SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ સમકાલીન રિયાસતા ૧. લખતર-ઝાલા કુળના ઠાાર પૃથ્વીરાજજી (૧૮૦૩-૩૫) પછી એમના પુત્ર વજેરાજજી ૨ જા ગાદીએ આવ્યા તે ૧૮૪૬ માં વજેરાજજીનું અવસાન થતાં એમના પુત્ર કરણસિ’હજી ગાદીએ આવ્યા ત્યારે એ ત્રણ માસની ઉંમરના હતા. એમણે ૧૯૦૭ માં લખતરમાં મિડલ સ્કૂલ સ્થાપી, ૭૭ ૧૪૩ ૨. ચૂડા-ઝાલા કુળના ઢાકાર હઠીસિંહજી ૧૮૨૦માં અવસાન પામ્યા. એમના ઉત્તરાધિકારીએ.માં અભયસિંહજી ૨ જા (૧૮૨૦–૨૯), રાયસિંહુજી (૧૮૨૯-૪૪) અને બહેચરસંહુજી (૧૮૪૪–૧૯૦૮) ના શાસનકાલ દરમ્યાન કંઈ નોંધપાત્ર બનાવ બન્યા નથી. બહેચરસિંહજી પછી એમના સદ્ગત પુત્ર માધવસિંહુજીના પુત્ર જોરાવરસંહજી (૧૯૦૮–૨૦) ગાદીએ આવ્યા ૭૮ ૩. સાયલા—અહીંના ઝાલા કુળની રિયાસ્ત ૧૮મી સદીના મધ્યમાં સ્થપાઈ હતી. સ્થાપક શેખાજી--શેષાભાઈ (મૃ. ૧૭૯૪) પછી વિક્રમાતજી (મૃ. ૧૮૧૩), મદારસિંહજી (મૃ. ૧૮૩૭), શેષાભાઈ ૨ જા—બાપજી (મૃ.૧૮૩૯) અને કેશરીસિંહજી ક્રમશઃ ગાદીએ આવ્યા. કેશરીસિંહજીના રાજ્યકાલમાં ખેતીવાડીમાં ઘણા સુધારા થયા ને રાજ્યની જમીન-મહેસૂલમાં ઘણી વૃદ્ધિ થઈ. બહારવટે ચડેલા ભાયાત ને જીવતા પકડવામાં આવ્યા ને એમને જન્મકેદની સજા થઈ. એમના મૃત્યુ (૧૮૮૨) બાદ એમના કુવર વખતસિહજી ગાદીએ આવ્યા. એમના સમયમાં સાયલા– જોરાવરનગર રેલવે લાઇનનું કામ શરૂ થયું. એમને વ` ૨ ની સત્તા પ્રાપ્ત થઈ. ૧૯ મી સદીના આરંભમાં અહીં લાલજી ભગત નામે વણિક સંત થયા. એમની એટલી ખ્યાતિ પ્રસરી હતી કે એમના નામ પરથી સાયલાને પ્રાયઃ ભગતનું ગામ' તરીકે ઓળખવામાં આવે છે.૭૯ ૪. મૂળી-સે!ઢા પરમાર કુળના ઢાકાર રામેાભાઈ પછી વખતસિ’હજી ગાદીએ એડા, એ અપુત્ર મૃત્યુ પામતાં એમને ગાદીવારસેા એમના ભાઈ સરતાનજીને મળ્યા, જે ૧૮૯૪માં મૃત્યુ પામ્યા. ત્યારે એમના પાટવી કુંવર હિંમતસિંહજી સગીર વયના હતા; પુખ્ત વયના થતાં એમણે ૧૯૦૨ માં સત્તા સંભાળી. એમના અવસાન (૧૯૦૫) બાદ એમના કુવર હરિશ્ચંદ્રસિંહજી ગાદીએ આવ્યા. એ સગીર વયના હાઈ ૧૯૧૮ સુધી રિયાસતનેા કારભાર એજન્સીના મૅનેજમેન્ટ સંભાળ્યો.૮૭ ૫. દાંતા-આરાસુરી અંબાજીના મદિર તથા કુંભારિયાનાં દેરાસરા માટે જાણીતા આ સ્થળે પરમાર કુળના મહારાણાની સત્તા પ્રવત`તી હતી. માનસિંહજીના મૃત્યુ (૧૮૦૦)પછી એમના ભાઈ જગતસ`હજી ગાદીએ આવ્યા હતા. મહારાણા અને એમના ભાયાતા વચ્ચે ભારે સંધ રહેતા હતેા. કમ્પની સરકારે ૧૮૨૦ માં દાંતામાં થાણું બેસાડયું. જગતસિંહજી અપુત્ર હાઈ પોતાના ભાઈ નારસિંહજીના પુત્રને
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy