ્યાં હતાં, ૧૯૦૨ માં અમદાવાદમાં અને ૧૯૦૭ માં સુરતમાં. ૧૯૦૨ ના અમદાવાદના અધિવેશનની સ્વાગત સમિતિના પ્રમુખ તરીકે અંબાલાલ સાકરલાલ દેસાઈએ ખૂબ જ સારી કામગીરી બજાવી હતી. આ અધિવેશનના પ્રમુખપદે સુરેન્દ્રનાથ બેનરજી હતા. ગોર્વધનરામ મા. ત્રિપાઠી, મગનભાઈ ચતુરભાઈ પટેલ, કનૈયાલાલ યાજ્ઞિક (ઈદુલાલ યાજ્ઞિકના પિતા) તથા વયંસેવક તરીકે કનૈયાલાલ મા. મુનશીએ આ અધિવેશનમાં ભાગ લીધે હતો. આ અધિવેશનમાં હિંદની ગરીબાઈ, દુકાળ, કાપડ ઉપરની જકાત, પરદેશમાં ભારતીય પ્રત્યે દર્શાવાતે ભેદભાવ, રંગભેદની નીતિ, સરકારી નોકરી અને લશ્કરમાં ભારતીયોને વધુ પ્રતિનિધિત્વ વગેરે બાબતે અંગે ૨૨ ઠરાવ થયા હતા.૨૧ આ સમયે એક સ્વદેશી ઔદ્યોગિક પ્રદર્શન પણ રખાયું હતું, જેનું ઉદ્દઘાટન વડોદરાના સયાજીરાવ ગાયકવાડે કર્યું હતું. આ અધિવેશનમાં પ્રમુખસ્થાનેથી બેલતાં સુરેન્દ્રનાથ બેનરજીએ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટેની બંધારણીય લડત ચલાવવા માટે અતૂટ ધૌર્ય સહનશક્તિ તથા સ્વાર્થ ત્યાગ ઉપર ભાર મૂક્યો હતે. ૧૯૦૪ માં મુંબઈમાં મહાસભાનું અધિવેશન મળ્યું ત્યારે ફરી એક વાર
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy