SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ બ્રિટિશ કાહ ઈ. સ. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામ પછી ઈ. સ. ૧૮૫૭ના સ્વાતંત્રય–સંગ્રામ પછી અંગ્રેજોએ દેશી રાજ્યોને ખાલસા કરવાની નીતિ છેડી દીધી, એટલું જ નહિ, પરંતુ રાજાઓને બાહ્ય મોભે તેમ દરજજો જાળવીને એમની સાથે માનભરી રીતે વર્તવાની શરૂઆત કરી. એમના રાજ્યનાં વિસ્તાર અને વાર્ષિક ઊપજ પ્રમાણે એમને ૧ થી ૭ વર્ગનાં રાજ્યમાં વહેંચી એમની દીવાની અને ફોજદારી સત્તાઓ નિશ્ચિત કરી એમના દરજજા પ્રમાણે એમને તેની સલામી આપવાનું શરૂ કર્યું. રાજાઓને એમની વહીવટી કુશળતા અને અંગ્રેજો તરફની એમની વફાદારીના બદલામાં એમને સી. આઈ. ઈ. (Companion of Indian Empire), સી. એસ. ઈ. (Companion of the star of India), કે. સી. આઈ. ઈ. (Knight Commander of the Indian Empire) કે. સી. એસ. આઈ. (Knight Commander of the star of India) જી. સી. આઈ. ઈ. (Grand Commander of the Indian Empire) અને જી. સી. એસ. આઈ. (Grand Commander of the Star of India) ઈલ્કાબ આપવાનું શરૂ કર્યું. એ ઉપરાંત રાજ્યના દીવાને કારભારીઓ, શ્રીમતે તથા અગ્રણે પુરુષોને પણ અંગ્રેજોની સેવા અને વફાદારીના બદલામાં દીવાન બહાદુર “રાવ બહાદુર ખાન બહાદુર' વગેરે ખિતાબ આપવા શરૂ કર્યા. રાજકુમાર કોલેજની સ્થાપના રાજપુત્ર કે જે ભવિષ્યમાં રાજા થવાના હતા તેમને નાનપણથી જ ગ્ય શિક્ષણ સંસ્કાર અને તાલીમ આપવા માટે ઈ. સ. ૧૮૭૦ માં રાજકોટમાં રાજકુમાર કેલેજ શરૂ કરવામાં આવી છે જેમાં રાજાઓએ પિતાના કુમારોને શિક્ષણ માટે મેકલવાનું લગભગ ફરજિયાત હતું. અહીં શિક્ષણ લેતા રાજકુમારોની પ્રગતિ અને પ્રવૃત્તિને વિગતવાર અહેવાલ કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટને તથા મુંબઈ પ્રાંતના ગવર્નરને મોકલવામાં આવત. આ કોલેજમાં શિક્ષણ લઈને બહાર પડેલા કેટલાક કુમારે જ્યારે રાજાએ બન્યા ત્યારે એમણે પિતાનાં રાજ્યમાં આધુનિક સુધારા દાખલ કર્યા. એમાંના કેટલાકે ઇંગ્લેન્ડ અને યુરોપની મુસાફરી પણ કરેલી. એ પછી રાજકુમાર કૅલેજની ઢબ પ્રમાણે ઈ. સ. ૧૮૮૧ માં વઢવાણમાં ‘તાલુકદારી ગરાસિયા સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી,૪૧ જેમાં ગરાસિયાઓ અથવા નાના તાલુકદારોના પુત્રને શિક્ષણ આપવામાં આવતું હતું. આ બંને પ્રકારની શિક્ષણ સંસ્થાઓમાં અહીંના રાજપુત્રોમાં બ્રિટિશ સરકાર પ્રત્યે વફાદારી કેળવાય એની પણ કાળજી રાખવામાં આવતી,
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy