SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજ્યત ત્ર ૧૫ અને માદČન નીચે કામ કરવાનું હતુ. તેમજ એની મંજૂરી વગર એ રાજયની નીતિ અથવા કાયદાઓમાં સુધારા કરી શકતા નહિ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની એનો ફરજ હતી. સગીર ઉંમરના રાજા પુખ્ત ઉંમરના થાય ત્યારે પ્રાનો હાજરીમાં જાહેર રાજ્યારાહણુ–સમારંભ કરીને એને વહીવટી સત્તાએ વિધિસર રીતે સાંપવામાં આવતી, રાજ્યારાહણુના સમારંભ ભવ્ય રીતે ઊજવવામાં આવતા.૩૭ દેશી રિયાસતાના રાજાએ જ્યારે પેલિટિકલ એજન્ટને મળવા જાય ત્યારે પેાલિટિકલ એજન્ટ એમના સ્વાગત માટે પોતાના પ્રતિનિધિ અને રાજાની કક્ષા પ્રમાણે નક્કી થયેલા ઘેાડેસવારે મેકલતા. કાઠીમાં રાજાનું સમાન કરીને એને પાન—અત્તર વગેરે આપવામાં આવતાં. રાજાની કક્ષા પ્રમાણે અને તેપાની સલામી આપવામાં આવતી. પ્રથમ વના રાજને ગાર્ડ ઑફ ઑનર પણ આપવામાં આવતું.૩૮ મુલાકાત કેટલા સમય માટે છે અને એ મુલાકાત દરમ્યાન કાણે કયાં બેસવાનું છે તથા શું કરવાનુ છે એની વિગતવાર સૂચનાએ રાજાને તથા એના માણસને અગાઉથી આપી દેવામાં આવતી. ગરને મળવા જતી વખતે પેશાકના ભપકા અને કિમતીપણામાં ભારે હરીફાઈ થતી. ગવર્નરને મળતા પહેલાં રાજવીઓને ‘રિડ લ' કરાવવામાં આવતું અને એ વખતે પેાશાક, ફેટા, તલવારના પટ્ટા અને મ્યાન કેવાં અને ક્રમ રાખવાં એની સૂચના અપાતી.૩૯ પેાલિટિકલ એજન્ટ કે ગવર્નીર જ્યારે દેશી રાજ્યની મુલાકાતે જાય ત્યારે રાજા એના અધિકારીઓ સાથે એના સ્વાગત માટે રેલવેના સ્ટેશને કે ગામને પાદરે આવતા. એમને તાપાની સલામી તથા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતાં. એ પછી શહેરમાં સવારી નીકળતી, એમને જ્યાં ઉતારા આપવાના હોય ત્યાં એમની સાથે જઈને રાજા એમને પાન, ગુલામ તથા અત્તર આપતા. કેટલીક વાર આ અધિકારીઓને ખુશ કરવા રાજા શિકારના કાર્યક્રમ પણ યાજતા. રાજા ગવન`રને એની પૂર્વ મંજૂરી વગર મળી શકતા નહિ અને એ મજુરી તથા મુલાકાતને દિવસ પેાલિટિકલ એજન્ટ મારફત જ નક્કી થઈ શકતે. રાજની આબુ મહાબળેશ્વર માથેરાન કાશ્મીર સીમલા દિલ્હી અને યુરાપની મુલાકાતા માટે નિયમેા નક્કી કરવામાં આવ્યા હતા. દીવાન અથવા મુખ્ય કારભારી રાજાને વહીવટી ખાખતામાં સલાહ અને મદદ આપવા માટે દીવાન’ અથવા મુખ્ય કારભારી' નામના અધિકારી રહેતા. એ રાજ્યનાં બધાં ખાતાંઓ ઉપર
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy