SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ સમકાલીન રિયાસતો ગાદી માટે માગણી કરી. અંગ્રેજોએ એમને દાવો સ્વીકાર્યો અને ઈ.સ. ૧૯૦૭ માં તેઓ ગાદીએ બેઠા. એમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં તથા કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજમાં શિક્ષણ લીધું હતું.૪૫ એમને ક્રિકેટને ઘણે શોખ હતું અને “રણ”ના હુલામણું નામે મહાન ક્રિકેટર તરીકે પ્રસિદ્ધ બન્યા હતા.૪ જામનગર શહેરને એમણે આધુનિક બનાવ્યું, રેલવેનું ઓખા સુધી વિસ્તરણ કર્યું. એમણે રાજ્યને વહીવટ ચાર સેક્રેટરીઓ નીમી વ્યવસ્થિત કર્યો, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું. ૩, ધ્રોળ ઈ.સ. ૧૮૦૩ માં ઠાકોર ભૂપતસિંહજી ગાદીએ આવ્યા હતા. એમના સમયમાં નવાનગર રાજ્ય પાસેથી સરપદડને પ્રદેશ મળે. ઈ.સ. ૧૮૪૫ માં ભૂપતસિંહના અવસાન પછી એમના મોટા પુત્ર જયસિંહજી એમના અનુગામી બન્યા, ઠાકર જયસિંહજીને જન્મ ઈ. સ. ૧૮૨૪ માં થયો હતો. એ પોતે વિદ્વાન હતા તેમજ વિદ્વાનોને આશ્રય આપતા હતા. એમણે ઈ. સ. ૧૮૭૮ ના દુષ્કાળમાં પ્રજાને મદદ કરી હતી. રસ્તા ધર્મશાળાઓ તથા બગીચા બનાવરાવ્યાં. ધ્રોળમાં સુંદર રાજમહેલ બંધાવ્ય તેમજ એ શહેર ફરતી રક્ષણાત્મક દીવાલ બંધાવી. નવાનગરના જામ વિભાજી સાથે એમને સારા સંબંધ હતા. ઈ. સ. ૧૮૮૬ માં જયસિંહજીના મૃત્યુ પછી એમના પુત્ર હરિસિંહજી ધ્રોળને ઠાકેર બન્યા.૪૩ એમના સમયમાં શિક્ષણમાં પ્રગતિ થઈ અને ઈ. સ. ૧૯૦૦, ૧૯૦૧, ૧૯૨ અને ૧૯૧૨ ના દુષ્કાળમાં ગરીબ તથા ભાયાને મદદ કરવામાં આવી. ટપાલવ્યવસ્થાની સાથે તારવ્યવસ્થા વધારવામાં આવી. ઈ. સ. ૧૯૧૪માં એમનું મૃત્યુ થતાં એમના પુત્ર દેવતસિંહજી ગાદીએ આવ્યા.૪૮ ૪. રાજકેટ ઈ. સ. ૧૭૯૬ માં લાખોજીના મૃત્યુ પછી એમના પૌત્ર (મહેરામણજીના પુત્ર) રણમલજી રાજકોટના ઠાકર બન્યા. ઈ. સ. ૧૮૨૦ માં કમ્પનીએ રાજકોટમાં કાઠી” અથવા “એજન્સી’ સ્થાપી. રાજકેટના ઠાકોરે ઈ. સ. ૧૮૨૨ માં રૂ. ૨,૮૦૦ ના વાર્ષિક ભાડાથી એજન્સીને જમીન આપી હતી. રણમલજીનું ઈ. સ. ૧૮૨૫ માં અવસાન થતાં એમના પુત્ર સુરાજી ગાદીના વારસ બન્યા. ઈ. સ. ૧૮૪૪ માં એમનું અવસાન થયું. સુરાજીના સમયમાં રાજકોટના રાજવંશમાં બાળકીની હત્યાને પ્રસંગ બનતાં અંગ્રેજોએ રાજ્યને રૂ. ૧૨,૦૦૦ના આકરા દંડની સજા કરીને ફરી આ પ્રસંગ નહિ બને એની ખાતરી એમની પાસેથી મેળવી હતી.૪૯ એ પછી એમના પુત્ર મહેરામણજી ૪થા રાજકેટની ગાદીએ આવ્યા. એમનું ઈ. સ. ૧૮૬૨ માં મૃત્યુ થતાં એમના ચેથા પુત્ર બાવાજીરાજ એમના અનુગામી
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy