SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સમકહીન શ્વિાસ ૧૪૫ બંધાવ્ય; વળી બ્રિટિશ સરકારને ત્યાં થાણું બેસાડવું પડેલું. ભવાનીસિંહજી ૧૮૭ર માં ૪૦ વર્ષની વયે અકાળ મૃત્યુ પામ્યા. એમના સગીર વયના દત્તક પુત્ર પ્રતાપસિંહજીએ પુખ્ત વયના થતાં ૧૮૮૦માં સત્તાનાં સૂત્ર સંભાળ્યાં. એમની હયાતી બાદ જોરાવરસિંહજી નામે દત્તક કુંવરને રાજ્યાભિષેક થયે (૧૮૯૬). પુખ્ત વયના થતાં એમણે ૧૯૦૨ માં સત્તા સંભાળી.૩ ૭. લાઠી-હિલ કુલના ઠાકરની આ રિયાસત ૧૪ ગામની નાની બિન–સલામતી રિયાસત હતી. સારંગજીની ૨૨ મી પેઢીએ લાખાજી થયા. એમણે લાઠી પ્રદેશના લેકેને ઉપદ્રવ કરતા કાઠીઓને વશ કર્યા. લાખાજી પછી એમના મોટા પુત્ર દાજીરાજ ઉફે અમરસિંહ ગાદીએ આવ્યા, પરંતુ એ થડા વખતમાં મૃત્યુ પામ્યા. એમની ગાદી એમના નાના ભાઈ તખ્તસિંહજીને મળી. એમના પાટવી કુંવર ભાવસિંહજી અભ્યાસકાળ દરમ્યાન અકાળ અવસાન પામ્યા હોઈ એમને ઉત્તરાધિકાર ભાવસિંહજીના નાના ભાઈ સુરસિંહજીને મળે (ઈ. સ. ૧૮૮૬) ત્યારે એ ૧૨ વર્ષની વયના હેઈ એજન્સીએ રાજ્યનો કારભાર મૅનેજમેન્ટને સોંપ્યો. પુખ્ત વયના થતાં ૧૮૯૫ માં એમણે રાજ્યને કારભાર પિતાના હસ્તક લીધે. ઠાકર સૂરસિંહજી કવિ “કલાપી” તરીકે ગુજરાતી સાહિત્યમાં નામાંકિત છે. કલાપીને કેકારવ'માં એમનાં અનેક હૃદયદ્રાવક કાવ્ય પ્રકાશિત થયાં છે, જેમાંના હદયત્રિપુટી'માં પતિ કલાપી, પત્ની રમા અને પ્રેયસી શોભના વચ્ચે પ્રણયત્રિકોણ આબેહૂબ નિરૂપાય છે. તેઓ ૧૯૦૦ માં ૨૬ વર્ષની વયે અકાલ મૃત્યુ પામ્યા. એમના પછી એમના પુત્ર પ્રતાપસિંહજી ગાદીએ આવ્યા. એમની સગીર વય દરમ્યાન એજન્સી તરફથી મેનેજમેન્ટ નિમાયું હતું. પુખ્ત વયના થતાં ૧૯૧૧ માં એમણે સત્તાનાં સૂત્ર હાથમાં લીધાં.૮૪ ૮ જસદણ-ખાચર કાઠી કુલના વાજસૂર(મૃ. ૧૮૧૦)ના ઉત્તરાધિકારી ચેલે ખાચર ૨ જાના મૃત્યુ (૧૮૫ર) પછી એમના કુંવર આલા ખાચર ૨ જ રાજા થયા. ૧૮૯૭માં અંગ્રેજ સરકારે એમને સી. એસ. આઈ.ને ખિતાબ આપે. કાઠીઓમાં પિતાની મિલકત સહુ પુત્રને સરખે ભાગે આપવાની પ્રથા હતી તેને બદલે જ્યેષ્ઠાધિકારની પ્રથા એમના સમયથી બ્રિટિશ સરકારે ચાલુ કરેલી. આલા ખાચરના મૃત્યુ પછી એમના પાટવી કુંવર ઓઢા ખાચર ગાદીએ આવ્યા (૧૯૦૪), ને એમના મૃત્યુ (૧૯૧૨) બાદ એમના કુંવર વાજસૂર ખાચર ગાદીએ આવ્યા. હ, છોટાઉદેપુર–ખીચી ચૌહાણ કુલના રાયસિંહજી ૧૮૧૯માં મૃત્યુ પામ્યા ને એમના કુંવર પૃથરાજજી ૨ જ ગાદીએ આવ્યા. ૧૮૨૨ માં ગાયકવાડ ૧૦.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy