SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સમકાલીન રિયાસતે ના મૂળ પુરુષ કુંભેળ ૧ લાના બીજા કુંવર હતા. એમના નામ પરથી તાલુકે સાંગાણી નામે ઓળખાય. સાંગોજી કાઠીઓ સાથેની લડાઈમાં માર્યા ગયા (૧૯૯૯). એમના પછી તેજોજી (મૃ. ૧૭ર૭) થયા ને પછી જસોજી. જસોજીના વખતમાં કાઠી લોકોએ કોટડા કબજે કરેલું, પણ ગાંડળના કુંભેજીની મદદથી જસાજીએ એ પાછું જીતી લીધું (૧૭૫૦). સાયલાના રાજા સેંસાભાઈએ ૧૭૫૫ માં જસોજી પર ચડાઈ કરી. લડાઈમાં જસાજી માર્યા ગયા. પછી એમના ભાઈ દેવજી ગાદીએ બેઠા. એમના કુંવર હાથીજીના સમયમાં કર્નલ વકરના કરાર થયા. હાથીજી લાબો વખત રાજ્ય કરી ૧૮૧૨ માં મૃત્યુ પામ્યા. એમના પુત્ર ભેજરાજજીએ ૧૩ વર્ષ (૧૮૧૨–૨૫) રાજ્ય કર્યું. પછી બામણિયાજી (૧૮૨૫-૩૮), સબળજી (૧૮૩૮-૪૦), મેરેજી (૧૮૪૦-૬૨) અને તોગાજી (૧૮૬૨-૭૯) રાજા થયા. તેગાજી દારૂ અને અફીણના ભારે વ્યસની હતા. ને રાજ્યકારભારમાં ધ્યાન આપતા નહિ, આથી પોલિટિકલ એજન્ટે એમને ચોથા વર્ગમાંથી પાંચમા વર્ગમાં ઉતારી પાડયા. પછી એમના કુંવર મૂળવોજી ગાદીએ બેઠા (૧૮૭૮). એમની સગીર અવસ્થા દરમ્યાન એજન્સીએ કારભાર સંભાળેલો. મૂળોએ પુખ્ત વય પ્રાપ્ત થતાં ૧૮૯૫ માં વહીવટ સંભાળ્યો.૧૨૦ - ૪૨, જેતપુર-તળ કાઠિયાવાડના દક્ષિણ ભાગમાં આવેલું આ રાજ્ય મેર્યું હતું, પણ વાળા શાખાની કાઠી ભાગીદારેમાં વહેંચાઈ ગયું હતું. ઢાંકના વાળા રાજા ધાન વાળાને કુંવર વેરાવળ કાઠી કન્યાને પર ને એનામાંથી વાળા, ખુમાણ અને ખાચર શાખાઓ થઈ. એના વંશજ “સખાવત કાઠી (કુલીને કાઠી) ગણાયા. કાઠીઓ પહેલાં બાબરિયાઓને કાઢી થાનમાં રહ્યા. ત્યાંથી તેઓ પિતાના મુલકને વિસ્તાર કરતા રહ્યા. ૧૭૬૦ના અરસામાં જૂનાગઢના નવાબે જેતપુર, બીલખા અને દેદરડા તાલુકા કાઠીઓને આપી દીધા. કાઠીઓમાં બધા ભાઈઓને સરખા ભાગે ગરાસ વહેંચવાને ચાલ પડ્યો હતે. કુંડલા જેતપુર ચીતળ જસદણ વગેરેના કાઠીએાએ ચીતળમાં ભેગા થઈ ભાવનગર પર ચડાઈ કરવા તૈયારી કરી (૧૭૯૨-૯૩), ત્યાં તે ભાવનગરના રાજા વખતસિંહે ચીતળ પર હુમલો કરી એ જીતી લીધું. ચીતળના કંપા વાળા અને બીજા કાઠીઓ જેતપુર આવતા રહ્યા. ૧૭૯૭૯૮ માં વખતસિંહજીએ ચોતળ કુંપા વાળાને પાછું સોંપ્યું. દરમ્યાન કાઠીઓએ જેતપુરમાં કિલ્લે બાંધી પિતાનું વડું મથક ત્યાં રાખ્યું. ૧૮૦૪ માં ગાયકવાડના દીવાન બાબાજીએ જેતપુર પર હુમલો કરી ખંડણી લીધેલી. ખુમાણને આશ્રય આપવા બદલ ભાવનગરના રાજાની ફરિયાદ પરથી કેપ્ટન બાવેલે જેતપુરના મૂળ વાળા વગેરે ભાગીદારોને કેદ કરી જેતપુર તાલુકો જપ્ત કર્યો.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy